Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ જુદા વર્ગો પણ વર્ણવેલા છે. બીજા અધ્યયનમાં, લેક કેવી રીતે અષ્ટવિધ કર્મથી બંધાય છે, અને તેમાંથી કેમ કરીને છૂટી શકે, તે બતાવ્યું છે. ત્રીજામાં, સંયમમાં સ્થિત થવા અને કષાય જીતવા ઈચછનારા મુમુક્ષુએ, અનુકૂળ કે પ્રતિકૂળ વિનો કે સંકટ સહન કરવાં જોઈએ, એમ જણાવ્યું છે. ચેથામાં, મુમુક્ષુએ તાપસ વગેરે કષ્ટતપ આચરનારાઓનું અષ્ટગુણ ઐશ્વર્ય જેઈને પણ દઢ સમ્યકત્વવાળા બનવું એમ કહ્યું છે. પાંચમામાં, અસાર વસ્તુઓને ત્યાગ કરી, લેકના સારરૂપ સમ્યમ્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રત્નત્રય મેળવવા ઉદ્યત થવું, એમ જણુવ્યું છે. છઠ્ઠામાં મુમુક્ષુએ નિ:સંગ થઈ, અપ્રતિબદ્ધ થવું, એમ કહેવામાં આવ્યું છે. સાતમામાં, સંયમીને કદાચિત મોહથી થતા પરિષહ, ઉત્સર્ગ વગેરે આવી પડે તે પણ તેણે તે બરાબર સહન કરી લેવા, એમ કહ્યું છે. આઠમામાં, વિધ, રંગ, કે વૃદ્ધાવસ્થાથી સંયમધર્મનું પાલન શક્ય ન રહે, તે શરીરને ત્યાગ કેવી રીતે કરે, તે જણાવ્યું છે. તથા નવમામાં, આઠે અધ્યયનેમાં જણાવેલે અર્થ મહાવીરસ્વામીએ પોતાના જીવનમાં કેવી રીતે આચર્યો હતો તે, સાધકના પ્રેત્સાહન માટે વર્ણવ્યું છે.” આમ, પહેલા ખંડમાં ઉત્સાહી સાધકની સંપૂર્ણ સાધનસામગ્રી વિગતથી, અને વિસ્તારથી વર્ણવી બતાવી છે. તેની ભાષામાં પ્રસાદ છે, ઊંડાણુ છે અને કષ્ટાની નવીનતા છે. મોટા સંધના જડ અને વિક્ર ટોળાને નિયમનમાં રાખવાને સારુ, તે ટોળા દ્વારા રોજ થતા સામાન્ય તેમ જ ગંભીર દેજોની વિગતે અને તેમનાં પ્રાયશ્ચિત્તોનાં ઉજક વિધાનો તેમાં નથી. જેમ અમુક માર્ગે જઈને આવેલે માણસ, બીજા જવા ઈચ્છનારને, સહેલાઈથી તથા બારીકાઈથી તે માર્ગનું બધું વર્ણવી બતાવે, તેમ સાધનામાર્ગનું વિશદ વર્ણન તેનાં છે. અલબત્ત, એમ કહેવાને જરાય ઉદ્દેશ નથી કે, તેમાંના બધા શબ્દો મહાવીરના છે. પરંતુ, તેની રચના જેનાર દરેકને એમ લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 194