Book Title: Mahavir Prabhunu Antar Jivan
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf
Catalog link: https://jainqq.org/explore/249569/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ [૧૧૦ ] જૈન દર્શન મીમાંસા શ્રીમન્મહાવીર પ્રભુનું આંતર જીવન માનવ જીવન સુખમાં હોય કે દુઃખમાં, જાગતું હોય કે સુતેલું, બહિરાત્મ અવસ્થામાં હોય કે અંતરાત્માપણામાં, વ્યાપારની ધમાલમાં હોય કે ધાર્મિક શાંતિમય જીવન પસાર કરતું હોય, પરંતુ મહાવીર પરમાત્માને દિવ્ય જન્મદિવસ વરસોવરસ આવવાને જ. સૂર્ય ઉગે છે અને અસ્ત થાય છે, ચન્દ્રની કળા વૃદ્ધિ પામે છે અને ક્ષીણ થાય છે. કાળપ્રવાહ અપ્રતિતપણે વહેતો જાય છે, તેમ લગભગ ૨૪૫૦ વર્ષો થયાં ચૈત્ર શુકલ ત્રાદશી વીર જન્મનું નામ સ્મરણ કરાવતી આવે છે, અને આપણું આત્મપ્રદેશને વિવિધ સ્પંદને પ્રેરે છે. આપણને તેનું ભાન થાય કે ન થાય તે પણ તે પુણ્યતિથિ દરેક વરસે આવવાની ને જવાની; પરંતુ જે મનુષ્ય આ મંગળમય દિવસે તેમના સદ્ગણ અને સ્વાશ્રયને વિચાર કરીયાદ કરી આત્માને ઉન્નતિક્રમમાં મુકવાનો પ્રયાસ કરે છે, તેઓએ જ તે પુણ્યતિથિ સાર્થક કરી કહેવાય. જન્મથી માંડીને મુક્તિ પર્યત ઉત્તમ કોટિના મનુષ્ય તરીકે, વિશાળ ધર્મપ્રવર્તક તરીકે, પ્રાણુસેવાના ઉચ્ચ કર્તવ્યના પાલક તરીકે, દીનજને ઉપર કરૂણુવાન તરીકે, કર્મ ઉપર તીકણુતા અને વૈરાગ્યરસને પોષનાર શાંતતાએ ઉભય પરસ્પર વિરોધી ભાવોને પેપનાર તરીકે, મહાત્મા વીર પ્રભુનું અસાધારણ જીવન શું તેમને એકદમ નિષ્કારણ મળી ગયું હતું કે નહિ જ. દરેક આત્માની તેના આસપાસના સંગે તથા તેની આત્મભૂમિકાને ઉત્ક્રાંતિક્રમ (Stage of evolution) હોય છે. પાશ્ચાત્ય ડાર્વિન જે રીતે ઉત્ક્રાંતિવાદ (Theory of evolution ) માને છે, તેથી જુદા જ દષ્ટિબિંદુએ જૈનદર્શન માને છે. ડાર્વિન જ્યારે એમ માને છે કે પ્રગતિ પામેલે આત્મા ફરીથી નીચે ઉતરતો જ નથી, ત્યારે જૈનદર્શનમાં એમ કહેવામાં આવ્યું છે કે એક આત્મા અમુક ગુણોની પ્રાપ્તિવડે ઉચ્ચ ભૂમિકાએ ચડ્યો પરંતુ તે ભૂમિકાને યોગ્ય આત્મ પરિણામ બદલાઈ જતાં તે ભૂમિકાથી ઉતરીને અધઃપતન પામે છે; પરંતુ તે સાથે એ પણ છે કે તે ભૂમિકાના સંસ્કારે વહેલા મોડા Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રભુનું આંતર જીવન * [૧૧૧] તેના પરિપાકકાળે એકદમ ઉગી નીકળે છે અને આખરે તેને ઉચ્ચ ભૂમિકા ઉપર લાવે છે. વસ્તુસ્થિતિ આમ હાઈ આપણે મહાત્મા વીર પ્રભુના પ્રસ્થાન બિન્દુ-Starting point તરફ વિચાર કરતાં, તેમના પ્રસ્તુત ભવથી સત્તાવીશ ભવ પહેલાં તેમણે સખ્યત્વ ગુણ પ્રાપ્ત કરી વિશિષ્ટ પ્રકારને આત્મવિકાસ અનુભવ્યો. આ સમ્યકત્વ ગુણ જ્યાં સુધી પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી કોઈપણ પ્રાણીની જન્મ સંખ્યા ગણવા લાયક થતી નથી. સમ્યકત્વ થયા પછી પ્રાણુ મુક્તિની મર્યાદાવાળા વર્તુળમાં પ્રવેશ કરે છે. જેમ બુદ્ધનું જીવન પ્રથમના જન્મમાં સત્ય, અહિંસા વગેરે દશ પારમિતાના અભ્યાસના ફળરૂપ હતું, તેમ જ શ્રી મહાવીરનું પરમાત્મા તરીકેનું જીવન સત્તાવીશ ભવોમાં જિનભક્તિ, તપશ્ચરણ, દયા અને પંચમહાવ્રતના પાલનના પરિણામરૂપ હતું. તેથી જ શ્રી ઉમાસ્વાતિ વાચકે માવિત માવો say–એ વિશેષણથી તેમને સંબોધ્યા છે. રાજકુમાર નંદના ભવમાં રાજ્યલક્ષ્મીને ઈચ્છાપૂર્વક ત્યાગ કરી ઉગ્ર તપ કરી તીર્થકર પદ પ્રાપ્તિ માટે શુભ કર્માદળ એકઠું કર્યું; એ રીતે દ્રવ્ય અને ભાવથી વિકાસમાં વૃદ્ધિ પામતાં, દેવ તથા મનુષ્ય ગતિના સુખ અનુભવતાં તેમ જ તેથી અલિપ્ત રહી આત્માને ઉત્ક્રાંતિ ક્રમ સાધતાં, છેવટે વીર પ્રભુના ભવ સુધી પહોંચ્યાં. અંતરંગ લક્ષ્મીથી સમૃદ્ધ થયેલા શ્રી મહાવીરના આત્માએ નંદન રાજકુમારના જન્મમાં “સવિ જીવ કરું શાસનરસી ” એ ભાવનાને સર્વાગે પણ આપ્યું હતું અને એજ ભાવનાના બળથી પ્રચંડ પુણ્યના મહાસાગરરૂપ તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું હતું. આ ભાવના– બીજને વૃક્ષરૂપે પ્રાદુર્ભાવ તેમના તીર્થકરને ભવમાં થયે. જન્મથી જ આ ભાવનાને સંગ આત્મા સાથે એવો અવિચળ હતું અને એવા વિચારને ઉભવ કરાવતો હતો કે જ્યારે સંયમ ગ્રહી, કયારે ઉપસર્ગોને સહન કરી, જગતના સર્વ પ્રાણીઓને સંસાર દાવાનળના તાપમાંથી ઉદ્ધાર કરી-શાંતિ આપી સન્માર્ગમાં સ્થિર કરું ! જ્યારે મનુષ્યના Page #3 -------------------------------------------------------------------------- ________________ [૧૧૨] જૈન દર્શન મીમાંસા વિચારે નિર્દોષ હોય છે, તેની પ્રવૃત્તિ પ્રાણીઓના સમાગમમાં દરેક રીતે આવી સ્વાર્થરહિતપણે તેમના હિતમાં જ લય પામતી હોય છે, અને તેના હૃદયબળમાં અપૂર્વ ઓજસનો સંગ્રહ થયેલ હોય છે, ત્યારે આ ત્રિપુટીના ઐક્યમાંથી અવશ્ય એના હિતકારી વિચારેનું આચારરૂપેસ્થૂળ સ્વરૂપે દ્રષ્ટિગોચર થાય છે અને એ ફળનો આસ્વાદ લેવા પોતે ભાગ્યશાળી બને છે. તેવી જ રીતે શ્રી વીરપરમાત્માએ જગતના પ્રાણીઓ ઉપર અપૂર્વ ઉપકાર કરી એ ફળપ્રાપ્તિથી થતો આનંદ અનુભવ્યો હતો. રંકથી રાય પયંત, કીટથી મનુષ્ય પર્વત, અને એકેંદ્રિયથી પર્ચે દ્રિય પર્યત–એ સર્વનો ઉદ્ધાર કરવાની બુદ્ધિ ઉદ્ભવવી–એ માનવ જન્મનું સરલ રહસ્ય નથી; કિંતુ એ રહસ્ય શ્રમપ્રાપ્ય હોવાથી, વિરલ મનુષ્ય તે પ્રાપ્ત કરે છે. ચર્મદષ્ટિના વિષયને અગોચર એવી જ્ઞાનદષ્ટિ તત્ત્વ સ્વરૂપે–પ્રાપ્ત થવાથી પિતે સંસારના સર્વ પ્રાણીઓને ભયંકર દુઃખના કારાગારમાં સબડેલા જતા હતા, અને તેથી જ તેમને ઉદ્ધાર એમની કરૂણદષ્ટિ ઈચ્છતી હતી. સર્વને ઉદ્ધાર કરવાની ભાવના-આદર્શ વિશાળ પ્રમાણમાં હોઈ શકે, પરંતુ એ ઉદ્ધારની ક્રિયા કાળ સ્વભાવાદિની પરિપકવતારૂપ પાંચ કારણોને આધીન હોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના અનુસારે કાર્યસાધક થાય છે, તેથી જ શ્રી પ્રભુ તેમની વિશ્વવ્યાપી ભાવનાના પ્રમાણમાં ઉદ્ધારક્રિયા અમુક મર્યાદામાં સફળ કરી શક્યા છે. વૈરી ઉપર છેષ નહિ કરે તે કરતાં ઉપકારી ઉપર રાગ નહિ કર–એ આપણી દષ્ટિએ વિશેષ કઠિન લાગે છે. છતાં ઉભય પ્રસંગેમાં તેઓ સમાનપણે જતાં. એમની વિવેકદષ્ટિ સત્ય જ્ઞાનવડે વીર્યમતી બની હતી. જન્મથી જ તેઓ બહિરામભાવની કટિમાં રહેલા પ્રાણીએના વર્તનથી દૂર હતા, એટલે કે તેઓ અંતરાત્મ દૃષ્ટિવાન જન્મથી હતા. ખાવું-પીવું, ભેગમાં નિમગ્ન થવું, પૌગલિક ભોગોથી રાજી થવું, તેમ જ અનિષ્ટ સંગથી ખેદ કરો-વગેરે ક્રિયાઓ આમા નથી, કિંતુ દેહધર્મયુક્ત પૌગલિક ક્રિયા છે. તેમ જ માતા, પિતા, પુત્ર, સ્વજન, કલત્ર, મહેલ, વાડી-વિગેરેને સંબંધ ક્ષણિક છે, આત્માને Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર પ્રભુનું આંતર જીવન એક [૧૧૩] તેની સાથે કાંઈ લાગતું વળગતું નથી. માત્ર વ્યવહારથી સ્વત્વનું તેમાં આપણું થયેલું છે. એ સત્યને યથાર્થ સમજવાથી તેમની વિવેકદષ્ટિ વિશાળ બની હતી. તે સાથે જ બીજી બાજુએ તેમની માતા-પિતા તરફની અપૂર્વ ભક્તિ, મિત્ર રાજકુમારે સાથે રમવાને સગી પ્રેમ, વડીલ બંધુ નંદિવર્ધન તરફ આજ્ઞાપાલક પણું–વગેરે તેમના પ્રેમના અનેકવિધ દષ્ટતે પુરા પાડે છે. આ રીતે પ્રેમ અને વૈરાગ્ય એ ઉભય વૃત્તિઓને એક જ આત્મામાં પણ આપવા જેટલી સ્યાદ્વાદષ્ટિ અથવા અપૂર્વ સામર્થ વિકાસ પામ્યાં હતાં. આ બધું છતાં તેમનું દષ્ટિબિંદુ-Point of View જગતને સમગ્ર પ્રાણીઓના હિત તરફ ઢળતું હોઈ તેમને આમાં વૈરાગ્યથી વાસિત હતો. મૈત્રી, પ્રમેહ, કારુણ્ય અને માધ્યસ્થાદિ ચારે ભાવનાઓ એમના આત્મામાં વ્યાપક બની હતી. પૂર્વજન્મના ગાઢ પરિચિત સંસ્કારેએ એમની ઉદાર ભાવનાને પોષણ આપ્યું હતું. એમનું લક્ષ્ય એવું સચોટ હતું કે સંસારમાં અનેક લાલચે–Temptations સન્મુખ રહીને આકર્ષણ કરતી હોવા છતાં, રાજકુળમાં અસંખ્ય શ્રેષ્ઠ ભોગ સામગ્રીઓ હોવા છતાં, સ્નેહીજને સંયમ ગ્રહણ કરાવવામાં સ્નેહથી ખેંચાઈ વિદનરૂપ થવા છતાં, અડગપણે વિવેકદ્રષ્ટિને આગળ કરી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમણે વિસ્તારવાળી કરવા માંડી હતી. સુમેરુ ચલિત કરવા જેટલું વીરપ્રભુમાં સામર્થ્ય હોવા છતાં ક્ષમા વીરસ્ય ભૂષણમએ ન્યાયે તેઓ અપ્રતિમ ક્ષમા પ્રાણાંત ઉપસર્ગોમાં પણ રાખી શકતા હતા. દીક્ષા પછી લગભગ છ માસ પર્યત ઉપસર્ગ કરનાર સંગમદેવે સાનુકૂળ અને પ્રતિકૂળપણે ઉપસર્ગો કર્યા પછી શ્રી પ્રભુ વિચાર કરે છે કે “આ બહુલ સંસારી પ્રાણું મારાં નિમિત્તવડે અનેક ભવમાં દુર્ગતિને અધિકારી બને છે!” અને એ વિચારથી નેત્રમાં કરુણારસના અશ્રુઓ જ્યારે દેખાય છે ત્યારે તેમની ક્ષમાની અવધિ છે અન્ય પ્રસંગે ચંડકૌશિક સર્ષને ઉપકાર દષ્ટિએ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ ( ૧૧૪] જૈન દર્શન મીમાંસા પ્રતિબોધ પમાડવા, તે ઉત્કટ વિષવાળા સર્પની સન્મુખ વનમાં જાય છે તે વખતે તે સર્પ પૂર્વ જન્મના ક્રોધના સંસ્કારથી વીર પ્રભુને સવા તૈયાર થાય છે અને ડેસે છે; છતાં પ્રભુના પ્રત્યેક અણુમાં શાંતિ વ્યાપેલી હોવાથી, તે સર્પ પણ ક્રોધરૂપ વિકારને તજી હંમેશને માટે શાંત બની જાય છે. શ્રી પરમાત્મા પોતે ગ્રહણ કરેલ માર્ગ નિવિદા કરવા અન્ય દર્શનીઓની મિથ્યા માન્યતા ઉપર તિરસ્કાર કે આવેશ ધારણ કરતા નહેતા. તેઓ પોતાની પાસે આવનાર મનુષ્ય પાસે સત્ય હકીકત રજુ કરી ઊંડા સત્યને સમજાવી અસત્યનું ભાન કરાવતા હતા. શ્રી ગૌતમસ્વામી તમામ વેદના અંગેના પરિપૂર્ણ જ્ઞાનવાળા હતા, તેઓ અભિમાનપૂર્વક પ્રભુ સાથે ચર્ચા કરવા આવ્યા. શ્રી પ્રભુએ તેમને મધુર સ્વરથી બોલાવી તેમના મનમાં રહેલા સંશોનું વેદવિહિત વચન દ્વારા જ નિરાકરણ કર્યું અને સત્ય સ્થિતિ પોતાની મેળે જ સમજાય તેવો સંગ-સાધ્યો-એ હૃદય કેટલું વિતી શું હતું –તે સૂચવવા માટે પરતું છે આવા પ્રકારની ઉપદેશ શૈલીને જ તેમણે વારંવાર ગ્રહણ કરી પિતાને મંગલ હેતુ સિદ્ધ કર્યો હતો. “પર પરિણતિ અષપણે ઉવેખતા –એ વાકય જ એમ બતાવે છે કે દોષદષ્ટિને એમની પાસે અવકાશ નહતો. તેઓ અટાર દેષ રહિત હોઇ ત્રિભુવનમાં દેવાધિદેવ કહેવાયા છતાં અન્ય વ્યક્તિઓને હલકી માનવા જેટલું તેમનું હૃદયબળ તુચ્છ નહોતું અથવા અભિમાન વૃત્તિને સદંતર નાશ કરનાર એવા એમને માટે, એવી તુચ્છ વૃત્તિના વિચારને સંભવ પણ કેમ હોય! તેથી જ આપણા જેવા પ્રાકૃત પ્રાણીઓથી બેલાઈ જવાય છે કે " सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदं " શ્રી વીરને ઉપદેશ અને તે ઉપદેશને અક્ષર દેહ-શાસ્ત્રો, દુનિયાને શાંતિમાં પરિણામ કરાવવા અર્થે છે. પ્રાણીઓના વિકારોને શાંત કરી હૃદયને ઉન્નત બનાવી તેઓ આ સંસારની આધિ, વ્યાધિ ને ઉપાધિમાંથી Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીરપ્રભુનું આંતર જીવન * [ ૧૧૫ ] મુક્ત થઇ આત્મજ્ઞાનરૂપ બળ પ્રાપ્ત કરે, ગમે તેવા વિકટ પ્રસંગેામાં મુંઝાવાનું ભૂલી જઈ સમતા અને શુભ આચરણમાં મગ્ન રહેવાનુ શીખે અને સ્વકર્તવ્યપરાયણ રહી સ્વાવલંબન (Self reliance )ના ઉચ્ચ સિદ્ધાંતનું પાલન કરે. શ્રી મહાવીરના પુણ્ય સચયે તેમનું ખાદ્યવન આશ્ચય કારક સ્વરૂપમાં. ઘટમાન કર્યુ” હતું. તેમની સુવર્ણ વર્ણ દેહલતા, વઋષભનારાય સયણ અને સમવસરણગત ભવ્ય સિંહાસનાદિ સમૃદ્ધિ, દેવાની સતત હાજરી અને સેવા, વગેરેએ જગને આશ્ચર્યમુગ્ધ કર્યું હતુ. જો કે પોતે તેા આટલી બધી બાહ્ય સમૃદ્ધિ વચ્ચે રહેવા છતાં જલ પંકજની પેઠે ન્યારા હતા. એમનું વિશાળ જ્ઞાનદષ્ટિમય જીવન હતું. આ રીતે આંતરજીવનની સમૃદ્ધિએને એક સમયાવચ્છેદે ભોગવટા કરનાર પરમાત્મા તરીકે આ પૃથ્વીપીઠ ઉપર તેમનુ અવતાર કૃત્ય હતું. એમની દેશના સાંભળતાં ક્રોધી મનુષ્યોને ક્રોધ વિલય પામે છે. ગવિષ્ટ મનુષ્યાનું માન ગળી જાય છે. કપટી મનુષ્યોની વક્રતા ટળી જાય છે અને લાભ અદૃશ્ય થઇ સતાપ પ્રકટે છે. કના આવેગ તરફ તીક્ષ્ણતા અને સંગમદેવ તરફ કરુણા-એ ઉભય પરસ્પર વિરોધી ભાવેાને ગંભીરતાથી સાચવનાર શ્રી મહાવીરે આ જનતા વૈદિકકાળમાં યજ્ઞ યાગાદ્રિારા પશુઓની હિંસામાં જે અનુરક્ત હતી તેને અહિંસા પરમો ધર્મ ના ઉચ્ચ સિદ્ધાંત સમજાવી ભૂતદયા તરફ વાળી. આત્મપરાયણ કરી ભાગ અને ત્યાગ, ગૃહસ્થાશ્રમ અને યોગીપણું, પ્રવૃત્તિ અને નિવૃત્તિ, જ્ઞાન અને ક્રિયા, ભક્તિ અને વૈરાગ્ય, એ તમામ દ્રુોનાં સ્થાને ભવિષ્યના સમાજને માટે નક્કી કર્યા. લાકમાન્ય તિલકે પણ વૈદિક ધર્મોં ઉપર ‘અહિંસા પરમો ધર્મ:'ની સચેટ અસર કરનાર તરીકે શ્રી મહાવીને ખુલ૬ અવાજે કબુલ કરેલા છે. જગતના મનુષ્યા તરફ વિશાળ દૃષ્ટિબિંદુ–Comprehensive sight Fulness વાળા વિરાટ્ સ્વરૂપ પરમાત્મા મહાવીરની માત્ર ઝાંખી Page #7 -------------------------------------------------------------------------- ________________ [ 116 ] આપણે કરી શકીએ. તેમણે માત્ર શરીર ઉપર નહિ, પ્રજા ઉપર નહિ મન ઉપર નહિ, તેમ જ હૃદય ઉપર નહિ, પરંતુ આત્મા ઉપર સામ્રાજ્ય મેળવ્યું હતું અને “જિનવરમાં સઘળાં દર્શન છે” એ વચનો દ્વારા સર્વાગે વિશાળ દાર્શનિક જીવન જીવ્યા હતા. એમનું જીવન આ જમાનાના પ્રાણીઓને લાભકારક થાય તે ખાતર વિવિધ દષ્ટિબિંદુથી “બુદ્ધલીલા સાર સંગ્રહ” જેવા પુસ્તકની શૈલિ અનુસારે સાક્ષ તરફથી લખાય, તે આર્યજનતાને પરમાત્મા મહાવીરના સર્વગ્રાહી જીવનની સમજ પડે, તેમજ પરમાત્મા મહાવીર માત્ર સંસારની અસારતા રૂપ વૈરાગ્યમય જીવન જ જીવ્યા હતા એ એકાંત આક્ષેપ કરનાર મનુષ્યને ખ્યાલ આવે કે “તેમનું જીવન અનેક દષ્ટિબિંદુઓથી પરિપૂર્ણ મહાસાગર જેવું હતું, જેથી પૌત્ય તેમજ પાશ્ચાત્ય મનુષ્ય તેમના જીવનના વિવિધ પ્રસંગો વડે આત્મશ્રેય સાધી શકે, આ, પ્ર. વિ. સં. 1981