Book Title: Maharaja Jaysinh Siddharaj na Chandina Sikka
Author(s): Amrut Pandya
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 1
________________ મહારાજા જયાસહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા શ્રીઅમૃત પંડ્યા સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. હેમચંદ્રરાય પોતાના ગ્રંથ ‘ઉત્તર ભારતનો રાજવંશી ઇતિહાસ'માં લખે છે: “ ભારતીય કૃતિહાસના પૂર્વ મધ્યકાળમાં રાજ્ય કરી ગયેલા અનેક રાજવંશોના મુકાબલે ગુજરાતસૌરાષ્ટ્રના ચૌલુક્યો (સોલંકી) ના ઇતિહાસ માટે જોઇતી સામગ્રીની ઊણપ નથી. આ વંશના રાજાઓના સંખ્યાબંધ ઉત્કીર્ણ લેખો મળી આવ્યા હોય એટલું જ નહિ પણ એથી ય વધુ મહત્ત્વની વાત તો આ છે કે તારીખો સાથે એમના જીવનપ્રસંગોનું વર્ણન કરતા અનેક જૈન પ્રબંધો પણ આપણને ઉપલબ્ધ છે’ (The Dynastic History of Northern India, Vol. II, Calcutta, 1936, P. 933). આ હકીકત છતાં સોલંકીઓની ઇતિહાસસામગ્રીની એક ઘણી જ મોટી ઊણપ છે તે ડૉ॰ હસમુખ સાંકળીઆના શબ્દોમાં કહીએ તો, “ અનહિલ્લવાડના ચૌલુક્યોના સિક્કા મળતા નથી એ વાત કંઈક આશ્ચર્યકારક તો ખરી. આવડું વિશાળ અને સમૃદ્ધ સામ્રાજ્ય ધરાવતા રાજકર્તાઓને તેમનું પોતાનું ચલણ તો અવશ્ય રહ્યું જ હશે. ” (Archaeology of Gujarat, Bombay, 1941, P. 190). દ્ર અનહિલ્લપુરના આ ચૌલુક્યોને તેમનું પોતાનું ચલણ હતું તેની સાક્ષી તેમનું સમકાલીન સાહિત્ય પૂરે છે. શ્રીહેમચંદ્રાચાર્યકૃત યાશ્રયમાં આ ચલણના સિક્કા હોવાની નોંધ વિષે શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ ધ્યાન દોર્યું હતું (· સંસ્કૃત યાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ', અમદાવાદ, ૧૯૪ર, પા. ૩૧). શ્રીધરાચાર્યકૃત ગણિતસારની એક જૂની ગુજરાતી ટીકામાં સોલંકીઓના સમયે પ્રચલિત સિક્કાઓને લગતી કેટલીક માહિતી ડૉ ભોગીલાલ સાંડેસરાએ શોધી કાઢી હતી (J. Numismatic Society of India, VIII, 1948, P. 138). ન્યુમીસ્મેટીક સોસાયટી ઑફ ઇન્ડિયા (ભારતીય નિષ્કુવિદ્યા પરિષદ)ના ગ્વાલિયર ખાતેના ૪૨મા અધિવેશનના પ્રમુખ તરીકેના તેમના ભાષણમાં સ્વર્ગસ્થ શ્રી રણછોડલાલ જ્ઞાનીએ તાજેતરમાં શોધાયેલ અલાઉદ્દીન ખિલજીની ટંકશાળના અધિકારી શ્રી કકુર ફેકૃત ‘ દ્રવ્યપ્રકાશ' નામક હસ્તપ્રતમાં કેટલાક સોલંકી રાજાઓના ખાસ સિક્કાઓનું વર્ણન હોવાની વાત જણાવી હતી (Ibid, XIV, 1952, P. 155). ડૉ ઉમાકાંત શાહે હાલમાં આ સિક્કાઓને લગતી કેટલીક નવી માહિતી જૂના સાહિત્યમાંથી શોધી કાઢી છે. (Numismatic Data from Early Jain Literature', J. of M. S. University of Baroda, III, 1, 1954, P. 57, તથા મને રૂમમાં જણાવેલી કેટલીક માહિતી). 4 આ પ્રમાણે સોલંકી રાજવંશને પોતાનું ચલણ હતું એ વાત નિર્વિવાદ છે. ૧. આ ‘ સોલંકીઓ ’ ઉપરાંત ગુજરાતના ઇતિહાસમાં બીજા ‘ ચાલુક્ય ’ વંશો પણ થયા છે, દા ત॰ ઊના—દેલવાડાના તામ્રપત્રો આપનાર ચાલુકયો તથા સોલંકીઓનો જ સમકાલીન લાટનો ચાલુકય વંશ. દક્ષિણનાં ચાલુકયો તો જાણીતા જ છે. સોલંકીવંશ વિષે નોંધપાત્ર બીના આ છે કે તેઓ પોતાના લેખોમાં પોતાને ચાલુક્યને બદલે * ચૌલુકય ’ લખે છે. આ ઉપરથી ઇતિહાસકારો સોલંકીઓને ‘ ચૌલુક્ય ’ લખે છે. આ છતાં ‘ ચાલુક્ય ’ અને · ચૌલુકય ’ નામો સમાન જેવાં હોવાથી તેમને ઇતિહાસકારો અનહિલ્લપુરના ચૌલુક્યો ' પણ કહે છે. ગુજરાતમાં તેઓ પરંપરાગત કથાઓ પ્રમાણે ‘ સોલંકી ' કહેવાય છે, સમકાલીન જૈનપ્રબંધો તથા બીન સાહિત્યમાં પણ તેમને ‘ચૌલુકય ’ કહ્યા છે. f Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10