Book Title: Maharaja Jaysinh Siddharaj na Chandina Sikka Author(s): Amrut Pandya Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf View full book textPage 5
________________ ૧૦૬ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ કેટલાક જુના સિક્કા શ્રી ભાઈલાલભાઈને દેખાડવા લાવેલા તેમાં ચાંદીના થોડાક નાના નાના સિક્કાઓ પણ હતા જેમનો ફોટોગ્રાફ નીચે આપ્યો છે: સિક્કાઓની આગલી બાજુએ હાથીની આકૃતિ છે જે લક્ષ્મીનું પ્રતીક હોઈ શકે. પાછલી બાજુએ લખાણની ત્રણ લીટીઓ છે જેમાંની પહેલીમાં કંઈક “શ્રી” જેવું વંચાય છે. આ સિવાય બીજા અક્ષર કપાઈ ગયા છે. બીજી લીટીમાં શ્રીન જ્ઞાતિ આ નામ ૧૧-૧૨મા સૈકાની ગુજરાતમાં પ્રચલિત જાની નાગરી લિપિમાં વંચાય છે અને ત્રીજી લીટીના અક્ષરો કપાઈ ગયા છે. દરેક સિકકાનો સરેરાશ વ્યાસ ૮ MM. (આ. "). દરેક સિક્કાનું સરેરાશ વજન ૭૮૧૫ ગ્રેન. શ્રી આચાર્ય ઉલેખેલા નાના તાંબાના હોડીવાળા સંગ્રહના અપ્રગટ સિક્કા જે “સિંહ”ના હતા તે જ રાજાના આ ચાંદીના સિક્કા આપણને મળી આવ્યા હોય એમ લાગે છે. આ સિક્કાઓમાંનો જયસિંહ તે ગુજરાતનો જયસિંહ સિદ્ધરાજ હતો કે કોઈ બીજો રાજા હતો તે આપણે પહેલાં તપાસી લેવું ઘટે. આપણા દેશના ઈતિહાસમાં જયસિંહ નામના અનેક રાજાઓ થયા છે તેમાંના ઓછામાં ઓછા ૨૦ જેટલા જયસિંહો તો ઠીક ઠીક જાણીતા છે. એમાંના સિંધ (ઈ. ૭૧૭-૭૨૪), કાશ્મીર (૧૧૨૮-૫૧), આ% (૬૩૩-૬૬૩) અને કર્ણાટક (૫૦૦, ૬૭૧-૯૨, ૧૦૧૮–૧૦૪૩, ૧૦૭૯-૧૦૮૧) ના જયસિંહોને આપણે જતા કરીશું કારણ કે આ રાજાઓ તો જે જૂની નાગરી લિપિ આપણને પ્રસ્તુત સિક્કાઓના લખાણમાં મળી આવી છે તે પ્રચલિત થતાં પહેલાં થયેલા અગર તો તેઓ જે પ્રદેશોમાં થયેલા ત્યાં નાગરી લિપિનું પ્રચલન રહ્યું નહોતું, દાઇ ત આલ્બ, કર્ણાટક, વગેરે. એટલે આ લિપિનો મુદ્દો તથા પ્રાદેશિક સાનિધ્ય જોતાં પ્રસ્તુત સિકકાઓની બાબતમાં આપણે નીચેના જયસિંહોને લગતી વિચારણા જ ચલાવવાની રહે છે. ડાહલ (મધ્યપ્રદેશનો નર્મદાકાંઠો) સિંહદેવ હૈહય (ઈ. ૧૧૭૦-૧૧૮૦) : આ રાજાના સમયના જે કે ચાર ઉકીર્ણલેખો મળી આવ્યા છે (કલચૂરી સં૦૯૨૬ના રીવાનાં તામ્રપત્રો, ઈન્ડિયન એન્ટીકવરી ૧૮, પા. ૨૨૪-૨૭; ક સં૦ ૯૨૮નો તેવરનો શિલાલેખ, એપી ઈન્ડિ. ૨,૧૭; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10