Book Title: Maharaja Jaysinh Siddharaj na Chandina Sikka
Author(s): Amrut Pandya
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Catalog link: https://jainqq.org/explore/211656/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહારાજા જયાસહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા શ્રીઅમૃત પંડ્યા સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉ. હેમચંદ્રરાય પોતાના ગ્રંથ ‘ઉત્તર ભારતનો રાજવંશી ઇતિહાસ'માં લખે છે: “ ભારતીય કૃતિહાસના પૂર્વ મધ્યકાળમાં રાજ્ય કરી ગયેલા અનેક રાજવંશોના મુકાબલે ગુજરાતસૌરાષ્ટ્રના ચૌલુક્યો (સોલંકી) ના ઇતિહાસ માટે જોઇતી સામગ્રીની ઊણપ નથી. આ વંશના રાજાઓના સંખ્યાબંધ ઉત્કીર્ણ લેખો મળી આવ્યા હોય એટલું જ નહિ પણ એથી ય વધુ મહત્ત્વની વાત તો આ છે કે તારીખો સાથે એમના જીવનપ્રસંગોનું વર્ણન કરતા અનેક જૈન પ્રબંધો પણ આપણને ઉપલબ્ધ છે’ (The Dynastic History of Northern India, Vol. II, Calcutta, 1936, P. 933). આ હકીકત છતાં સોલંકીઓની ઇતિહાસસામગ્રીની એક ઘણી જ મોટી ઊણપ છે તે ડૉ॰ હસમુખ સાંકળીઆના શબ્દોમાં કહીએ તો, “ અનહિલ્લવાડના ચૌલુક્યોના સિક્કા મળતા નથી એ વાત કંઈક આશ્ચર્યકારક તો ખરી. આવડું વિશાળ અને સમૃદ્ધ સામ્રાજ્ય ધરાવતા રાજકર્તાઓને તેમનું પોતાનું ચલણ તો અવશ્ય રહ્યું જ હશે. ” (Archaeology of Gujarat, Bombay, 1941, P. 190). દ્ર અનહિલ્લપુરના આ ચૌલુક્યોને તેમનું પોતાનું ચલણ હતું તેની સાક્ષી તેમનું સમકાલીન સાહિત્ય પૂરે છે. શ્રીહેમચંદ્રાચાર્યકૃત યાશ્રયમાં આ ચલણના સિક્કા હોવાની નોંધ વિષે શ્રી રામલાલ ચુનીલાલ મોદીએ ધ્યાન દોર્યું હતું (· સંસ્કૃત યાશ્રય કાવ્યમાં મધ્યકાલીન ગુજરાતની સામાજિક સ્થિતિ', અમદાવાદ, ૧૯૪ર, પા. ૩૧). શ્રીધરાચાર્યકૃત ગણિતસારની એક જૂની ગુજરાતી ટીકામાં સોલંકીઓના સમયે પ્રચલિત સિક્કાઓને લગતી કેટલીક માહિતી ડૉ ભોગીલાલ સાંડેસરાએ શોધી કાઢી હતી (J. Numismatic Society of India, VIII, 1948, P. 138). ન્યુમીસ્મેટીક સોસાયટી ઑફ ઇન્ડિયા (ભારતીય નિષ્કુવિદ્યા પરિષદ)ના ગ્વાલિયર ખાતેના ૪૨મા અધિવેશનના પ્રમુખ તરીકેના તેમના ભાષણમાં સ્વર્ગસ્થ શ્રી રણછોડલાલ જ્ઞાનીએ તાજેતરમાં શોધાયેલ અલાઉદ્દીન ખિલજીની ટંકશાળના અધિકારી શ્રી કકુર ફેકૃત ‘ દ્રવ્યપ્રકાશ' નામક હસ્તપ્રતમાં કેટલાક સોલંકી રાજાઓના ખાસ સિક્કાઓનું વર્ણન હોવાની વાત જણાવી હતી (Ibid, XIV, 1952, P. 155). ડૉ ઉમાકાંત શાહે હાલમાં આ સિક્કાઓને લગતી કેટલીક નવી માહિતી જૂના સાહિત્યમાંથી શોધી કાઢી છે. (Numismatic Data from Early Jain Literature', J. of M. S. University of Baroda, III, 1, 1954, P. 57, તથા મને રૂમમાં જણાવેલી કેટલીક માહિતી). 4 આ પ્રમાણે સોલંકી રાજવંશને પોતાનું ચલણ હતું એ વાત નિર્વિવાદ છે. ૧. આ ‘ સોલંકીઓ ’ ઉપરાંત ગુજરાતના ઇતિહાસમાં બીજા ‘ ચાલુક્ય ’ વંશો પણ થયા છે, દા ત॰ ઊના—દેલવાડાના તામ્રપત્રો આપનાર ચાલુકયો તથા સોલંકીઓનો જ સમકાલીન લાટનો ચાલુકય વંશ. દક્ષિણનાં ચાલુકયો તો જાણીતા જ છે. સોલંકીવંશ વિષે નોંધપાત્ર બીના આ છે કે તેઓ પોતાના લેખોમાં પોતાને ચાલુક્યને બદલે * ચૌલુકય ’ લખે છે. આ ઉપરથી ઇતિહાસકારો સોલંકીઓને ‘ ચૌલુક્ય ’ લખે છે. આ છતાં ‘ ચાલુક્ય ’ અને · ચૌલુકય ’ નામો સમાન જેવાં હોવાથી તેમને ઇતિહાસકારો અનહિલ્લપુરના ચૌલુક્યો ' પણ કહે છે. ગુજરાતમાં તેઓ પરંપરાગત કથાઓ પ્રમાણે ‘ સોલંકી ' કહેવાય છે, સમકાલીન જૈનપ્રબંધો તથા બીન સાહિત્યમાં પણ તેમને ‘ચૌલુકય ’ કહ્યા છે. f Page #2 -------------------------------------------------------------------------- ________________ મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા ૧૦૩ આ હકીકત તાં સોલંકીઓના સિક્કા કેમ મળી આવતા નથી તે વાત ભારતીય નિષ્યવિદ્યાનો એક કોયડો છે. ઉત્તરપ્રદેશના ઝાન્સી જિલ્લાની ગરનાથા તહસીલના પડવાહા ગામ ખાતે ૧૯૦૫માં ગૂર્જર-પ્રતિહાર રાજા ભોજદેવ(ઈ. ૮૪૦-૮૯૦ લગભગ)ના ચાંદીના સાત સિક્કાઓની સાથે સોનાના અનુક્રમે ૬૫ અને ૬૬ ગ્રેન વજનના તથા ૮૫° અને ૮૦" જેટલા વ્યાસવાળા એ જૂના સિક્કાઓ પણ મળી આવ્યા હતા. આ સિક્કાઓપર જૂની નાગરી લિપિ(મધ્યકાલીન)માં ‘શ્રીસિદ્ધરાજ્ઞઃ’ એવું લખાણ હોવાથી શ્રી આર૰ અનૈ (R. Burn) તે ગુજરાતના સોલંકી ‘સિદ્ધરાજ'ના હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. (Numismatic Supplement to J. Asiatic Society of Bengal, VII, 1907, Article entitled, ‘A New Medieval Gold Coin'). આ સિક્કા લખનઉના પ્રાદેશિક સંગ્રહસ્થાનમાં મૂકવામાં આવ્યા હતા જે હજુ પણ ત્યાં જ છે. ૧૯૩૬માં આ સિક્કા જાણીતા નિષ્કશાસ્ત્રી રાયબહાદુર શ્રી પ્રયાગયાલે ફરી તપાસ્યા હતા. તેમની આ તપાસની બાબતમાં તેમણે ભારતીય પુરાતત્વખાતાના તત્કાલીન ડેપ્યુટી ડાયરેકટર જનરલ રાવબહાદુર કાશીનાથ ના દીક્ષિતની સલાહ લઈ શ્રી બર્નના ઉપરોક્ત અભિપ્રાયને ટેકો આપતાં જણાવ્યું હતું, “આ બંને સિક્કાઓ પર ૧૧-૧૨મી સદીના અક્ષરોમાં બંને બાજુએ ‘ સિદ્ધરાજ: ' એવું લખાણ છે. આ રાજાના સમકાલીન મહારાજા ગોવિન્દચન્દ્ર (૧૧૧૨ – ૧૧૬૦)ના સિક્કાઓ સાથે વજન અને કદની દૃષ્ટિએ આ મળતા આવે છે પણ એમનો આકાર-પ્રકાર કંઈક જુદી જાતનો છે, કારણ કે એમની પાછળ કોઈ દેવ કે દેવીની આકૃતિ નથી. વળી આ સિક્કાઓની ધાતુ જો કે મિશ્રણ વગરનું શુદ્ધ સોનું જણાય છે, પણ તેમનો અસામાન્ય આકાર અને અક્ષરોની પડેલી છાપની અસ્પષ્ટતા જોતાં લાગે છે કે તે ચલણી સિક્કા તરીકે ભાગ્યે જ ઉપયુક્ત રહ્યા હોય. માળવાવિજય જેવા કોઈ ખાસ પ્રસંગની યાદગારમાં તે પાડ્યા હોય તો કહેવાય નહિ. (Two Gold Coins of Siddharāja Jayasimha', Numismatic Supplement to J. Royal Asiatic Society of Bengal, III, 2, 1937, p. 117-118). ૧૯૩૩માં વડોદરા ખાતે ઇન્ડિયન ઓરીઍન્ટલ કૉન્ફરન્સ (ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદ)નું સાતમું અધિવેશન ભરાયેલું તેમાં તે વખતના મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર શ્રી ગિરિજાશંકર વલ્લભજી આચાર્યે ગુજરાતમાં નાણાકીય ચલણનો ઇતિહાસ (History of Coinage in India) આ નામનો નિબંધ વાંચતાં તેમાં એક સ્થળે નીચે પ્રમાણે જણાવ્યું હતું : "The 12th and 13th centuries of the Christian era form another obscure period in the history of Gujarat coinage. The Solankis and Vaghelas have been described in inscriptions as powerful monarchs ruling over Gujarat and Kathiawad and while they have built numerous wells and temples it is surprising that they never exercised the right of coining money. A few tiny copper pieces in Prof. Hodiwala's collection with the inscription Śrīmajjayasimha are hesitatingly assigned to Siddharāja Jayasimha but besides those pieces no coin of any of the rulers is available in Gujarat which can with certainty be assigned to any one of them." (Proceedings and Transactions of the Seventh All-India Oriental Conference, Baroda, 1933, P. 695). Page #3 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - સ્વ. શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી પોતાને “ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસની બીજી આવૃત્તિ(અમદાવાદ, ૧૯૫૩)માં પા. ૩૨૪-૩૨૫ પર “સિદ્ધરાજના સિક્કાઓ આ મથાળા હેઠળ નીચે પ્રમાણે જણાવે છે: ૪ - બીજી એક વાત, ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઈતિહાસમાં પાટણના કોઈ રાજાએ પોતાના નામના સિક્કા પાડ્યા હોય એમ દેખાતું નથી એવું મેં લખ્યું છે ગુજરાતના ઇતિહાસનાં સાધનો નામના નિબંધમાં), મુનિશ્રી જિનવિજયજીએ ઉપર કહેલા અમદાવાદ સાહિત્ય સભા આગળના વ્યાખ્યાનમાં આ જ મતલબનું કહેવું છે (પૃ. ૫૬), તથા શ્રી ર૦ ઘ૦ જ્ઞાનીએ પણ એમ જ કહ્યું છે (બુદ્ધિવર્ધક વ્યાખ્યાનમાળા ૧૯૩૪-૩૫, પૃ. 1, પા. ૫૮), અને શ્રી ગિ વ આચાર્ય શ્રીમજજયસિંહ અક્ષરોવાળા થોડા ત્રાંબાના કટકા સિવાય બારમા–તેરમા શતકના ગુજરાતના રાજાઓના સિકકા મળતા નથી એમ પહેલાં લખેલું (વડોદરાની ૭મી ઓ૦ કાંનો રિપોર્ટ ૧૯૩૩, પા૬૯૫). છતાં શ્રી આચાર્ય અને શ્રી જ્ઞાનીએ જ હમણાં નીચેની માહિતી આપી છે કે ન્યુમિમેટિક સલિમેન્ટ નંબર ૭માં શ્રી આર૦ બર્ન સિદ્ધરાજના એક સોનાના સિક્કાની નોંધ કરી છે, જેમાં પ્રસિદ્ધરાર: આ રીતે શબ્દ છે.” આ પ્રમાણે સોલંકી રાજવંશમાંથી એક માત્ર સિદ્ધરાજ જયસિંહના સિક્કા આપણને મળી આવ્યા છે. એક જ રાજાના આ બંને પ્રકારના સિકકાઓ પર તેનાં બે જુદાં જુદાં નામો આપેલાં છે તે બીના નોંધપાત્ર છે, એટલે કે ઝાંસીના સિક્કાઓ પર “સિદ્ધરાજ: ” અને હોડીવાલા સંગ્રહના સિક્કાઓ પર “જયસિંહ” આ પ્રમાણે નામો મળી આવે છે. આ રાજાના તેના પોતાના ઉત્કીર્ણ લેખોમાં તેણે પોતાનું નામ “જયસિંહ” લખેલું છે. દા. ત. હાલમાં ગુજરાત વિદ્યાસભા અમદાવાદને લાડોલ ખાતેથી મળી આવેલા તેના વિક્રમ સંવત ૧૧૫૬ - (ઈ. ૧૦૯) ના તામ્રપત્રમાં તે પોતાના પૂર્વજોની નોંધ આપ્યા પછી પોતાના વિષે આ પ્રમાણે જણાવે છે: ५-श्रीत्रैलोक्यमल श्रीकर्णदेवपादानुध्यातपरमभट्टारक महाराजाधिराज १-श्रीजयसिंहदेवः ("Two New Copper-Plate Inscriptions of the Chaulukya Dynasty', by Dr. H. G. Shastri in the J. Oriental Institute, M. S. University of Baroda, II, 4, P. 369). આ તામ્રપત્રમાં લખાણની નીચે રાજાએ પોતાની જે સહી કરી છે તે આબેહૂબ આ પ્રમાણે છેઃ થાવ વરવ) જયસિંહ સિદ્ધરાજની સહી Page #4 -------------------------------------------------------------------------- ________________ મહારાજા સિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા ૧૦૫ ઝાન્સીના સોનાના સિકકાઓની આકૃતિ અને તેમાં આપેલ રાજાનું નામ આ પ્રમાણે છે: યુ. પી. માં ઝાસી પાસે પંડવાહા ગામે મળી આવેલા સિદ્ધરાજ'ના સોનાના સિક્કા : મૂળ આકાર પ્રમાણે. ઝાસીના સિક્કાઓમાં “સિદ્ધરાજ: નામ જે અક્ષરશૈલીમાં છે તે અક્ષરશેલી ગુજરાત અને તેની પાડોશના પ્રદેશોમાં પ્રચલિત તત્કાલીન અક્ષરશૈલી કરતાં મરોડમાં જરા જુદી પડે છે. ત્યારે શું ઝાન્સીના સિક્કાવાળો સિદ્ધરાજ તે ગુજરાતના સિદ્ધરાજ જયસિંહને બદલે મધ્ય કે પૂર્વ હિંદ તરફનો કોઈ બીજો સિદ્ધરાજ હતો ? પણ હકીકત એ છે કે ઈતિહાસકારોને અત્યાર સુધી ગુજરાતના સિદ્ધરાજ સિવાય આ નામનો કોઈ બીજો રાજા રહ્યો હોવાનું પ્રમાણ હજુ સુધી મળ્યું નથી (ભારતવર્ષ મધ્યયુગીન વારિત્રોરા, . ત્રિાવ, gf, ૧૯૩૭, g૦૮૦૮-૮૦૯). વળી સિદ્ધરાજ જયસિંહનું સામ્રાજ્ય ઝાન્સી(બુડેલખંડ, પ્રાચીન નામ જેજકભૂતિ)ની લગભગ સુધી પ્રસરેલું હતું તે એક હકીકત છે. પ્રો. હોડીવાલાના સિક્કા સંગ્રહમાંના શ્રીમકનસિંદુ નામવાળા તાંબાના નાના નાના જે સિક્કાઓનો ઉલ્લેખ શ્રી આચાર્યો કર્યો છે તેમના વિષે કોઈ લેખ કે તેમના ચિત્રો પ્રગટ થયાનું જાણવામાં નથી. વલ્લભવિદ્યાનગરના સંસ્થાપક અધ્યક્ષ તથા નવી સ્થપાયેલી સરદાર વલ્લભભાઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી ભાઈલાલભાઈ પટેલ ગુજરાતના ઇતિહાસ તથા તેની સાંસ્કૃતિક ઉન્નતિમાં ઊંડો રસ ધરાવે છે અને એના માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહે છે. મુંબઈગેઝેટિયર ૧૮૯૬માં પ્રગટ થયું ત્યાર પછીના ૬૦ વર્ષના ગાળામાં ગુજરાતના ઇતિહાસને લગતી જે નવી સામગ્રી મળી આવી છે તે ફરી તપાસાય અને તેના આધારે ગુજરાતનો એક બહ૬ ઇતિહાસ તૈયાર થાય તે તેમની એક મહત્ત્વાકાંક્ષા છે અને પ્રવીણતા મેળવીને ભારતની પ્રાચીન લિપિઓના વાંચનમાં ગુજરાતના પ્રાચીન લેખો તેઓ પોતે ફરીથી તપાસી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસના જે જે પ્રકરણો અંધારામાં છે તેમના પર પ્રકાશ પથરાય તેવી ઐતિહાસિક સામગ્રી મેળવવા માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. સોલંકીઓના સિકકા મળે તેના માટે તેઓ જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં આ વિષે તપાસ ચલાવે છે. વલ્લભવિદ્યાનગરની કોલેજમાં ભણત વિદ્યાર્થીઓ તેમના પોતાના ગામમાં જે ઐતિહાસિક અવશેષો કે સામગ્રી હોય તેમની માહિતી આપે તેવી સૂચના તેઓએ કરી છે અને તેથી મૂલ્યવાન ઐતિહાસિક માહિતી અવારનવાર મળ્યા કરે છે. વલ્લભવિદ્યાનગરની એક કોલેજમાં ભણતા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ગામ(કલોલ–વીજાપુર રેલવેલાઈન પર વીજાપુર આવતાં આ સ્ટેશન પહેલાં આવે છે અને ખડાયતાઓનાં વામ ખડાત-મહુડી જવા માટે લોકો અહીં ઊતરે છે)ના શ્રી મોરલીધર મંગળદાસ શાહ નામના વિદ્યાર્થી Page #5 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ કેટલાક જુના સિક્કા શ્રી ભાઈલાલભાઈને દેખાડવા લાવેલા તેમાં ચાંદીના થોડાક નાના નાના સિક્કાઓ પણ હતા જેમનો ફોટોગ્રાફ નીચે આપ્યો છે: સિક્કાઓની આગલી બાજુએ હાથીની આકૃતિ છે જે લક્ષ્મીનું પ્રતીક હોઈ શકે. પાછલી બાજુએ લખાણની ત્રણ લીટીઓ છે જેમાંની પહેલીમાં કંઈક “શ્રી” જેવું વંચાય છે. આ સિવાય બીજા અક્ષર કપાઈ ગયા છે. બીજી લીટીમાં શ્રીન જ્ઞાતિ આ નામ ૧૧-૧૨મા સૈકાની ગુજરાતમાં પ્રચલિત જાની નાગરી લિપિમાં વંચાય છે અને ત્રીજી લીટીના અક્ષરો કપાઈ ગયા છે. દરેક સિકકાનો સરેરાશ વ્યાસ ૮ MM. (આ. "). દરેક સિક્કાનું સરેરાશ વજન ૭૮૧૫ ગ્રેન. શ્રી આચાર્ય ઉલેખેલા નાના તાંબાના હોડીવાળા સંગ્રહના અપ્રગટ સિક્કા જે “સિંહ”ના હતા તે જ રાજાના આ ચાંદીના સિક્કા આપણને મળી આવ્યા હોય એમ લાગે છે. આ સિક્કાઓમાંનો જયસિંહ તે ગુજરાતનો જયસિંહ સિદ્ધરાજ હતો કે કોઈ બીજો રાજા હતો તે આપણે પહેલાં તપાસી લેવું ઘટે. આપણા દેશના ઈતિહાસમાં જયસિંહ નામના અનેક રાજાઓ થયા છે તેમાંના ઓછામાં ઓછા ૨૦ જેટલા જયસિંહો તો ઠીક ઠીક જાણીતા છે. એમાંના સિંધ (ઈ. ૭૧૭-૭૨૪), કાશ્મીર (૧૧૨૮-૫૧), આ% (૬૩૩-૬૬૩) અને કર્ણાટક (૫૦૦, ૬૭૧-૯૨, ૧૦૧૮–૧૦૪૩, ૧૦૭૯-૧૦૮૧) ના જયસિંહોને આપણે જતા કરીશું કારણ કે આ રાજાઓ તો જે જૂની નાગરી લિપિ આપણને પ્રસ્તુત સિક્કાઓના લખાણમાં મળી આવી છે તે પ્રચલિત થતાં પહેલાં થયેલા અગર તો તેઓ જે પ્રદેશોમાં થયેલા ત્યાં નાગરી લિપિનું પ્રચલન રહ્યું નહોતું, દાઇ ત આલ્બ, કર્ણાટક, વગેરે. એટલે આ લિપિનો મુદ્દો તથા પ્રાદેશિક સાનિધ્ય જોતાં પ્રસ્તુત સિકકાઓની બાબતમાં આપણે નીચેના જયસિંહોને લગતી વિચારણા જ ચલાવવાની રહે છે. ડાહલ (મધ્યપ્રદેશનો નર્મદાકાંઠો) સિંહદેવ હૈહય (ઈ. ૧૧૭૦-૧૧૮૦) : આ રાજાના સમયના જે કે ચાર ઉકીર્ણલેખો મળી આવ્યા છે (કલચૂરી સં૦૯૨૬ના રીવાનાં તામ્રપત્રો, ઈન્ડિયન એન્ટીકવરી ૧૮, પા. ૨૨૪-૨૭; ક સં૦ ૯૨૮નો તેવરનો શિલાલેખ, એપી ઈન્ડિ. ૨,૧૭; Page #6 -------------------------------------------------------------------------- ________________ મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા ૧૦૭ ક સં. ૯૨૬નો નાગપુર સંગ્રહસ્થાનનો લેખ, ઈન્ડિયન એન્ટીકવરી ૧૮, ૨૧૪-૧૮; અને કરબલનો લેખ, એપી. ઈ. ૫, ૬૦) પણ તેની કારકિર્દી પર તે પ્રકાશ ફેંકતા નથી. માળવા: પરમાર જયસિંહ (૧૦૫૧-૧૦૫૯) : ભોજનો ઉત્તરાધિકારી તથા ગુજરાતના સોલંકી ભીમદેવ પ્રથમનો તેના જીવનના પાછલા ભાગનો સમકાલીન. માળવા: પરમાર જયસિંહ (૧૦૬૮) : જ્યવર્માનો ઉત્તરાધિકારી તથા ગુજરાતના કર્ણ સોલંકી(૧૦૬૪–૧૦૯૪)નો સમકાલીન. માળવા: પરમાર જયસિંહ (૧૩૦૮-૧૩૪૨): માળવાનો છેલો પરમાર, ઉદયપુર-માળવા ખાતે તેનો વિ. સં. ૧૩૬૬નો લેખ છે. - માળવા: જયસિંહ મંડ૫(માંડુ)નો. : આ ધારની દક્ષિણે માંદુ નજીકના કેટલાક વિસ્તારનો નાનો રાજા હતો જેનો ઉલ્લેખ હમીરના બલવાન લેખ(એપી. ઈ. ૧૯, ૪૬-૫૦)માં મળી આવ્યો છે. આ ગુજરાતના વીસલદેવ વાઘેલાનો સમકાલીન હતો. વાગડ (ડુંગરપુર-વાંસવાડા ક્ષેત્ર) : વિ. ૧૧૯૫(ઈ ૧૨૫૧)ના વૈદ્યનાથમન્દિરના ઝારોલ ગામના શિલાલેખમાં એક વાગડના જયસિંહની નોંધ મળી આવે છે. તે ગુજરાતના ભીમ બીજા (૧૧૭૮-૧૨૪૧)નો સમકાલીન હતો. મેવાડ: ઈ. ૧૩૦૦ લગભગમાં મેવાડમાં જયસિંહ સીસોદિયા થયો હતો. દક્ષિણ મારવાડ: જાલોરના માલદેવ સોનગરાનો દીકરો, જે ૧૪મા સૈકાના આરંભકાળે થયો હતો. સૌરાષ્ટ્ર: “મંડલીક નૃપચરિત' પ્રમાણે જૂનાગઢના ચુડાસમા રાજવંશમાં ઈ. ૧૪૧૫માં રા'ખેંગાર પછી એક સિંહ ગાદીએ બેઠો હતો. તેણે ૧૧ વર્ષ રાજ્ય કર્યું હતું. (Proc. Indian Hist. Congress, 1952, pp. 170-174, article by Shri H. D. Velankar). ગુજરાત: જાણીતો જયસિંહ સિદ્ધરાજ (ઈ. ૧૦૯૪-૧૧૪૩) પ્રસ્તુત સિકકાઓમાંનો જયસિંહ ઉપરની યાદીમાંનો એકાદ રહ્યો હશે. ડાહલ (મધ્યપ્રદેશને ઉત્તર ભાગ) ગુજરાતથી ઘણે દૂર છે પણ લિપિની દષ્ટિએ ડાહલના જયસિંહનો મુદ્દો આપણે વિચારવાનો રહે છે કારણ કે પૂર્વ મધ્યકાળમાં જ્યારે ગુજરાતમાં સોલંકી અને ડાહલમાં હૈહયોનું રાજ્ય હતું ત્યારે બંને પ્રદેશોના લેખોમાં લગભગ સરખા પ્રકારની લિપિ પ્રચલિત હતી. માળવા વિષે પણ તેમ જ હતું. પણ આ જયસિંહ હૈયના જીવનની કશી માહિતી તેના લેખોમાંથી મળતી નથી તે આપણે જોઈ ગયા છીએ. વળી તેના સિક્કા હજુ તેના પોતાના પ્રદેશમાં મળી આવ્યા નથી તો આટલે આઘે ગુજરાતમાં તો ક્યાંથી મળે તે વાત સમજાય તેવી છે. તેવી જ રીતે માળવાના જયસિંહોના સિકકા માળવા કે બીજે કયાંય મળ્યા નથી. મંડપનો જયસિંહ ને તેવી જ રીતે વાગડ, મેવાડ અને દક્ષિણ ભારવાડ (જાલોર)ના જયસિંહો એટલા બધા નાના રાજાઓ હતા કે તેમણે પોતાના સિક્કા પડાવ્યા હોય એમ ભાગ્યે જ બની શકે. તો પણ તેમના સિક્કા તેમના પોતાના પ્રદેશમાં ન મળી આવતાં છેક ગુજરાતમાં મળી આવે તે પણ બનવાજોગ નથી. સૌરાષ્ટનો ચુડાસમા રા' જયસિંહ સોલંકીઓનો ખંડિયો રહ્યો હોવો જોઈએ ને ગુજરાતના સાર્વભૌમ સોલંકી જયસિંહે સિક્કા ન પડાવ્યા હોય અને આ જુનાગઢના રા'એ સિક્કા પડાવ્યા હોય અને તે છેક ગુજરાત સુધી ચાલે તે વાત મનાય તેવી નથી. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જયસિંહ”ના પ્રસ્તુત સિક્કા તાંબુ અને ચાંદી એમ બે ધાતુઓના મળી આવતાં સૂચન મળે છે કે આ પ્રકારના સિક્કા રીતસરના નાણાંકીય ચલણ માટે જ પાડવામાં આવ્યા હતા. વળી બંને પ્રકારના સિકકા ગુજરાતમાં જ મળી આવ્યા છે. આ વસ્તુ સૂચન કરે છે કે આ સિક્કા ગુજરાતના જ કોઈ જયસિંહ' નામના મોટા રાજાના જ હોવા જોઈએ. સિકકાઓ પર “શ્રીમસિંહ' નામ જૂની નાગરી લિપિમાં છે અને તેનો “જ” અક્ષર જે આકારનો છે તે જોતાં કહી શકાય કે આ રાજા ૧૦માથી ૧૫મા સૈકા સુધીમાં થયો હોવો જોઈએ. ૧૯૫૪ની નાતાલમાં અમદાવાદ ખાતે ભરાયેલી ભારતીય ઇતિહાસ પરિષદના અધિવેશન પ્રસંગે ભરાયેલા પ્રદર્શનમાં આ સિકકાઓના મોટા ફોટોગ્રાફ મૂકવામાં આવેલા તે વખતે ગુજરાતના પ્રાચીન જૈન સાહિત્યના પ્રકાર્ડ વિદ્વાન મુનિ શ્રી પુણ્યવિજયજીએ આ સિક્કાઓનાં લખાણમાં જે “શ્રી” શબ્દ છે. તે જયસિંહ સિદ્ધરાજની સમકાલીન હતપ્રતોમાં “શ્રી”નો જેવો આકાર મળી આવે છે તેવો જ આકાર પ્રસ્તુત સિક્કાઓમાંના “શ્રી”નો હોવાનો અભિપ્રાય આપેલો. - ભારતીય નિષ્કવિદ્યા પરિષદના મુખપત્રના હાલમાં પ્રગટ થયેલા તેના અંક(પુ. ૧૬ ભા. ૨, પા. ર૬૩-૪)ના Miscellanea મથાળા હેઠળ સિક્કાઓને લગતી જે નવી શોધોની સંક્ષિપ્ત માહિતી પ્રગટ થઈ છે તેમાં The Coins of Jayasimha' આ નોંધમાં મેં પ્રસ્તુત સિક્કાઓનો ટૂંક પરિચય રજૂ કરતાં તે સિંહ સિદ્ધરાજના હોવાનું જણાવ્યું છે. એની નીચે આ પ્રમાણેની તંત્રીનોંધ અપાઈ છે : “Dr. U. P. Shah has suggested to us that these coins might belong to Jayasimha or Jayatsimha, who for some time usurped the Chaulukyan throne after Ajayapāla. A copper-plate charter of this ruler was obtained from Kadi, North Gujarat, dated in the year 1280 V. S. (Indian Antiquary, VI, p. 196), where we have in the last line Srimajjayasimhadevasya.-Editor." આ રાજાનું એક માત્ર તામ્રપત્ર મળી આવ્યું છે તે વાંચનાર જાણીતા વિદ્વાન ડૉ. મ્યુલરે જણાવ્યું છે: “Our grant No. 4 was issued by a Chaulukya ruler, Jayantasimha, who describes himself in the following terms.... This vain-glorious passage is preceded by the usual vamśāvali, beginning with Mūlarāja I, and ending with Bhimadeva II. But after naming the latter and giving his titles, and just before the enumeration of Jayantasimha's own titles, follow the significant words tadanantaram sthāne, 'after him (Bhima) in (his) place.' Considering these statements, and the further assertion, in the preamble to the grant, that Jayantasimha ruled over the Vardhipathaka and the Gambhūtā pathaka, it is evident that he was a usurper who supplanted Bhima for a time. As one of Bhīma's own grants (No. 5) is dated in 1283 Vikrama and from Anahilapāțaka, it follows that Jayantasimha, who dates his grant in 1280 Vikrama, must have been ejected by the rightful owner soon after issuing the grant.” (Indian Antiquary, VI, 1877, P. 188). Page #8 -------------------------------------------------------------------------- ________________ મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા ૧o૯. આ થઈ લગભગ પોણોસો વર્ષ પૂર્વેની વાત. આ પછીના સમયમાં ગુજરાતના ચૌલુક્ય (સોલંકા) વંશના ઇતિહાસની જે કંઈ સામગ્રી મળી આવી છે તેના આધારે તૈયાર થયેલ સ્વ. શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીના ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ” નામના પુસ્તકની જે ૧૯૫૩માં બીજી સુધારેલી આવૃત્તિ બહાર પડી છે તેમાં આ રાજા વિષે (પા. ૪૧૮-૯) નીચે પ્રમાણે જણાવ્યું છે: ઈ. ૧૨૧૦(વિ. ૧૨૭૫)નો ભીમદેવ બીજાનો ભરાણાનો લેખ મળ્યો હોવાની ઉપર નોંધ કરી છે...પછી ઈ. ૧૨૧૦થી ૧૨૨૪ વચ્ચેના કોઈ પણ વર્ષમાં ઉપર કહેલા મુસલમાની હુમલાઓથી તથા પુષ્કળ દાનોથી જેની તિજોરીનું તળિયું દેખાઈ ગયું હતું તે ભીમદેવના રાજ્યને બળવાન મંડલિકોએ તથા મંત્રીઓએ દબાવવા માંડયું અને છેવટે જયંતસિંહે પાટણની ગાદી પચાવી પાડી...આ જયંતસિંહ મુખ્ય સોલંકી વંશનો કોઈ ભાયાત જ હોવો જોઈએ; જો કે કોઈ પ્રબંધમાં આનું નામ નથી અને એના લેખમાં એનો મુખ્ય વંશ સાથે સંબંધ બતાવ્યો નથી.” આ હકીકત જોતાં ડૉ૦ ઉમાકાંતભાઈ શાહે મારી માન્યતા વિરુદ્ધ પ્રસ્તુત સિક્કા તે આ જયંતસિંહના હોવાની શક્યતા દર્શાવી છે તે સૂચવે છે કે તેમના મત પ્રમાણે વર્ષ બે વર્ષ માટે કોઈક ગાદી પચાવી પાડનારને તદ્દન નાના પ્રદેશ પર રાજ્ય કરનાર કોઈક એવો સોલંકી ભાયાત કે જેની નોંધ જૈન પ્રબંધાદિ તથા અન્ય સમકાલીન સાહિત્યના કર્તાઓએ લેવાનું ઉચિત માન્યું નથી, તેના આ સિક્કા હોઈ શકે છે પણ જયસિંહ સિદ્ધરાજ જેવા ભારતવિખ્યાત અને મહાન રાજાના હોઈ શકતા નથી. ન્યુમિમેટિક સોસાયટીના જર્નલના તંત્રીએ ડો. શાહના મંતવ્ય વિષે જે નોંધ લખી છે તેના પરથી જણાય છે કે ડૉ. શાહે પોતાની દલીલમાં આ જયંતસિંહની તેના તામ્રપત્ર પર શ્રીમનર્કિંદ તરીકે તેણે કરેલી સહીનો દાખલો આપ્યો છે પણ જયસિંહ સિદ્ધરાજના તામ્રપત્રો પર પણ તેની “જયસિંહ” નામની સહી મળી આવે છે તે વાતનો ઉલ્લેખ કર્યો જણાતો નથી. બંને સહીઓ વચ્ચે અંતર આટલું જ છે કે જયસિંહ સિદ્ધરાજની સહીમાં શ્રીનર્જિવ અને જયંતસિંહની સહીમાં શ્રી નરસિંહસ્થ આ પ્રમાણે લખાણ છે ને પ્રસ્તુત સિક્કાઓ પર શ્રીમનયર્સિટુ લખાણ છે કે આ પ્રમાણે શ્રીમત્ત શબ્દના કારણે સિકકાઓનું લખાણ જયંતસિંહની સહીના લખાણ સાથે સામ્ય ધરાવે છે. પરંતુ આપણે આ હકીકત ધ્યાનમાં રાખવાની છે કે કોઈ રાજા પોતાના હાથે પોતાની સહી કરતાં આવાં વિશેષણ ન લખે. સોલંકી વિશના તામ્રપત્રોમાં મૂળરાજથી માંડી જ્યાં જ્યાં રાજાઓની સહીઓ મળી આવી છે ત્યાં ત્યાં તેમણે ક્યાંય ના કે બીજું વિશેષણ પોતાને હાથે સહીઓમાં લખ્યાં નથી; તેમ કરવાનું કોઈને શોભે પણ નહિ. બીજા પ્રદેશોમાં આ સમયનાં આવાં અનેક ઉદાહરણ મળી આવ્યાં છે કે જ્યાં રાજાઓ પોતાની સહીમાં શ્રીમત્ત વિશેષણ વાપરતા નથી પણ તેમના સિક્કાઓ તથા તામ્રપત્રાદિમાં ઉલ્લેખિત તેમનાં નામ સાથે આ વિશેષણ વપરાયું છે. વળી જયંતસિંહની સહીની બાબતમાં . ઉમાકાંતભાઈએ જે ભાર મૂક્યો છે તે સહી અશુદ્ધ છે તે વાત ઉલ્લેખનીય છે. આ રાજા પોતાના તામ્રપત્રમાં પોતાનું નામ સ્પષ્ટપણે “જયંતસિંહ’ હોવાનું જણાવે છે. આ તામ્રપત્ર ઉકેલનાર ડૉ૦ ખુલર તથા તેમની પછી તે ફરી વાંચનાર વિદ્વાનોએ તે શ્રીમસિંવય આ પ્રમાણે ઉકેલી છે. ડો. શાહ જણાવે છે તેમ તે સહીનું લખાણ શ્રી જયસિંહ નથી. આ ઉપરથી લાગે છે કે આ રાજાને પોતાની સહી બરોબર કરતાં નહિ આવડતી હોય એટલે તેનાથી તામ્રપત્ર પર સહી કરતાં શ્રીમનયંતસિઁવચને બદલે જેમાં બે અક્ષરો ( 3 અને 7) ખૂટે તે શ્રીમનસિંહદેવસ્થ લખાઈ ગયું. તામ્રપત્રો પર આવી અશુદ્ધ સહીઓના આવા અનેક દાખલા મળી આવ્યા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ - આ બધા મુદ્દાઓની છણાવટ પછી એવો નિર્ણય બાંધી શકાય કે પ્રસ્તુત સિક્કાઓ કે જે કોઈ એવા “જયસિંહ'નાં છે કે જેનું ચલણ ઉત્તર ગુજરાત (કારણ તેના ચાંદીના સિક્કા આ પ્રદેશમાં પીલવઈ ખાતે મળ્યા છે) તથા સૌરાષ્ટ્ર(તેના તાંબાના સિકકા આ પ્રદેશમાં મળેલા)માં ચાલ્યું હોય તે “સિંહ” તે “જયસિંહ સિદ્ધરાજ ? જ હોઈ શકે છે. સોલંકી રાજાઓ સિક્કા પડાવતા તે વાત તેમના સમકાલીન સાહિત્ય પરથી આપણે જાણીએ છીએ. ભારતીય સિક્કાઓના આકારપ્રકારના વિકાસનો અભ્યાસ કરતાં આપણને જણાય છે કે ગુપ્ત રાજાઓએ જે સિક્કા ચલાવેલા તેમાં ગુપ્તકાળ પછી ધીમે ધીમે કેટલાક ફેરફાર થતો ગયો અને ડાહલના હૈહય રાજા ગાંગેયદેવ(૧૦૧૫-૧૦૪૦)ના સમયે સિક્કાઓના આકાર-પ્રકારે જે વિશેષતા ધારણ કરેલી તે પ્રમાણે આ સિક્કાઓની આગલી બાજુ લમીની આકૃતિ અને પાછલી બાજુ સીધી ત્રણ સમાનાન્તર લીટીઓનું લખાણ હોય જેમાં ઈલ્કાબો સાથે સિક્કા ચલાવનાર રાઠનું નામ હોય. આ સિક્કાઓનો પ્રકાર ગાંગેયદેવની શૈલી તરીકે જાણીતો છે અને દક્ષિણ હિંદને બાદ કરતાં જ્યાં જ્યાં ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી જે અનેક રાજયો અસ્તિત્વમાં આવેલાં (દા. ત. ડાહલ, કનોજ, દિલ્હી, માળવા. વગેરેના હૈહય, તોમર, પરમાર ઇત્યાદિ વંશનાં રાજયો જેમાં ગુજરાતનું સોલંકી રાજય પણ એક હતું.) ત્યાં સઘળે આ ગાંગેયદેવની શૈલીના સિકકા પ્રચલિત થયા હતા. આ સિક્કાઓ એમના પ્રચલનના પ્રદેશોમાં મુસ્લિમ રાજ્યના આરંભ સુધી ચાલુ રહ્યા હતા. “જયસિંહ'ના પ્રસ્તુત સિક્કા આ ગાંગેયદેવની શેલીના જ છે તે તેમના પરના લખાણની ત્રણ લીટીઓ વડે જણાય છે. ગાંગેયદેવની શૈલીના સિક્કાઓ પર સામાન્યપણે એક બાજુ ગુપ્ત રાજાઓના સિક્કાઓની પરંપરારૂપે લક્ષ્મીની આકૃતિ મૂકવામાં આવતી. પ્રસ્તુત સિકકાઓ પર લક્ષ્મીની આકૃતિને બદલે હાથી છે. આપણા દેશના પ્રાચીન સિક્કાઓ પર દેવની આકૃતિના બદલે તેના પ્રતિનિધિ તરીકે તેના વાહનની આકૃતિ મૂકવાનો રિવાજ હતો. ગુણોના સિકકાઓ પર તેમના ઈષ્ટદેવ વિષ્ણુને બદલે તેના વાહન ગરુડની આકૃતિ જ મળી આવે છે તે જાણીતી વાત છે. ગાંગેયદેવની શૈલીના સિક્કા કે જે ૧૧મીથી ૧૪મી સદી સુધી કાન્યકુજ, બુંદેલખંડ, દિલ્હી તથા ગુજરાતના સોલંકીઓના સમકાલીન બીજા કેટલાય રાજવંશોએ પોતપોતાના પ્રદેશોમાં ચલણમાં મૂકેલા હતા તેમના પર શિવને બદલે તેના પ્રતિનિધિ તરીકે પોઠિયાની આકૃતિ મળી આવે છે. તો એવા સંજોગોમાં “જયસિંહના પ્રસ્તુત સિક્કાઓ પર જે હાથીનું ચિહ્ન છે તે લક્ષ્મીનું પ્રતીક છે એમ માનવું ઉપયુક્ત જ છે. આ રીતે હાથીની આકતિ દક્ષિણના કેટલાક સિક્કાઓ પર પણ મળી આવી છે. મારા મિત્ર ડૉઉમાકાંત શાહે મને એકવાર વાતચીતમાં જણાવેલું કે તેમને હાલમાં એક એવી જૂની સાહિત્યિક નોંધ મળી આવી છે જે સોલંકીઓના સિક્કાઓ પર લક્ષ્મીની આકૃતિ રહી હોવાનું જણાવે છે. “જયસિંહને પ્રસ્તુત સિક્કાઓ કદમાં છેક જ નાના છે અને તેમના પર લક્ષ્મીની આકૃતિ સમાઈ શકે તેમ નથી એટલે આવા સિકકાઓ પર લક્ષ્મીની જગાએ તેનું વાહન હાથી કે જે તેની સહેલી આકૃતિને લઈ ગમે તેટલા નાના સિકકામાં સમાઈ શકે તે મૂકી હોય એમ માની શકાય. ઉપર જણાવેલા બધા મુદ્દા આપણને આ નિર્ણય તરફ દોરી જાય છે કે પ્રસ્તુત સિક્કા ગુજરાતના સોલંકી રાજા જયસિંહ સિદ્ધરાજ(૧૦૯૪-૧૧૪૩)ના જ છે. સિદ્ધરાજ માત્ર ગુજરાત જ નહિ પણ આખા હિંદના ઈતિહાસમાં મોટો રાજા ગણાયો છે. તેણે મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. તેના પર આપણે ત્યાં ગુજરાતમાં ઈતિહાસ નવલકથાદિ સાહિત્ય ખૂબ લખાયું છે. પરંતુ ગુજરાત બહારના સાહિત્યમાં પણ તેના વિષે પુસ્તકો લેખાદિ લખાતાં રહે છે. હિંદી ભાષાના હાલ સૌથી મોટા અને પીઢ ગણાતા મહાકવિ શ્રી. મૈથિલીશરણ ગુપતે આપણે આ સિદ્ધરાજ વિષે હિંદી ભાષામાં “સિદ્ધરાજ Page #10 -------------------------------------------------------------------------- ________________ મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા નામનો એક ઉચ્ચ કોટિનો કાવ્યગ્રંથ લખ્યો છે જેના વિવેચન પર પણ હિંદીમાં સ્વતંત્ર પુસ્તકો લખાઈ ગયાં છે. આવા મોટા રાજાએ સિક્કાઓ પડાવ્યા હોય તે દેખીતું જ છે અને આ સિક્કા તાંબુ અને ચાંદી એમ બે ધાતુઓના જ મળી આવ્યા છે. ઝાન્સીના સોનાના સિક્કા તેના જ હોવાનો નિષ્ણાત નિષ્કશાસ્ત્રીઓએ અભિપ્રાય આપ્યો છે. ગુજરાતમાં સોલંકીઓના જમાનામાં ગધેયા (Indo-Sassasian) સિક્કાઓ જ ચાલુ રહેલા. આ વાત આ સિકકાઓની શોધ તથા સમકાલીન સાહિત્યિક નોંધોના આધારે બરોબર લાગતી નથી. આ હકીકત છતાં સોલંકીઓના સિક્કાઓ વિરલ સંજોગોમાં જ મળી આવે છે. તેમના ઉત્તરાધિકારીઓ ગુજરાતના મુસ્લિમ સુલતાન (૧૪૩-૧પ૭૩)ના સિક્કાઓની જેમ તે અવારનવાર ઉપલબ્ધ થતા નથી. તેનું કારણ આ લાગે છે કે અલાઉદ્દીન ખીલજી (1295- 1315) તરફથી તેના સેનાપતિ ઉલુઘખાને ૧૨૯૭માં ગુજરાત પર આક્રમણ કરી સોલંકી રાજ્યનો અંત આણ્યો હતો. પછી અહીં ખીલજી રાજય સ્થપાયું હતું. અલાઉદ્દીનના રાજ્યમાં પ્રજા કચડાયેલી રહે અને તેના રાજયની સામે તે માથું ન ઊચકી શકે તે માટે તેણે હિંદુ પ્રજા પર અસહ્ય કરવેરા નાખ્યા હતા. જજિયા ઉપરાંત હિંદુઓ પર અનેક વેરાઓ લદાયા હતા. વળી ખેડૂત પાસેથી તેની ખેતીની ઊપજનો અર્ધોઅરધ ભાગ લેવામાં આવતો હતો. ખેડૂત પાસે માત્ર આવતો પાક વાવવા પૂરતી જ સગવડ રહે કે જેથી તે કર ભરવા પૂરતો જ જીવતો રહી શકે તેટલી હદ સુધી કરવેરાઓ મારફતે તેને આર્થિક દૃષ્ટિએ તદ્દન નીચોવી નાખવામાં આવતો. પરિણામે કુટુંબ, સમાજ, ધર્મ, ઈ ને લગતી જવાબદારીઓ પૂરી કરવા અલાઉદ્દીનના રાજ્યકાળમાં ગુજરાતના ખેડૂત, વેપારી તથા અન્ય વર્ગ પાસે જે કાંઈનાણું, દરદાગીના ઈડ હતાં તે તેમણે બધાં કાઢી નાખવા પડ્યાં. આ રીતે અગાઉના સિક્કા કે બીજી વસ્તુઓના રૂપે ગુજરાતની પ્રજાનું સોનું ને ચાંદી દિલ્હી પહોંચ્યાં, જયાં આ બધાનો નાશ કરી નવા સિક્કા વગેરે પાડવામાં આવ્યા. સોલંકીઓના સિક્કાઓ આમ દિલ્હી ગળાવા માટે પહોંચતા તેની વિગત અલાઉદ્દીનની ટંકશાળના અમલદાર ઠકકર ફેરના પુસ્તક ‘દ્રવ્યપ્રકાશ” પરથી જાણવા મળે છે. ' આ છતાં જો ગુજરાતને આંગણે સોલંકીઓના સિક્કાઓ માટે સારી પેઠે તપાસ ચલાવવામાં આવે તો, જેમ આ લેખમાં જણાવેલા બે કિસ્સાઓમાં તે અચાનક મળી આવ્યા છે તેમ તે અનેક સ્થળે ચોક્કસ મળી આવે. S હા , કે