Book Title: Mahavir Prabhunu Antar Jivan Author(s): Fatehchand Z Shah Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 3
________________ [૧૧૨] જૈન દર્શન મીમાંસા વિચારે નિર્દોષ હોય છે, તેની પ્રવૃત્તિ પ્રાણીઓના સમાગમમાં દરેક રીતે આવી સ્વાર્થરહિતપણે તેમના હિતમાં જ લય પામતી હોય છે, અને તેના હૃદયબળમાં અપૂર્વ ઓજસનો સંગ્રહ થયેલ હોય છે, ત્યારે આ ત્રિપુટીના ઐક્યમાંથી અવશ્ય એના હિતકારી વિચારેનું આચારરૂપેસ્થૂળ સ્વરૂપે દ્રષ્ટિગોચર થાય છે અને એ ફળનો આસ્વાદ લેવા પોતે ભાગ્યશાળી બને છે. તેવી જ રીતે શ્રી વીરપરમાત્માએ જગતના પ્રાણીઓ ઉપર અપૂર્વ ઉપકાર કરી એ ફળપ્રાપ્તિથી થતો આનંદ અનુભવ્યો હતો. રંકથી રાય પયંત, કીટથી મનુષ્ય પર્વત, અને એકેંદ્રિયથી પર્ચે દ્રિય પર્યત–એ સર્વનો ઉદ્ધાર કરવાની બુદ્ધિ ઉદ્ભવવી–એ માનવ જન્મનું સરલ રહસ્ય નથી; કિંતુ એ રહસ્ય શ્રમપ્રાપ્ય હોવાથી, વિરલ મનુષ્ય તે પ્રાપ્ત કરે છે. ચર્મદષ્ટિના વિષયને અગોચર એવી જ્ઞાનદષ્ટિ તત્ત્વ સ્વરૂપે–પ્રાપ્ત થવાથી પિતે સંસારના સર્વ પ્રાણીઓને ભયંકર દુઃખના કારાગારમાં સબડેલા જતા હતા, અને તેથી જ તેમને ઉદ્ધાર એમની કરૂણદષ્ટિ ઈચ્છતી હતી. સર્વને ઉદ્ધાર કરવાની ભાવના-આદર્શ વિશાળ પ્રમાણમાં હોઈ શકે, પરંતુ એ ઉદ્ધારની ક્રિયા કાળ સ્વભાવાદિની પરિપકવતારૂપ પાંચ કારણોને આધીન હોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના અનુસારે કાર્યસાધક થાય છે, તેથી જ શ્રી પ્રભુ તેમની વિશ્વવ્યાપી ભાવનાના પ્રમાણમાં ઉદ્ધારક્રિયા અમુક મર્યાદામાં સફળ કરી શક્યા છે. વૈરી ઉપર છેષ નહિ કરે તે કરતાં ઉપકારી ઉપર રાગ નહિ કર–એ આપણી દષ્ટિએ વિશેષ કઠિન લાગે છે. છતાં ઉભય પ્રસંગેમાં તેઓ સમાનપણે જતાં. એમની વિવેકદષ્ટિ સત્ય જ્ઞાનવડે વીર્યમતી બની હતી. જન્મથી જ તેઓ બહિરામભાવની કટિમાં રહેલા પ્રાણીએના વર્તનથી દૂર હતા, એટલે કે તેઓ અંતરાત્મ દૃષ્ટિવાન જન્મથી હતા. ખાવું-પીવું, ભેગમાં નિમગ્ન થવું, પૌગલિક ભોગોથી રાજી થવું, તેમ જ અનિષ્ટ સંગથી ખેદ કરો-વગેરે ક્રિયાઓ આમા નથી, કિંતુ દેહધર્મયુક્ત પૌગલિક ક્રિયા છે. તેમ જ માતા, પિતા, પુત્ર, સ્વજન, કલત્ર, મહેલ, વાડી-વિગેરેને સંબંધ ક્ષણિક છે, આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7