________________
મહારાજા જયસિંહ સિદ્ધરાજના ચાંદીના સિક્કા
૧૦૩
આ હકીકત તાં સોલંકીઓના સિક્કા કેમ મળી આવતા નથી તે વાત ભારતીય નિષ્યવિદ્યાનો એક કોયડો છે.
ઉત્તરપ્રદેશના ઝાન્સી જિલ્લાની ગરનાથા તહસીલના પડવાહા ગામ ખાતે ૧૯૦૫માં ગૂર્જર-પ્રતિહાર રાજા ભોજદેવ(ઈ. ૮૪૦-૮૯૦ લગભગ)ના ચાંદીના સાત સિક્કાઓની સાથે સોનાના અનુક્રમે ૬૫ અને ૬૬ ગ્રેન વજનના તથા ૮૫° અને ૮૦" જેટલા વ્યાસવાળા એ જૂના સિક્કાઓ પણ મળી આવ્યા હતા. આ સિક્કાઓપર જૂની નાગરી લિપિ(મધ્યકાલીન)માં ‘શ્રીસિદ્ધરાજ્ઞઃ’ એવું લખાણ હોવાથી શ્રી આર૰ અનૈ (R. Burn) તે ગુજરાતના સોલંકી ‘સિદ્ધરાજ'ના હોવાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. (Numismatic Supplement to J. Asiatic Society of Bengal, VII, 1907, Article entitled, ‘A New Medieval Gold Coin'). આ સિક્કા લખનઉના પ્રાદેશિક સંગ્રહસ્થાનમાં મૂકવામાં આવ્યા હતા જે હજુ પણ ત્યાં જ છે. ૧૯૩૬માં આ સિક્કા જાણીતા નિષ્કશાસ્ત્રી રાયબહાદુર શ્રી પ્રયાગયાલે ફરી તપાસ્યા હતા. તેમની આ તપાસની બાબતમાં તેમણે ભારતીય પુરાતત્વખાતાના તત્કાલીન ડેપ્યુટી ડાયરેકટર જનરલ રાવબહાદુર કાશીનાથ ના દીક્ષિતની સલાહ લઈ શ્રી બર્નના ઉપરોક્ત અભિપ્રાયને ટેકો આપતાં જણાવ્યું હતું, “આ બંને સિક્કાઓ પર ૧૧-૧૨મી સદીના અક્ષરોમાં બંને બાજુએ ‘ સિદ્ધરાજ: ' એવું લખાણ છે. આ રાજાના સમકાલીન મહારાજા ગોવિન્દચન્દ્ર (૧૧૧૨ – ૧૧૬૦)ના સિક્કાઓ સાથે વજન અને કદની દૃષ્ટિએ આ મળતા આવે છે પણ એમનો આકાર-પ્રકાર કંઈક જુદી જાતનો છે, કારણ કે એમની પાછળ કોઈ દેવ કે દેવીની આકૃતિ નથી. વળી આ સિક્કાઓની ધાતુ જો કે મિશ્રણ વગરનું શુદ્ધ સોનું જણાય છે, પણ તેમનો અસામાન્ય આકાર અને અક્ષરોની પડેલી છાપની અસ્પષ્ટતા જોતાં લાગે છે કે તે ચલણી સિક્કા તરીકે ભાગ્યે જ ઉપયુક્ત રહ્યા હોય. માળવાવિજય જેવા કોઈ ખાસ પ્રસંગની યાદગારમાં તે પાડ્યા હોય તો કહેવાય નહિ. (Two Gold Coins of Siddharāja Jayasimha', Numismatic Supplement to J. Royal Asiatic Society of Bengal, III, 2, 1937, p. 117-118).
૧૯૩૩માં વડોદરા ખાતે ઇન્ડિયન ઓરીઍન્ટલ કૉન્ફરન્સ (ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદ)નું સાતમું અધિવેશન ભરાયેલું તેમાં તે વખતના મુંબઈના પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર શ્રી ગિરિજાશંકર વલ્લભજી આચાર્યે ગુજરાતમાં નાણાકીય ચલણનો ઇતિહાસ (History of Coinage in India) આ નામનો નિબંધ વાંચતાં તેમાં એક સ્થળે નીચે પ્રમાણે જણાવ્યું હતું :
"The 12th and 13th centuries of the Christian era form another obscure period in the history of Gujarat coinage. The Solankis and Vaghelas have been described in inscriptions as powerful monarchs ruling over Gujarat and Kathiawad and while they have built numerous wells and temples it is surprising that they never exercised the right of coining money. A few tiny copper pieces in Prof. Hodiwala's collection with the inscription Śrīmajjayasimha are hesitatingly assigned to Siddharāja Jayasimha but besides those pieces no coin of any of the rulers is available in Gujarat which can with certainty be assigned to any one of them." (Proceedings and Transactions of the Seventh All-India Oriental Conference, Baroda, 1933, P. 695).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org