Book Title: Mahavir Prabhunu Antar Jivan
Author(s): Fatehchand Z Shah
Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf

View full book text
Previous | Next

Page 1
________________ [૧૧૦ ] જૈન દર્શન મીમાંસા શ્રીમન્મહાવીર પ્રભુનું આંતર જીવન માનવ જીવન સુખમાં હોય કે દુઃખમાં, જાગતું હોય કે સુતેલું, બહિરાત્મ અવસ્થામાં હોય કે અંતરાત્માપણામાં, વ્યાપારની ધમાલમાં હોય કે ધાર્મિક શાંતિમય જીવન પસાર કરતું હોય, પરંતુ મહાવીર પરમાત્માને દિવ્ય જન્મદિવસ વરસોવરસ આવવાને જ. સૂર્ય ઉગે છે અને અસ્ત થાય છે, ચન્દ્રની કળા વૃદ્ધિ પામે છે અને ક્ષીણ થાય છે. કાળપ્રવાહ અપ્રતિતપણે વહેતો જાય છે, તેમ લગભગ ૨૪૫૦ વર્ષો થયાં ચૈત્ર શુકલ ત્રાદશી વીર જન્મનું નામ સ્મરણ કરાવતી આવે છે, અને આપણું આત્મપ્રદેશને વિવિધ સ્પંદને પ્રેરે છે. આપણને તેનું ભાન થાય કે ન થાય તે પણ તે પુણ્યતિથિ દરેક વરસે આવવાની ને જવાની; પરંતુ જે મનુષ્ય આ મંગળમય દિવસે તેમના સદ્ગણ અને સ્વાશ્રયને વિચાર કરીયાદ કરી આત્માને ઉન્નતિક્રમમાં મુકવાનો પ્રયાસ કરે છે, તેઓએ જ તે પુણ્યતિથિ સાર્થક કરી કહેવાય. જન્મથી માંડીને મુક્તિ પર્યત ઉત્તમ કોટિના મનુષ્ય તરીકે, વિશાળ ધર્મપ્રવર્તક તરીકે, પ્રાણુસેવાના ઉચ્ચ કર્તવ્યના પાલક તરીકે, દીનજને ઉપર કરૂણુવાન તરીકે, કર્મ ઉપર તીકણુતા અને વૈરાગ્યરસને પોષનાર શાંતતાએ ઉભય પરસ્પર વિરોધી ભાવોને પેપનાર તરીકે, મહાત્મા વીર પ્રભુનું અસાધારણ જીવન શું તેમને એકદમ નિષ્કારણ મળી ગયું હતું કે નહિ જ. દરેક આત્માની તેના આસપાસના સંગે તથા તેની આત્મભૂમિકાને ઉત્ક્રાંતિક્રમ (Stage of evolution) હોય છે. પાશ્ચાત્ય ડાર્વિન જે રીતે ઉત્ક્રાંતિવાદ (Theory of evolution ) માને છે, તેથી જુદા જ દષ્ટિબિંદુએ જૈનદર્શન માને છે. ડાર્વિન જ્યારે એમ માને છે કે પ્રગતિ પામેલે આત્મા ફરીથી નીચે ઉતરતો જ નથી, ત્યારે જૈનદર્શનમાં એમ કહેવામાં આવ્યું છે કે એક આત્મા અમુક ગુણોની પ્રાપ્તિવડે ઉચ્ચ ભૂમિકાએ ચડ્યો પરંતુ તે ભૂમિકાને યોગ્ય આત્મ પરિણામ બદલાઈ જતાં તે ભૂમિકાથી ઉતરીને અધઃપતન પામે છે; પરંતુ તે સાથે એ પણ છે કે તે ભૂમિકાના સંસ્કારે વહેલા મોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7