Book Title: Mahavir Prabhunu Antar Jivan Author(s): Fatehchand Z Shah Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 4
________________ શ્રી મહાવીર પ્રભુનું આંતર જીવન એક [૧૧૩] તેની સાથે કાંઈ લાગતું વળગતું નથી. માત્ર વ્યવહારથી સ્વત્વનું તેમાં આપણું થયેલું છે. એ સત્યને યથાર્થ સમજવાથી તેમની વિવેકદષ્ટિ વિશાળ બની હતી. તે સાથે જ બીજી બાજુએ તેમની માતા-પિતા તરફની અપૂર્વ ભક્તિ, મિત્ર રાજકુમારે સાથે રમવાને સગી પ્રેમ, વડીલ બંધુ નંદિવર્ધન તરફ આજ્ઞાપાલક પણું–વગેરે તેમના પ્રેમના અનેકવિધ દષ્ટતે પુરા પાડે છે. આ રીતે પ્રેમ અને વૈરાગ્ય એ ઉભય વૃત્તિઓને એક જ આત્મામાં પણ આપવા જેટલી સ્યાદ્વાદષ્ટિ અથવા અપૂર્વ સામર્થ વિકાસ પામ્યાં હતાં. આ બધું છતાં તેમનું દષ્ટિબિંદુ-Point of View જગતને સમગ્ર પ્રાણીઓના હિત તરફ ઢળતું હોઈ તેમને આમાં વૈરાગ્યથી વાસિત હતો. મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થાદિ ચારે ભાવનાઓ એમના આત્મામાં વ્યાપક બની હતી. પૂર્વજન્મના ગાઢ પરિચિત સંસ્કારેએ એમની ઉદાર ભાવનાને પોષણ આપ્યું હતું. એમનું લક્ષ્ય એવું સચોટ હતું કે સંસારમાં અનેક લાલચે–Temptations સન્મુખ રહીને આકર્ષણ કરતી હોવા છતાં, રાજકુળમાં અસંખ્ય શ્રેષ્ઠ ભોગ સામગ્રીઓ હોવા છતાં, સ્નેહીજને સંયમ ગ્રહણ કરાવવામાં સ્નેહથી ખેંચાઈ વિદનરૂપ થવા છતાં, અડગપણે વિવેકદ્રષ્ટિને આગળ કરી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમણે વિસ્તારવાળી કરવા માંડી હતી. સુમેરુ ચલિત કરવા જેટલું વીરપ્રભુમાં સામર્થ્ય હોવા છતાં ક્ષમા વીરસ્ય ભૂષણમએ ન્યાયે તેઓ અપ્રતિમ ક્ષમા પ્રાણાંત ઉપસર્ગોમાં પણ રાખી શકતા હતા. દીક્ષા પછી લગભગ છ માસ પર્યત ઉપસર્ગ કરનાર સંગમદેવે સાનુકૂળ અને પ્રતિકૂળપણે ઉપસર્ગો કર્યા પછી શ્રી પ્રભુ વિચાર કરે છે કે “આ બહુલ સંસારી પ્રાણું મારાં નિમિત્તવડે અનેક ભવમાં દુર્ગતિને અધિકારી બને છે!” અને એ વિચારથી નેત્રમાં કરુણારસના અશ્રુઓ જ્યારે દેખાય છે ત્યારે તેમની ક્ષમાની અવધિ છે અન્ય પ્રસંગે ચંડકૌશિક સર્ષને ઉપકાર દષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7