Book Title: Maharaja Jaysinh Siddharaj na Chandina Sikka
Author(s): Amrut Pandya
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ૧૦૮ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જયસિંહ”ના પ્રસ્તુત સિક્કા તાંબુ અને ચાંદી એમ બે ધાતુઓના મળી આવતાં સૂચન મળે છે કે આ પ્રકારના સિક્કા રીતસરના નાણાંકીય ચલણ માટે જ પાડવામાં આવ્યા હતા. વળી બંને પ્રકારના સિકકા ગુજરાતમાં જ મળી આવ્યા છે. આ વસ્તુ સૂચન કરે છે કે આ સિક્કા ગુજરાતના જ કોઈ જયસિંહ' નામના મોટા રાજાના જ હોવા જોઈએ. સિકકાઓ પર “શ્રીમસિંહ' નામ જૂની નાગરી લિપિમાં છે અને તેનો “જ” અક્ષર જે આકારનો છે તે જોતાં કહી શકાય કે આ રાજા ૧૦માથી ૧૫મા સૈકા સુધીમાં થયો હોવો જોઈએ. ૧૯૫૪ની નાતાલમાં અમદાવાદ ખાતે ભરાયેલી ભારતીય ઇતિહાસ પરિષદના અધિવેશન પ્રસંગે ભરાયેલા પ્રદર્શનમાં આ સિકકાઓના મોટા ફોટોગ્રાફ મૂકવામાં આવેલા તે વખતે ગુજરાતના પ્રાચીન જૈન સાહિત્યના પ્રકાર્ડ વિદ્વાન મુનિ શ્રી પુણ્યવિજયજીએ આ સિક્કાઓનાં લખાણમાં જે “શ્રી” શબ્દ છે. તે જયસિંહ સિદ્ધરાજની સમકાલીન હતપ્રતોમાં “શ્રી”નો જેવો આકાર મળી આવે છે તેવો જ આકાર પ્રસ્તુત સિક્કાઓમાંના “શ્રી”નો હોવાનો અભિપ્રાય આપેલો. - ભારતીય નિષ્કવિદ્યા પરિષદના મુખપત્રના હાલમાં પ્રગટ થયેલા તેના અંક(પુ. ૧૬ ભા. ૨, પા. ર૬૩-૪)ના Miscellanea મથાળા હેઠળ સિક્કાઓને લગતી જે નવી શોધોની સંક્ષિપ્ત માહિતી પ્રગટ થઈ છે તેમાં The Coins of Jayasimha' આ નોંધમાં મેં પ્રસ્તુત સિક્કાઓનો ટૂંક પરિચય રજૂ કરતાં તે સિંહ સિદ્ધરાજના હોવાનું જણાવ્યું છે. એની નીચે આ પ્રમાણેની તંત્રીનોંધ અપાઈ છે : “Dr. U. P. Shah has suggested to us that these coins might belong to Jayasimha or Jayatsimha, who for some time usurped the Chaulukyan throne after Ajayapāla. A copper-plate charter of this ruler was obtained from Kadi, North Gujarat, dated in the year 1280 V. S. (Indian Antiquary, VI, p. 196), where we have in the last line Srimajjayasimhadevasya.-Editor." આ રાજાનું એક માત્ર તામ્રપત્ર મળી આવ્યું છે તે વાંચનાર જાણીતા વિદ્વાન ડૉ. મ્યુલરે જણાવ્યું છે: “Our grant No. 4 was issued by a Chaulukya ruler, Jayantasimha, who describes himself in the following terms.... This vain-glorious passage is preceded by the usual vamśāvali, beginning with Mūlarāja I, and ending with Bhimadeva II. But after naming the latter and giving his titles, and just before the enumeration of Jayantasimha's own titles, follow the significant words tadanantaram sthāne, 'after him (Bhima) in (his) place.' Considering these statements, and the further assertion, in the preamble to the grant, that Jayantasimha ruled over the Vardhipathaka and the Gambhūtā pathaka, it is evident that he was a usurper who supplanted Bhima for a time. As one of Bhīma's own grants (No. 5) is dated in 1283 Vikrama and from Anahilapāțaka, it follows that Jayantasimha, who dates his grant in 1280 Vikrama, must have been ejected by the rightful owner soon after issuing the grant.” (Indian Antiquary, VI, 1877, P. 188). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10