Book Title: Mahapandit Lalanji Author(s): Atmanandji Publisher: Z_Arvachin_Jain_Jyotirdharo_001288.pdf View full book textPage 7
________________ 38 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો અને અમદાવાદમાં તેઓએ કરેલા સામાયિકના પ્રયોગો અને આયોજનોનો લોકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો, અને યોગાભ્યાસ પ્રત્યે તથા પૂર્વાચાયનાં શાસ્ત્રો પ્રત્યે પ્રેમ કેળવ્યો હતો. સાહિત્યનિર્માણ : ભારતમાં અને વિદેશમાં લોકોને તત્વજ્ઞાન અને યોગસાધનામાં સાદી ભાષામાં માર્ગદર્શન મળી રહે તે માટે તેઓએ વિવિધ પ્રકારના સાહિત્યની રચના કરી હતી, જેમાં ચોવીસ ગુજરાતી અને બે અંગ્રેજી પ્રકાશનોનો સમાવેશ થાય છે. તેમાંથી નીચેનાં પ્રકાશનો વધારે અગત્યનાં ગણાય છે : (1) સહજાન્સમાધિ : બાહા દૃષ્ટિને છોડી, આત્માનું માહાસ્ય જાણી, એક પછી એક પગથિયાં ચડી, અંતર્મુખ થઈ આત્મજ્ઞાન કેવી રીતે પામવું ને આ પુસ્તકમાં યોગપદ્ધતિથી બતાવેલું છે. ઈ. સ. ૧૯૦૧માં આ પુસ્તકની રચના થઈ હતી. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ શ્રી હર્બર્ટ વૉરને સન ૧૯૧૪માં કર્યો હતો. (2) દિવ્ય જ્યોતિ દર્શન : ઈ. સ. 1908 માં આ પુસ્તક પ્રથમ વાર પ્રકાશિત થયું. આમાં ઉપર્યુક્ત વિષયનું જ ટૂંકાણમાં વિવેચન કરેલું છે. (3) સ્વાનુભવ-દર્પણનો અનુવાદ (4) શ્રમણ નારદ (અનુવાદ). (5) Gospel of Man (માનવગીના, ઈ. સ. 1900) (6) સામયિકના પ્રયોગો (1926): આ પુસ્તક ધ્યાનના અભ્યાસીઓને ખૂબ ઉપયોગી છે. તેમાં આઠ પ્રકારનાં સામાયિકોનું એક-એક દષ્ટાંત આપીને સુંદર, ભાવવાહી અને ઉપયોગી વર્ણન કર્યું છે. તેની છ ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. (7) આત્માવબોધ: (શ્રી જયશેખરસૂરિએ 43 શ્લોકમાં રચેલ ગ્રંથ) ઉપર ટીકા અને વિવેચન (8) જૈન ધર્મ-પ્રારંભ પોથી (ત્રણ ભાગમાં) : તેઓ માનતા કે હાથ શૌર્યનું, મસ્તક જ્ઞાનનું, હૃદય આનંદનું અને વાણી 34 કારરૂપ જ્ઞાનનું પ્રતીક છે, માટે આ ચારેયને સારી રીતે કેળવવાથી જીવનનો સર્વાગી વિકાસ થાય છે અને મનુષ્ય ઉચ્ચ પદને પામે છે. ઉપસંહાર : પંડિત લાલનનું વ્યક્તિત્વ ખરેખર આપણને એક ધ્યેયનિષ્ઠ જીવનની યાદ અને પ્રેરણા આપી જાય છે. તેમના ઉન્નત જીવનમાંથી આપણે સાદાઈ, સંતોષ, વિદ્યાની આજીવન ઉપાસના, સમાજસેવા, ભારતીય સંસ્કૃતિના પાયારૂપ મૂલ્યો વિષેનો અત્યંત પ્રેમ, બાળકોને કેળવણી અને સુસંસ્કારો આપવાની ધગશ, નવા વિચારોને જીવનમાં અપનાવવાની ઉદારતા, સસંગ અને સગુણોને જીવનમાં અગ્રસ્થાન આપવાની નીતિ, સ્વાર્થત્યાગ અને વિશ્વપ્રેમનું ખાસ સમર્થન તથા અજનક્ષગુનો ભાવ કેળવીએ અને આપણા જીવનને પણ જ્ઞાનપ્રકાશ, સદાચાર અને સરસ્વતીની ઉપાસના તરફ લઈ જઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7