Book Title: Mahendra Jain Panchang 1960 1961
Author(s): Vikasvijay
Publisher: Amrutlal Kevaldas Mehta

View full book text
Previous | Next

Page 5
________________ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ રજત જયંતિ સમારંભ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગે સં. ૨૦૧૬ માં ૨૫ મા વર્ષમાં પ્રવેશ કર્યો, તેને રજત-જયંતિ સમારંભ માધ વદ ૧૦ સં. ૨૦૧૬ તા. ૨૬-૨-૧૦ શુક્રવારને દિને સંમાન્ય શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઇના પ્રમુખપણ નીચે પ્રેમાભાઈ હોલમાં ઉજવવામાં આવ્યું હતું. આ સમારંભના મુખ્ય મહેમાન ગુજરાત યુનીવર્સીટીના અનુસ્નાતક ગણિત અભ્યાસ વિભાગના વડા ડે. પ્ર. ચુ. વૈધ એમ. એસ. સી; પી. એચ. ડી, હતા. શ્રી ચી. ન. વિદ્યાવિહારની બાળાઓના સંગીતમય મંગલાચરણ પછી સમારંભના મંત્રી શ્રી. કે. કા. શાસ્ત્રીએ સમારંભના હેતુની માહિતી આપતાં કહ્યું હતું કે જૈન સમાજમાં અર્વાચીન વૈજ્ઞાનિક ખગોળ શાસ્ત્રના બાધારે પ્રત્યક્ષ ગણિતની પદ્ધતિ અનુસાર બનતું આ એક જ પંચાંગ છે, અને તેની પાછળ પૂજ્ય મુનિશ્રી છેલા ૨૫ વર્ષથી અત્યંત શ્રમ ઉઠાવે છે. આ કાર્યને વેગ આપવા તથા મુનિશ્રી એ ઉઠાવેલ અતિ શ્રમ માટે અભિનંદન આપવા આપણે એકઠા થયા છીએ. તે પછી થી બાકમાર ગી. જોષીએ બહાર ગામથી આવેલા આ સમારંભને સફળતા ઇચછતા સંદેશાઓ વાંચી સંભળાવ્યા હતા અને મુંબઈના વિદ્વાન શ્રી. કૃષ્ણરામ બહુલજી ભટ્ટ તરફથી આવેલ સંદેશા અને લેખ વિષે પ્રસંગે ચિત નિવેદન કર્યું હતું. તે પછી આ સમારંભના મુખ્ય મહેમાન ડે.. પ્ર. ચુ. વૈદ્ય સાહેબે પંચાંગ સંશોધનનું મહત્ત્વ સમજાવ્યું હતું, અને ભારતીય પંચાંગની પરંપરાનું વર્ણન કરીને સંશોધન માટે કયે માર્ગે આગળ વધવું તે બતાવ્યું હતું. નક્ષત્રો માટે ક્રાંતિવૃત્ત ઉપર આવેલ કોઈ પણ થિ આરંભરધાનની જરૂર છે. છતાં તેની સાથે સાથેજ વધ લેવાની અનુકૂળતા ખાતર આકાશના વિષુત્રવત્ત ઉપર વેધનું આરંભસ્થાન હોવું જોઈએ, તેથી ક્રાંતિવૃત્ત અને વિષુવવૃત્ત જ્યાં મળે છે ત્યાં આવેલા સંપાતબિંને વેધના આરંભસ્થાન તરીકે લેવું જોઈએ એમ એમણે કહ્યું હતું. અર્વાચીન ખગોળ શાસ્ત્ર જે ઉન્નત રિથતિએ પહોંગયું છે, તેને એમણે ઉલેખ કર્યો હને. અને એ સ્થિતિએ પહોંચવા માટે આપણે પણ પ્રયત્ન કરવો જોઇએ એમ જસ્થાયું હતું. અંતમાં મુનિશ્રીએ લીધેલા પરિશ્રમનું અભિનંદન કરીને સમાજે એ શ્રમને આગળ વધારવું જોઈએ એમ કહ્યું હતું. આ પછી મેં (હરિહરભાઈએ) આ પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહ્યા હતા, અને ગણિત શુદ્ધિ માટે વધે લેવાની અને તે માટે વેધશાળાની જરૂર જાણાવી હતી. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે જૈન પંચાંગમાં થતા ઉત્તરોત્તર શુદ્ધિકરણની પરંપરા વિશે જણાવ્યું હતું. અને આ કાળમાં જ્યારે અન્ય સંપ્રદાય પંચાંગ સંશોધનમાં આગળ વધે છે ત્યારે જૈન સમાજે પણ આગળ વધવું જોઈએ. એમ જણાવ્યું હતું. મુનિશ્રી વિકાશવિજ્યજી આ કાર્ય ૨૫ વર્ષથી કરે છે તે જૈન સમાજે આ કાર્યને અપનાવીને તેને સંપૂર્ણ સિદ્ધિ સુધી લઈ જવું જોઈએ એમ જણાવ્યું હતું. વિદ્વાને તે પિતાનું કાર્ય કર્યા જ કરે છે પણ એમના કાર્યને વ્યવહારિક સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ સમાજનું છે. એમણે મુનિશ્રીના પરિશ્રમ માટે એમને અભિનંદન આપ્યું હતું અને એમના કાર્યને આગળ વધારવા માટે જૈન સમાજને અગ્રહ કર્યો હતે. તે પછી તિથી શ્રી ગીરજાશંકર ભાઇએ પંચાંગ સંશોધનનું મહત્ત્વ સમજાવ્યું હતું અને મુનિશ્રીને અર્પણ કરવાનું અભિનંદન પત્ર વાંચી સંભળાવ્યું હતું, તેમાં મુનિશ્રીએ શ્રી મહેન્દ્ર જૈન પંચાંગ પાછળ છેલ્લા ૨૫ વર્ષમાં લીધેલ પરિશ્રમ માટે એમને અભિનંદન આપવામાં આવ્યું હતું અને આ કાર્યને સિદ્ધિ પર્વત લઈ જવા માટે જૈન સમાજને ભલામણ કરવામાં આવી હતી. આ અભિનંદન પત્રને સંમાન્ય શેઠશ્રી કસ્તુરભાઇને હસ્ત મુનિશ્રી વિકાશવિજ્યજીને અર્પણ કરવામાં આવ્યું હતું. અભિનંદન પત્રના આ પણ વિધિના પ્રસંગે સંમાન્ય રાઠશ્રી કસ્તુરભાઈએ જણાયું હતું કે અર્વાચીન વૈજ્ઞાનિક ખગોળ શાસ્ત્રના આધારે એને આકાશમાં કરતા ગ્રહના પ્રત્યક્ષ વેધને અનુસરીને યોજેલા પ્રત્યક્ષ ગણિત અનુસાર બનાવેલા એક જૈન પંચાંગની જરૂર જૈન સમાજને ઘણા સમયથી હતી તે પૂજ્ય મુનિશ્રી વિકાશવિજયજીએ પૂરી પાડી છે. અને તે માટે છેલ્લા ૨૫ વર્ષથી એ અત્યંત પરિશ્રમ કરે છે. એમના કાર્યને વેગ આપવા માટે અને એમના આ પરિશ્રમ માટે એમને અભિનંદન કરવા આપણે એકઠા

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 122