SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા ૧૦૭ ક સં. ૯૨૬નો નાગપુર સંગ્રહસ્થાનનો લેખ, ઈન્ડિયન એન્ટીકવરી ૧૮, ૨૧૪-૧૮; અને કરબલનો લેખ, એપી. ઈ. ૫, ૬૦) પણ તેની કારકિર્દી પર તે પ્રકાશ ફેંકતા નથી. માળવા: પરમાર જયસિંહ (૧૦૫૧-૧૦૫૯) : ભોજનો ઉત્તરાધિકારી તથા ગુજરાતના સોલંકી ભીમદેવ પ્રથમનો તેના જીવનના પાછલા ભાગનો સમકાલીન. માળવા: પરમાર જયસિંહ (૧૦૬૮) : જ્યવર્માનો ઉત્તરાધિકારી તથા ગુજરાતના કર્ણ સોલંકી(૧૦૬૪–૧૦૯૪)નો સમકાલીન. માળવા: પરમાર જયસિંહ (૧૩૦૮-૧૩૪૨): માળવાનો છેલો પરમાર, ઉદયપુર-માળવા ખાતે તેનો વિ. સં. ૧૩૬૬નો લેખ છે. - માળવા: જયસિંહ મંડ૫(માંડુ)નો. : આ ધારની દક્ષિણે માંદુ નજીકના કેટલાક વિસ્તારનો નાનો રાજા હતો જેનો ઉલ્લેખ હમીરના બલવાન લેખ(એપી. ઈ. ૧૯, ૪૬-૫૦)માં મળી આવ્યો છે. આ ગુજરાતના વીસલદેવ વાઘેલાનો સમકાલીન હતો. વાગડ (ડુંગરપુર-વાંસવાડા ક્ષેત્ર) : વિ. ૧૧૯૫(ઈ ૧૨૫૧)ના વૈદ્યનાથમન્દિરના ઝારોલ ગામના શિલાલેખમાં એક વાગડના જયસિંહની નોંધ મળી આવે છે. તે ગુજરાતના ભીમ બીજા (૧૧૭૮-૧૨૪૧)નો સમકાલીન હતો. મેવાડ: ઈ. ૧૩૦૦ લગભગમાં મેવાડમાં જયસિંહ સીસોદિયા થયો હતો. દક્ષિણ મારવાડ: જાલોરના માલદેવ સોનગરાનો દીકરો, જે ૧૪મા સૈકાના આરંભકાળે થયો હતો. સૌરાષ્ટ્ર: “મંડલીક નૃપચરિત' પ્રમાણે જૂનાગઢના ચુડાસમા રાજવંશમાં ઈ. ૧૪૧૫માં રા'ખેંગાર પછી એક સિંહ ગાદીએ બેઠો હતો. તેણે ૧૧ વર્ષ રાજ્ય કર્યું હતું. (Proc. Indian Hist. Congress, 1952, pp. 170-174, article by Shri H. D. Velankar). ગુજરાત: જાણીતો જયસિંહ સિદ્ધરાજ (ઈ. ૧૦૯૪-૧૧૪૩) પ્રસ્તુત સિકકાઓમાંનો જયસિંહ ઉપરની યાદીમાંનો એકાદ રહ્યો હશે. ડાહલ (મધ્યપ્રદેશને ઉત્તર ભાગ) ગુજરાતથી ઘણે દૂર છે પણ લિપિની દષ્ટિએ ડાહલના જયસિંહનો મુદ્દો આપણે વિચારવાનો રહે છે કારણ કે પૂર્વ મધ્યકાળમાં જ્યારે ગુજરાતમાં સોલંકી અને ડાહલમાં હૈહયોનું રાજ્ય હતું ત્યારે બંને પ્રદેશોના લેખોમાં લગભગ સરખા પ્રકારની લિપિ પ્રચલિત હતી. માળવા વિષે પણ તેમ જ હતું. પણ આ જયસિંહ હૈયના જીવનની કશી માહિતી તેના લેખોમાંથી મળતી નથી તે આપણે જોઈ ગયા છીએ. વળી તેના સિક્કા હજુ તેના પોતાના પ્રદેશમાં મળી આવ્યા નથી તો આટલે આઘે ગુજરાતમાં તો ક્યાંથી મળે તે વાત સમજાય તેવી છે. તેવી જ રીતે માળવાના જયસિંહોના સિકકા માળવા કે બીજે કયાંય મળ્યા નથી. મંડપનો જયસિંહ ને તેવી જ રીતે વાગડ, મેવાડ અને દક્ષિણ ભારવાડ (જાલોર)ના જયસિંહો એટલા બધા નાના રાજાઓ હતા કે તેમણે પોતાના સિક્કા પડાવ્યા હોય એમ ભાગ્યે જ બની શકે. તો પણ તેમના સિક્કા તેમના પોતાના પ્રદેશમાં ન મળી આવતાં છેક ગુજરાતમાં મળી આવે તે પણ બનવાજોગ નથી. સૌરાષ્ટનો ચુડાસમા રા' જયસિંહ સોલંકીઓનો ખંડિયો રહ્યો હોવો જોઈએ ને ગુજરાતના સાર્વભૌમ સોલંકી જયસિંહે સિક્કા ન પડાવ્યા હોય અને આ જુનાગઢના રા'એ સિક્કા પડાવ્યા હોય અને તે છેક ગુજરાત સુધી ચાલે તે વાત મનાય તેવી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.211656
Book TitleMaharaja Jaysinh Siddharaj na Chandina Sikka
Original Sutra AuthorN/A
AuthorAmrut Pandya
PublisherZ_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf
Publication Year1956
Total Pages10
LanguageHindi
ClassificationArticle & 0_not_categorized
File Size706 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy