Book Title: Mahavir swamino Achar Dharm
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gujarat Vidyapith Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ઉપશમ, નિર્વાણ, શૌચ ઋજુતા, નિરભિમાનતા, અપરિગ્રહીપણું અને અહિંસા-રૂપી ધર્મ તેણે ઉપદેશ.” અને તેના સમર્થનમાં જણાવ્યું છે કે “એ પ્રમાણે ધર્મને કહેતો ભિક્ષ પોતે તકલીફમાં પડતો નથી, કે બીજાને તકલીફમાં નાખતું નથી; તથા કોઈ ભૂતપ્રાણુને પણ પીડા કરતું નથી. આવો ઉપદેશક મહામુનિ, દુઃખમાં પડેલાં સર્વ ભૂતપ્રાણીઓને “અસંદીન” બેટની પેઠે શરણરૂપ થાય છે.” [૧,૬,૧૯૪] સુસંગત તર્કવાદ જ રજૂ કરીને આમજનતામાંથી ભાગ્યે કોઈનું ધર્મપરિવર્તન કરાવી શકાય. આચારાંગસૂત્ર આખું જોઈ જાઓ, ત્યાં તમને દાર્શનિક ચર્ચાને લવલેશ નહિ મળે; પરંતુ આધ્યાત્મિક જીવનમાં ઉપયોગી એવી ઉપરની બધી બાબતેનો ઉપદેશ પહેલેથી છેડે સુધી મળશે. માત્ર, કેટલાક પારિભાષિક શબ્દ બદલાયા હશે એટલું જ. અને અંતિમ મુક્ત દશાના વર્ણનનાં જે વાક્યો તેમાં મળે છે, તે તે ઉપનિષદના કે અદ્વૈત વેદાંતના સિદ્ધાંતને કેટલાં બધાં મળતાં આવે છે? જીવની એકતા કે અનેકતા, ફૂટસ્થ નિત્યતા કે પરિણામી નિત્યતા, જગતનું સત્યત્વ કે મિથ્યાત્વ, એ બધા દાર્શનિક ભેદ ત્યાં ક્યાં ડોકિ પણ કરી શકે છે ? અને, આગળ જણાવ્યું તે પ્રમાણે આચારાંગમાં જ મહાવીરનાં પિતાનાં વાક્યો સંગ્રહાયાં છે એવો સંભવ નજર સામે રાખીએ, તે પછીના લોકોએ ગમે તે લખ્યું હોય પણ જૈન માર્ગે કૈવલ્ય પ્રાપ્ત કરનાર પુરુષની વાણુ ઉપનિષદના ઋષિની વાણીથી ક્યાં જરાય જદી પડે છે? એ વાકળ્યો અહીં ટાંકીને વિરમીશું. જેને તું હણવા માગે છે, તે તું જ છે; જેને તું તાબે કરવા માગે છે, તે પણ તું જ છે; જેને તું પરિતાપ ઉપજાવવા માગે છે, તે પણ તું છે; જેને તું દબાવવા માગે છે, તે પણ તું જ છે; તથા જેને તું જ મારી નાખવા માગે છે; તે પણ તું જ છે. આમ જાણી તે સરળ અને પ્રતિબુદ્ધ માણસ કોઈને હણતા નથી કે હણાવતા નથી.[ ૧, ૫, ૧૬૪] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 194