Book Title: Mahapandit Lalanji
Author(s): Atmanandji
Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૩૬ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ‘જી ! હું લાલવાડી રહું છું !' “શું હું ત્યાંથી ચાલીને આવે છે, ભાઈ?'' ‘“જી, હું ચાલીને આવું છું અને ચાલીને જ પાછો ફરું છું.' “શું તમે ગરીબ છો ?’’ “જી ના ! મને વાચનનો શોખ છે તેથી હંમેશાં વાચન માટે અહીં આવું છું અને શાંતિથી વાંચન કરું છું.' ‘ભાઈ! નું બીતો નહિ. મોડું થઈ જાય તો હું તને મૂકવા આવીશ.” “જી ! હું ડરતો નથી, ગમે ત્યારે ઘેર જઈ શકું છું.' કેવો વિનય ! કેવી સૌમ્યતા ! કેવી જ્ઞાનપિપાસા ! કેવી નીડરતા તેઓશ્રી આ રીતે વર્ષો સુધી મ્યુનિસિપાલિટીના દીવાના પ્રકાશમાં ભણ્યા અને ધર્મના દીપક, અધ્યાત્મપ્રેમી અને પ્રસિદ્ધ વક્તા બન્યા. ૨. સર્વેષામ્ : લાલનસાહેબમાં જેમ નિ:સ્પૃહતા હતી. તેમ તેમના સ્વભાવમાં વિનોદભાવ પણ હતો. તેઓ બાળક જેવા સરળ હતા. તેમનું એક પુસ્તક અમેરિકામાં ટ્રેનમાં ક્યાંક રહી ગયું. તેમણે જયા૨ે સ્ટેશનમાસ્તરને પુસ્તકની વાત કરી ત્યારે તેમણે કહ્યું : “પુસ્તક ઉપર લાલન નામ નથી પણ ‘સર્વેષામ્’ લખેલું છે.” એથી પુસ્તક મળી ગયું. ‘સર્વેષામ્’ એટલે એ પુસ્તક સહુનું છે. એ જાણીને સ્ટેશનમાસ્તર પણ આનંદિત થઈ ગયા. ૩. આશાવાદી બનો: એક અમેરિકન બાઈએ એક વાર લાલનને મળવા માટે મિત્રોનો મેળાવડો યોજ્યો. એક બાજુ શ્રી લાલનને બેસવા માટે ખુરશીની સામે મેજ મૂકેલું હતું. મેજ ઉપર શાહીનો ખડિયો અને પેન તથા કાગળ હતા. નીચે સુંદર ગાલીચો બિછાવેલો હતો. સામે હારબંધ ખુરશીઓ પર મળવા તથા શ્રી લાલનનું પ્રવચન સાંભળવા આવેલા સંખ્યાબંધ મિત્રો બેઠેલા હતા. પ્રવચન શરૂ થાય તે પહેલાં કોઈનો હાથ અડકવાથી મેજ પરનો શાહી ભરેલો ખડિયો ઊછળીને નીચે પડયો અને ગાલીચાના છડા પર મોટો ડાધ પડ્યો. ગાલીચો મૂલ્યવાન હતો. તે બગડયો તેથી બાઈને એટલું બધું લાગી આવ્યું કે તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. શ્રી લાલને તે જ પ્રસંગ ઉપર પ્રવચન કરતાં કહ્યું: મિત્રો ! આવો સુંદર ગાલીચો અને તે પર શાહીનો ડાઘ પડ્યો તેથી બહેનને બહુ દુ:ખ થયું. મને પણ દુ:ખ થાય એ સ્વાભાવિક છે. પણ ના ! મને એનું દુ:ખ લાગતું નથી અને બહેન, તમે પણ શા માટે દુ:ખ માનો છો? આવડા મોટા ગાલીચા પર એક ડાઘ પડ્યો, જે ડાઘ ગાલીચાના વિસ્તારના સોમા ભાગ જેટલો પણ નથી, નવ્વાણું ટકા ગાલીચો તો તેવો ને તેવો જ સુંદર છે! એ ડાધ જ શા માટે જોવો અને બાકીનો સુંદર ગાલીચો કેમ ન જોવો? જીવનમાં પણ એવો જ ભ્રમ માણસને પીડનારો બને છે. જીવનમાં સંકટ આવતાં જ માણસ રી ઊઠે છે: “અરે રે! મારું જીવન બગડયું, મારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7