SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા ૧o૯. આ થઈ લગભગ પોણોસો વર્ષ પૂર્વેની વાત. આ પછીના સમયમાં ગુજરાતના ચૌલુક્ય (સોલંકા) વંશના ઇતિહાસની જે કંઈ સામગ્રી મળી આવી છે તેના આધારે તૈયાર થયેલ સ્વ. શ્રી દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રીના ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ” નામના પુસ્તકની જે ૧૯૫૩માં બીજી સુધારેલી આવૃત્તિ બહાર પડી છે તેમાં આ રાજા વિષે (પા. ૪૧૮-૯) નીચે પ્રમાણે જણાવ્યું છે: ઈ. ૧૨૧૦(વિ. ૧૨૭૫)નો ભીમદેવ બીજાનો ભરાણાનો લેખ મળ્યો હોવાની ઉપર નોંધ કરી છે...પછી ઈ. ૧૨૧૦થી ૧૨૨૪ વચ્ચેના કોઈ પણ વર્ષમાં ઉપર કહેલા મુસલમાની હુમલાઓથી તથા પુષ્કળ દાનોથી જેની તિજોરીનું તળિયું દેખાઈ ગયું હતું તે ભીમદેવના રાજ્યને બળવાન મંડલિકોએ તથા મંત્રીઓએ દબાવવા માંડયું અને છેવટે જયંતસિંહે પાટણની ગાદી પચાવી પાડી...આ જયંતસિંહ મુખ્ય સોલંકી વંશનો કોઈ ભાયાત જ હોવો જોઈએ; જો કે કોઈ પ્રબંધમાં આનું નામ નથી અને એના લેખમાં એનો મુખ્ય વંશ સાથે સંબંધ બતાવ્યો નથી.” આ હકીકત જોતાં ડૉ૦ ઉમાકાંતભાઈ શાહે મારી માન્યતા વિરુદ્ધ પ્રસ્તુત સિક્કા તે આ જયંતસિંહના હોવાની શક્યતા દર્શાવી છે તે સૂચવે છે કે તેમના મત પ્રમાણે વર્ષ બે વર્ષ માટે કોઈક ગાદી પચાવી પાડનારને તદ્દન નાના પ્રદેશ પર રાજ્ય કરનાર કોઈક એવો સોલંકી ભાયાત કે જેની નોંધ જૈન પ્રબંધાદિ તથા અન્ય સમકાલીન સાહિત્યના કર્તાઓએ લેવાનું ઉચિત માન્યું નથી, તેના આ સિક્કા હોઈ શકે છે પણ જયસિંહ સિદ્ધરાજ જેવા ભારતવિખ્યાત અને મહાન રાજાના હોઈ શકતા નથી. ન્યુમિમેટિક સોસાયટીના જર્નલના તંત્રીએ ડો. શાહના મંતવ્ય વિષે જે નોંધ લખી છે તેના પરથી જણાય છે કે ડૉ. શાહે પોતાની દલીલમાં આ જયંતસિંહની તેના તામ્રપત્ર પર શ્રીમનર્કિંદ તરીકે તેણે કરેલી સહીનો દાખલો આપ્યો છે પણ જયસિંહ સિદ્ધરાજના તામ્રપત્રો પર પણ તેની “જયસિંહ” નામની સહી મળી આવે છે તે વાતનો ઉલ્લેખ કર્યો જણાતો નથી. બંને સહીઓ વચ્ચે અંતર આટલું જ છે કે જયસિંહ સિદ્ધરાજની સહીમાં શ્રીનર્જિવ અને જયંતસિંહની સહીમાં શ્રી નરસિંહસ્થ આ પ્રમાણે લખાણ છે ને પ્રસ્તુત સિક્કાઓ પર શ્રીમનયર્સિટુ લખાણ છે કે આ પ્રમાણે શ્રીમત્ત શબ્દના કારણે સિકકાઓનું લખાણ જયંતસિંહની સહીના લખાણ સાથે સામ્ય ધરાવે છે. પરંતુ આપણે આ હકીકત ધ્યાનમાં રાખવાની છે કે કોઈ રાજા પોતાના હાથે પોતાની સહી કરતાં આવાં વિશેષણ ન લખે. સોલંકી વિશના તામ્રપત્રોમાં મૂળરાજથી માંડી જ્યાં જ્યાં રાજાઓની સહીઓ મળી આવી છે ત્યાં ત્યાં તેમણે ક્યાંય ના કે બીજું વિશેષણ પોતાને હાથે સહીઓમાં લખ્યાં નથી; તેમ કરવાનું કોઈને શોભે પણ નહિ. બીજા પ્રદેશોમાં આ સમયનાં આવાં અનેક ઉદાહરણ મળી આવ્યાં છે કે જ્યાં રાજાઓ પોતાની સહીમાં શ્રીમત્ત વિશેષણ વાપરતા નથી પણ તેમના સિક્કાઓ તથા તામ્રપત્રાદિમાં ઉલ્લેખિત તેમનાં નામ સાથે આ વિશેષણ વપરાયું છે. વળી જયંતસિંહની સહીની બાબતમાં . ઉમાકાંતભાઈએ જે ભાર મૂક્યો છે તે સહી અશુદ્ધ છે તે વાત ઉલ્લેખનીય છે. આ રાજા પોતાના તામ્રપત્રમાં પોતાનું નામ સ્પષ્ટપણે “જયંતસિંહ’ હોવાનું જણાવે છે. આ તામ્રપત્ર ઉકેલનાર ડૉ૦ ખુલર તથા તેમની પછી તે ફરી વાંચનાર વિદ્વાનોએ તે શ્રીમસિંવય આ પ્રમાણે ઉકેલી છે. ડો. શાહ જણાવે છે તેમ તે સહીનું લખાણ શ્રી જયસિંહ નથી. આ ઉપરથી લાગે છે કે આ રાજાને પોતાની સહી બરોબર કરતાં નહિ આવડતી હોય એટલે તેનાથી તામ્રપત્ર પર સહી કરતાં શ્રીમનયંતસિઁવચને બદલે જેમાં બે અક્ષરો ( 3 અને 7) ખૂટે તે શ્રીમનસિંહદેવસ્થ લખાઈ ગયું. તામ્રપત્રો પર આવી અશુદ્ધ સહીઓના આવા અનેક દાખલા મળી આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.211656
Book TitleMaharaja Jaysinh Siddharaj na Chandina Sikka
Original Sutra AuthorN/A
AuthorAmrut Pandya
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages10
LanguageHindi
ClassificationArticle & 0_not_categorized
File Size706 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy