Book Title: Mahendra Jain Panchang 1962 1963 1964 Author(s): Vikasvijay Publisher: Amrutlal Kevaldas Mehta View full book textPage 7
________________ चंदे श्री वीरमानन्दम् પ્રસ્તાવના અગીય પૂજ્ય ગુરુવર્ય આચાર્ય શ્રીમવિજયવલ્લભસુરીશ્વરજી મહારાજ સાહેબને પ્રણમીને હું મારા ગત વર્ષના પંચાંગ સંબંધીના અનુભવો સમાજ સમક્ષ રજુ કરું છું. આ વિષયમાં રસ લેતા પૂ. આચાર્યાદિ મુનિવરે તથા વિદ્વાનેને હું રૂબરૂ તેમજ પંચાંગ દ્વારા પરોક્ષ રીતે મલ્યો છું. તેઓએ આ પંચાંગની મહત્તા સ્વીકારી મારા આ દિશાના શ્રમને પ્રોત્સાહન આપ્યું છે તે માટે હું સર્વને આભારી છું. આચાર્ય શ્રીમાન મહેન્દ્રસૂરિજી મહારાજનો પરિચય–આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રાખવાનું કારણ અહીં બતાવવું જોઈએ. જેમાં ખગોળ શાસ્ત્રના પ્રાણુરૂપ મહાપુરૂષામાંના આ એક મહાપુરૂ ખગોળ વિઘાને અદિતીય એવો યંત્રરાજ નામે ગ્રંથ શકે ૧૨૯૨ એટલે વીર સંવત ૧૮૯૭ વિક્રમ સંવત ૧૪૭ માં લખો સમાજ ઉપર ચિર સ્થાયી ઉપકાર કર્યો છે. એની સાબીતી રૂપે એટલું જ કહીશ કે આજ પર્યત પણ આ ગ્રંથ જયપુર તથા બનારસની સંસ્કૃત કેલેમાં ઉચ્ચ કેટિનું ભાન ધરાવે છે. એટલે કે જે તિષાચાર્યની પરીક્ષામાં પાઠ્ય પુસ્તક તરીકે ચાલે છે. આથી વિશેષ મહત્તા કોઈ પણ ગ્રંથની શું હોઈ શકે? આ મહાપુરૂષના શિષ્ય રત્ન શ્રી મલયચન્દ્રસુરિજી મહારાજે ઉપરોક્ત ગ્રંથ ઉપર વિદ્વત્તા પૂર્ણ ટીકા રચીને સમાજ ઉપર અનહદ ઉપકાર કર્યો છે. વિશેષતઃ જ્યપુર સ્થાપિત મહારાજા શ્રી સિંહજી પણ તેજ ગ્રંથ ઉપર વિદ્વત્તા પૂર્ણ કારિકા રચી ગ્રંથના મૌલિક વિષયને વિસ્તાર પૂર્વક ફેટ કરી જયપુર, ઉજજૈન, બનારસ, દિલ્હી વગેરે સ્થળોએ વેધશાળા દ્વારા આ યંત્રરાજ ગ્રંથની પ્રત્યક્ષતા સાબિત કરી બતાવી છે. તદુપરાંત બનારસના જ્યોતિરત્ન પંડિત શ્રી સુધાકર દિવેદીએ પણુ યંત્રરાજ ઉપર ટીપણુ રચી ગ્રંથની સર્વમાન્યતા સાબિત કરી છે. આ પંચાંગમાં તિથિ વગેરેનું ગણિત આચાર્ય શ્રી મહેન્દ્રસૂરિજી મહારાજના યંત્રરાજ ગ્રંથમાં બતાવેલ પદ્ધતિ પ્રમાણે કરેલ હોવાથી આ પંચાંગનું નામ શ્રી મહેન્દ્ર જૈને પંચાંગ રાખવામાં આવ્યું છે. પ્રાચીન કાળમાં સમય માપવા માટે ઘટીપા વપરાતાં હતાં, અને તેથી પંચાંગમાં ઘડી પળમાં સમય અપાતું હતું તે ચગ્ય જ હતું. પણ હાલમાં તે બધે ઘડીઆળ જ વપરાય છે. અને તેથી પ્રચલિત અન્ય પંચાંગને ઉપયોગ કરવો હોય તે તેમાં આપેલી ઘડી, પળાના કલાક મિનિટ કરી, તેને સૂર્યોદયના કલાક મિનિટમાં ઉમેરવાથી ઘડીઆળને વખત મળે છે, આ અગવડ અને મહેનત ટાળવા માટે આ આખું પંચાંગ કલાક મિનિટમાં આપ્યું છે. પંચાંગમાં ટાઈમ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યો છે. કારણ કે રેલવે, તાર, ટપાલ વગેરેને લીધે આ ટાઇમ આખા હિન્દુસ્તાનમાં પ્રચલિત છે. તેથી આ પંચાંગ આખા હિંદુસ્તાનમાં એક સરખું ઉપયોગી થઈ પડશે. રેલવેની માફક બપોરના ૧-૨થી રાતના ૧૧ સુધીના કલાકને ૧૩-૧૪ થી ૨૩ સુધીના કલાક ગણ્યા છે, ફરીને રાતના બાર વાગ્યાથી ૦ ક્લાક ગણીને નવી તારીખ ગણું છે. ૧-૨ વગેરે કલાકે તે તારીખના સૂર્યોદયની પહેલાંના સમય બતાવે છે, તે બરાબર ધ્યાનમાં રાખવું, કિરણવક્રીભવનને લીધે સૂર્યોદય અને સૂર્યાસ્ત ગણિતગત સમય કરતાં લગભગ રા મિનિટ વહેલે સૂર્યોદય દેખાય છે. અને એ જ પ્રમાણે ગણિતગત સમય કરતાં રહે મિનિટ મોડ (વધારે) સૂર્યાસ્ત દેખાય છે. આ સંસ્કાર (કિરણવક્રીભવન) આ પંચાંગમાં આપેલ હોવાથી સૂર્યની સાયને મેષ અને સૂર્યની સાયન તુલા સંક્રાંતિ વખતે દિનમાન (૧૨ ક. ૦ મિ. હોવા છતાં ૧૨ ક. ૫ મિનિટ આપ્યું છે. તેવી જ રીતે દરેક દિમાન ગણિતાગ (દિનમાન) કરતાં ૫ મિનિટ વધારે લખવામાં આવ્યું છે. તે બરાબર છે. લગ્ન કાઢવા માટે તથા ઇષ્ટ ઘડી સાધન માટે આ પંચાંગમાં આપેલ સૂર્યોદયમાં રા મિનિટ ઉમેરવી જોઈએ. પંચાંગની સમજણ– પંચાંગના કપડામાં પ્રથમ ખાનામાં આપેલ આંકડે મુંબઈ સૂર્યોદય સમયે પ્રવર્તમાન તિથિને છે. ત્યાર બાદ વાર અને અંગ્રેજી તારીખ આપેલ છે. જેથી તિથિ, વાર અને તારીખ એક સાથે જોઈ શકાય. પછી તિથિ ( અક્ષરમાં ) અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. ત્યાર બાદ નક્ષત્ર ( અક્ષરમાં છે અને તેની સાથે તેને સમાપ્તિ કાળ કલાક મિનિટમાં આપેલ છે. પછી એગ (અક્ષરમાં) અને તેનીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 128