Book Title: Mahaprajana Vani
Author(s): Mahapragna Acharya, Shubhkaran Surana
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તુતિ શબ્દોનું ક્ષેત્ર બહુ વિશાળ છે. દરેક શતાબ્દીમાં શબ્દનો વૈભવ વધતો જાય છે. મારે કોઈ નવી દુકાન ખોલવી નથી. હું સીધોસાદો માલ પ્રસ્તુત કરીશ. જૂની દુકાન અને જૂનો માલ. મને જૂનાનો મોહ નથી કે નથી નવા પ્રત્યે ધૃણા. જૂનાનો મારો અર્થ એ છે કે જે પ્રથમ દર્શનમાં આકર્ષક હોય. જેમ જેમ ઉપયોગ કરીએ કે આકર્ષણ વધતું જાય. નવાનું તાત્પર્ય છે, જે પ્રથમ દર્શનમાં આકર્ષક હોય અને ધીમે ધીમે આકર્ષણ ઘટતું જાય. હું જ્યારે બોલું છું ત્યારે મારી સમક્ષ બે બાબતો હોય છે. - શાશ્વત અને અશાશ્વત તરફ - એટલે કે કોઈ એક બાબતે ઝુકાવ ધરાવતો નથી. એટલે જ હું જે કહું છું તેને શાશ્વતવાદી પણ સાંભળે છે અને અશાશ્વતવાદી પણ સાંભળવા ઇચ્છે છે. અનેકાન્તનું હાર્દજ આ છે કે સત્ય પર નથી તો શાશ્વતવાદીનો અધિકાર કે નથી માત્ર અશાશ્વતવાદીનો અધિકાર. બંને સંદર્ભે સમન્વય સ્થાપિત કરનારનો જ સત્ય વિષે વાત કરવાનો અધિકાર છે. પ્રસ્તુત ગ્રંથસ્થ પ્રવચનોને વાંચતી વખતે બંને દૃષ્ટિઓને સાથે રાખીને ચાલીએ. ગ્રંથ સંપાદનમાં સાધ્વી વિમલપ્રજ્ઞા અને સાધ્વી વિદ્યુતવિભાએ ઘણો શ્રમ કર્યો છે. મુનિ જયકુમારનો પણ સહયોગ મળ્યો છે. નિર્જરાની સાથે સાથે તેઓ લાભાન્વિત થયા છે. અધ્યાત્મ સાધના કેન્દ્ર - આચાર્ય મહાપ્રજ્ઞા નવી દિલ્હી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 198