Book Title: Mahavir Prabhunu Antar Jivan Author(s): Fatehchand Z Shah Publisher: Z_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf View full book textPage 2
________________ શ્રી મહાવીર પ્રભુનું આંતર જીવન * [૧૧૧] તેના પરિપાકકાળે એકદમ ઉગી નીકળે છે અને આખરે તેને ઉચ્ચ ભૂમિકા ઉપર લાવે છે. વસ્તુસ્થિતિ આમ હાઈ આપણે મહાત્મા વીર પ્રભુના પ્રસ્થાન બિન્દુ-Starting point તરફ વિચાર કરતાં, તેમના પ્રસ્તુત ભવથી સત્તાવીશ ભવ પહેલાં તેમણે સખ્યત્વ ગુણ પ્રાપ્ત કરી વિશિષ્ટ પ્રકારને આત્મવિકાસ અનુભવ્યો. આ સમ્યકત્વ ગુણ જ્યાં સુધી પ્રાપ્ત થયું નથી ત્યાં સુધી કોઈપણ પ્રાણીની જન્મ સંખ્યા ગણવા લાયક થતી નથી. સમ્યકત્વ થયા પછી પ્રાણુ મુક્તિની મર્યાદાવાળા વર્તુળમાં પ્રવેશ કરે છે. જેમ બુદ્ધનું જીવન પ્રથમના જન્મમાં સત્ય, અહિંસા વગેરે દશ પારમિતાના અભ્યાસના ફળરૂપ હતું, તેમ જ શ્રી મહાવીરનું પરમાત્મા તરીકેનું જીવન સત્તાવીશ ભવોમાં જિનભક્તિ, તપશ્ચરણ, દયા અને પંચમહાવ્રતના પાલનના પરિણામરૂપ હતું. તેથી જ શ્રી ઉમાસ્વાતિ વાચકે માવિત માવો say–એ વિશેષણથી તેમને સંબોધ્યા છે. રાજકુમાર નંદના ભવમાં રાજ્યલક્ષ્મીને ઈચ્છાપૂર્વક ત્યાગ કરી ઉગ્ર તપ કરી તીર્થકર પદ પ્રાપ્તિ માટે શુભ કર્માદળ એકઠું કર્યું; એ રીતે દ્રવ્ય અને ભાવથી વિકાસમાં વૃદ્ધિ પામતાં, દેવ તથા મનુષ્ય ગતિના સુખ અનુભવતાં તેમ જ તેથી અલિપ્ત રહી આત્માને ઉત્ક્રાંતિ ક્રમ સાધતાં, છેવટે વીર પ્રભુના ભવ સુધી પહોંચ્યાં. અંતરંગ લક્ષ્મીથી સમૃદ્ધ થયેલા શ્રી મહાવીરના આત્માએ નંદન રાજકુમારના જન્મમાં “સવિ જીવ કરું શાસનરસી ” એ ભાવનાને સર્વાગે પણ આપ્યું હતું અને એજ ભાવનાના બળથી પ્રચંડ પુણ્યના મહાસાગરરૂપ તીર્થકર નામકર્મનું ઉપાર્જન કર્યું હતું. આ ભાવના– બીજને વૃક્ષરૂપે પ્રાદુર્ભાવ તેમના તીર્થકરને ભવમાં થયે. જન્મથી જ આ ભાવનાને સંગ આત્મા સાથે એવો અવિચળ હતું અને એવા વિચારને ઉભવ કરાવતો હતો કે જ્યારે સંયમ ગ્રહી, કયારે ઉપસર્ગોને સહન કરી, જગતના સર્વ પ્રાણીઓને સંસાર દાવાનળના તાપમાંથી ઉદ્ધાર કરી-શાંતિ આપી સન્માર્ગમાં સ્થિર કરું ! જ્યારે મનુષ્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7