Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ ટીકાકાર બંને કહે છે કે, “પહેલા ખંડમાં જે વાત કહેવાની રહી ગઈ હોય, અથવા જે વિસ્તાર કરે જરૂરી હોય, તે વાતનો “અગ્ર” – ખંડમાં સમાવેશ કરવામાં આવ્યો છે.” નિર્યુક્તિકાર તે એટલે સુધી કહે છે : “પહેલા ખંડનાં નવા અધ્યયને જેટલું જ “આચાર” ગ્રંથ છે. બીજા ખંડનાં અધ્યયને તે શિષ્યના હિતને ખાતર, અર્થને વધુ વિસ્તાર કરવા, જ્ઞાનવૃદ્ધ સ્થવિરેએ પહેલા ખંડનાં અધ્યયનમાંથી “પ્રવિભક્ત કર્યા છે. બીજી જગાએ તે કહે છે, “મૂળ “વેદ” (આચારાંગ) તે “બ્રહ્મચર્ય” નામનાં નવ અધ્યયરૂપ જ છે, અને તેમાં ૧૮૦૦૦ પદો છે. પછીથી બીજા ખંડની ચાર ચૂડાઓ (ભાગે) તથા પાંચમી ચૂડારૂપે નિશીથ' (સત્ર) ને તેમાં ઉમેરે, તે તે ઘણે મેટ થાય. ઉપર જણાવ્યું તેમ, પહેલા ખંડનાં નવ અધ્યયનને બ્રહ્મચર્ય અધ્યયન” કહેવામાં આવે છે. કારણ કે, તેમાં બ્રહ્મચર્યનું પ્રતિપાદન છે. નિર્યુક્તિકારની જણાવ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે બ્રાહ્મણ નામથી ઓળખાતા લેખકોની ચર્યા નહીં, તેમ જ અજ્ઞાની લોકોનો બસ્તિનિધ (ઉપસ્થસંયમ) પણ નહીં, પરંતુ ૧૭ પ્રકારનો સંપૂર્ણ સંયમ. એટલે કે, તેમાં જૈનધર્મ અનુસાર સંપૂર્ણ મેક્ષમાર્ગને સમાવેશ થાય છે. તે નવ અધ્યયનને વિષય જોતાં જ તેની ખાતરી થઈ જાય છે. ટીકાકારના શબ્દોમાં નવે અધ્યયન વિષય વર્ણવીએ તે: પહેલા અધ્યયનમાં જીવોની હિંસાના ત્યાગનું વિધાન છે; પરંતુ જીવોનું અસ્તિત્વ જાણ્યા વિના તેમની હિંસાનો ત્યાગ ન થઈ શકે, માટે તેમાં, જીવોનું અસ્તિત્વ તથા તેમના જુદા ૧. ટીકાકાર, એ નવ અવ્યયનના કયા ભાગ કે વાક્ય ઉપરથી બીજા ખંડનું તે તે અધ્યયન વિસ્તારવામાં આવ્યું છે, તે વિગતવાર જણાવે છે. ૨. પાંચ ઇન્દ્રિયોને નિગ્રહ; પાંચ મહાવ્રતનું પાલન; કામ, ક્રોધ, લભ અને મેહ એ ચાર કષાયોને જય; તથા મન, વચન અને કાયાની વિરતિ – એ સંયમના સત્તર પ્રકારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 194