Book Title: Mahapandit Lalanji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 2
________________ મહાપંડિત શ્રી લાલન ૩૩ પહેલા પુત્રના નામ પરથી લાલન ગોત્રનું નામ પાડવામાં આવ્યું છે. આ ગોત્રમાં અનેક શૂરવીર, દાનવીર અને ધર્મવીર મહાપુરુષો થઈ ગયા. આવા સંસ્કારી કુળમાં આપણા ચરિત્રનાયકનો જન્મ થયો હતો. બાળપણ, ભણતર અને દાડનર : ચંદ્રની કળાની માફક બાળક દિનપ્રતિદિન કચ્છની ધીંગી ધરામાં ખેલતો-કૂદનો મોટો થવા લાગ્યો. તે દરમિયાન બે-ત્રણ વર્ષ પિતાશ્રી કપૂરદભાઈને જામનગર રહેવાનું થયું. અહીંની ગામઠી શાળામાં આ બાળકનું પ્રાથમિક ભણતર પૂરું થયું તેટલામાં વળી પિતાજીને કામધંધા માટે મુંબઈ આવવાનું થયું જેથી નોન-મૅટ્રિક સુધીનો અભ્યાસ મુંબઈમાં થયો. મૅટ્રિકમાં સફળતા ન મળી, છતાં તેમણે સામાન્ય સ્થિતિમાં રહીને, જાહેર લાઇટના થાંભલાઓ નીચે બેસીને પણ અભ્યાસ તો ચાલુ જ રાખ્યો. અહીં સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી ભાષાઓ, જીવઅજવાદિ તત્ત્વો, વિવિધ ધમ, તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો અને યોગવિષયક સાહિત્યનો તેમણે સૂક્ષ્મ અને વિષદ અભ્યાસ કર્યો. ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ સારી હોવાથી તેઓ એક જ દિવસમાં ઘણા શ્લોકો કંઠસ્થ કરી લેતા. આ પ્રમાણે જન્મભૂમિ કચ્છની, સંસ્કારભૂમિ સૌરાષ્ટ્રની અને ભણતરભૂમિ મુંબઈની–એમ ત્રિવિધ વિશેષતાથી તેમનું વ્યક્તિત્વ ઘડાયું. જન્મભૂમિની સાહસિકતા અને હિંમત, સૌરાષ્ટ્રની જિજ્ઞાસા અને મહત્ત્વાકાંક્ષા તથા મુંબઈની વિશાળતા અને માનવપ્રેમના ત્રિવેણી સંગમનો પાયો કુમાર અવસ્થામાં જ દઢપણે લાલનના જીવનમાં નંખાઈ ગયો. આમ તેમનામાં મહાન ભાવી જીવનનાં મૂળ નંખાયાં. પોતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી તેથી પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા અને પરત કરી દેતા. કોઈ પણ વિષય બીજાઓને સમજાવવાની એક વિશિષ્ટ આવડતને લીધે તેઓએ શિક્ષક તરીકે થોડા જ સમયમાં ખૂબ સફળતા અને નામના પ્રાપ્ત કરી લીધી. આમ, ધીમેધીમે એક બાજુ તેઓ વિવિધલક્ષી વાચનથી પોતાનો જ્ઞાનભંડાર સમૃદ્ધ કરતા હતા તો બીજી બાજુ અધ્યાપનકાર્ય દ્વારા પ્રાપ્ત કરેલા શાનનું વ્યવસ્થીકરણ, વિવિધ વિષયો પરનું પ્રભુત્વ, વિચારોને સુંદર રીતે રજૂ કરવાની કળા અને વિદ્વાનોનો સમાગમ-આ બધાં સાધનોના પ્રભાવથી થોડા જ વખતમાં તેઓશ્રીનું પંડિત લાલન’ તરીકેનું વિશિષ્ટ વ્યક્તિત્વ સમસ્ત સમાજમાં જાણીતું થવા લાગ્યું. ૨૫-૨૭ની ઉંમરે પહોંચતાં પહેલાં તો થિયોસોફી સહિત ભારતીય દર્શનોનો અને મોટા ભાગનાં પાશ્ચાત્ય દર્શનોનો અભ્યાસ તેમણે કરી લીધો હતો. પરિણામે વિવિધ વિષયના અને ભાષાના શ્લોકો, ગાથાઓ, કહેવતો, ગઝલો, સુભાષિતો, ગદ્યપદ્ય અવતરણોની વિપુલતાવાનું તેમનું પ્રવચન સાંભળવાની લોકોને ઉત્સુકતા રહેતી અને નક્કર જ્ઞાનપ્રાપ્તિનો અવકાશ રહેતો. આમ, એક લોકપ્રિય અને સફળ વક્તા તરીકે તેઓની ખ્યાતિ પ્રસરવા લાગી. ધર્મપ્રેમી શ્રાવક તરીકે: તે વખતના સામાજિક રિવાજો મુજબ ફતેહચંદભાઈનાં લગ્ન લગભગ વીસેક વર્ષની ઉંમરે શ્રી જેઠાભાઈ હંસરાજની સુપુત્રી મોંઘીબાઈ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7