Book Title: Mahaprajana Vani Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana Publisher: Anekant Bharati Prakashan View full book textPage 7
________________ સંપાદકીય અવસર દરેક વ્યક્તિના દ્વારે ટકોરા પાડે છે. અમુક વ્યક્તિ આ ધ્વનિને સાંભળી શકતી નથી. અમુક માણસો સાંભળવા છતાં ન સાંભળ્યું કરે છે. અમુક માણસો જ એ દિશામાં પ્રસ્થાન માટે કદમ ઉઠાવે છે. અમારા કાનમાં પણ એક સોનેરી અવસરના પગરવ સંભળાયા. આચાર્યપ્રવરના પ્રવચનોનું સંપાદન કરવાનું છે. જે પ્રવચનોના સંપાદનમાં આગમ મનીષી મુનિશ્રી દુલહરાજજીની સક્ષમ લેખિનીએ એક લાંબી સફર પૂરી કરી. તેમના પછી મુનિશ્રી ધનંજયકુમારજી સફળતાપૂર્વક આ કાર્યને આગળ વધારી રહ્યા છે. આ મહાન કાર્યનો એક અંશ અમારી આંગળીઓને સ્પર્શે છે. અમે વિચાર્યું આ અમારા વિકાસને અને સમયને સાર્થક કરનાર સોનેરી અવસર છે કારણ કે સમય મુઠ્ઠીમાં રેતીની જેમ નાના-નાના છિદ્રમાંથી સરકે છે અને પછી આપણે પૂછીએ છીએ કે સમય ક્યાં ગયો ? આ અવસર અમારા ભાગ્યને નિખારવા આવ્યો છે. આચાર્યપ્રવરના પ્રવચનનો એક એક શબ્દ મસ્તિષ્કને ઝંકૃત કરે છે. એ મૌન શબ્દો વ્યક્તિને સાચી દિશામાં પ્રસ્થાન માટે પ્રેરિત કરે છે. એમની વાણીમાં દુર્બળતારૂપ ઠંડકના બરફને તોડવાની તાકાત છે. જનતાની ભાષામાં જનતાની વાતને સહજ, સરળ અને સરસ પ્રસ્તુતિનું સુફળ એ છે કે બાણથી પણ ચલિત ન થનાર માણસોને આપની વાણીની અસર થઈ છે. આચાર્યશ્રીના સંસ્કાર ચેનલ પરથી પ્રસારિત થતાં પ્રવચનોએ ઘણા Jain Education International 6 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 198