Book Title: Maharaja Jaysinh Siddharaj na Chandina Sikka
Author(s): Amrut Pandya
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 4
________________ મહારાજા સિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા ૧૦૫ ઝાન્સીના સોનાના સિકકાઓની આકૃતિ અને તેમાં આપેલ રાજાનું નામ આ પ્રમાણે છે: યુ. પી. માં ઝાસી પાસે પંડવાહા ગામે મળી આવેલા સિદ્ધરાજ'ના સોનાના સિક્કા : મૂળ આકાર પ્રમાણે. ઝાસીના સિક્કાઓમાં “સિદ્ધરાજ: નામ જે અક્ષરશૈલીમાં છે તે અક્ષરશેલી ગુજરાત અને તેની પાડોશના પ્રદેશોમાં પ્રચલિત તત્કાલીન અક્ષરશૈલી કરતાં મરોડમાં જરા જુદી પડે છે. ત્યારે શું ઝાન્સીના સિક્કાવાળો સિદ્ધરાજ તે ગુજરાતના સિદ્ધરાજ જયસિંહને બદલે મધ્ય કે પૂર્વ હિંદ તરફનો કોઈ બીજો સિદ્ધરાજ હતો ? પણ હકીકત એ છે કે ઈતિહાસકારોને અત્યાર સુધી ગુજરાતના સિદ્ધરાજ સિવાય આ નામનો કોઈ બીજો રાજા રહ્યો હોવાનું પ્રમાણ હજુ સુધી મળ્યું નથી (ભારતવર્ષ મધ્યયુગીન વારિત્રોરા, . ત્રિાવ, gf, ૧૯૩૭, g૦૮૦૮-૮૦૯). વળી સિદ્ધરાજ જયસિંહનું સામ્રાજ્ય ઝાન્સી(બુડેલખંડ, પ્રાચીન નામ જેજકભૂતિ)ની લગભગ સુધી પ્રસરેલું હતું તે એક હકીકત છે. પ્રો. હોડીવાલાના સિક્કા સંગ્રહમાંના શ્રીમકનસિંદુ નામવાળા તાંબાના નાના નાના જે સિક્કાઓનો ઉલ્લેખ શ્રી આચાર્યો કર્યો છે તેમના વિષે કોઈ લેખ કે તેમના ચિત્રો પ્રગટ થયાનું જાણવામાં નથી. વલ્લભવિદ્યાનગરના સંસ્થાપક અધ્યક્ષ તથા નવી સ્થપાયેલી સરદાર વલ્લભભાઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ભાઈલાલભાઈ પટેલ ગુજરાતના ઇતિહાસ તથા તેની સાંસ્કૃતિક ઉન્નતિમાં ઊંડો રસ ધરાવે છે અને એના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે. મુંબઈગેઝેટિયર ૧૮૯૬માં પ્રગટ થયું ત્યાર પછીના ૬૦ વર્ષના ગાળામાં ગુજરાતના ઇતિહાસને લગતી જે નવી સામગ્રી મળી આવી છે તે ફરી તપાસાય અને તેના આધારે ગુજરાતનો એક બહ૬ ઇતિહાસ તૈયાર થાય તે તેમની એક મહત્ત્વાકાંક્ષા છે અને પ્રવીણતા મેળવીને ભારતની પ્રાચીન લિપિઓના વાંચનમાં ગુજરાતના પ્રાચીન લેખો તેઓ પોતે ફરીથી તપાસી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસના જે જે પ્રકરણો અંધારામાં છે તેમના પર પ્રકાશ પથરાય તેવી ઐતિહાસિક સામગ્રી મેળવવા માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. સોલંકીઓના સિકકા મળે તેના માટે તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આ વિષે તપાસ ચલાવે છે. વલ્લભવિદ્યાનગરની કોલેજમાં ભણત વિદ્યાર્થીઓ તેમના પોતાના ગામમાં જે ઐતિહાસિક અવશેષો કે સામગ્રી હોય તેમની માહિતી આપે તેવી સૂચના તેઓએ કરી છે અને તેથી મૂલ્યવાન ઐતિહાસિક માહિતી અવારનવાર મળ્યા કરે છે. વલ્લભવિદ્યાનગરની એક કોલેજમાં ભણતા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામ(કલોલ–વીજાપુર રેલવેલાઈન પર વીજાપુર આવતાં આ સ્ટેશન પહેલાં આવે છે અને ખડાયતાઓનાં વામ ખડાત-મહુડી જવા માટે લોકો અહીં ઊતરે છે)ના શ્રી મોરલીધર મંગળદાસ શાહ નામના વિદ્યાર્થી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10