Page #1
--------------------------------------------------------------------------
________________
૪. મહાપંડિત શ્રી લાલન
પૂર્વભૂમ્પિકા અને જન્મ ઈ. સ. ૧૮૫૭ની સાલ ભારતને માટે સંઘર્ષ, ઉત્તેજના અને સંક્રાંતિનો કાળ હતો. એક બાજુ અંગ્રેજી સલ્તનત કોઈ પણ ભોગે ભારતવાસૌઓ ઉપર પોતાની સાર્વભૌમ સત્તા કાયમને માટે સ્થાપવા કૃતનિશ્ચયી બની હતી અને વિવિધ આયોજનો કરી રહી હતી, ત્યારે બીજી બાજુ ભારતીય પ્રજા અને ખાસ કરીને લશ્કરમાં અંગ્રેજી સલ્તનત સામે અનેક કારણોસર અસંતોષ ઉત્પન્ન થયો હતો.
આવા કપરા કાળમાં, પશ્ચિમ ભારતના એક નાનકડા ગામ, કચ્છના માંડવીમાં, પિતાશ્રી કપૂરચંદભાઈ અને માતા મોંધીબાઈને ઘેર દિનાંક ૧-૪-૧૮૫૭ના રોજ એક હસમુખા બાળકનો જન્મ થયો. સામાન્ય રીતે તરન જન્મેલું બાળક રડે છે, જ્યારે આ બાળક રડતું ન હતું જેથી સૌને નવાઈ લાગી. માતા મોંધીબાઈને આ હસમુખા બાળકને જોઈ આનંદ અને આશ્ચર્યની લાગણીઓનો અનુભવ થયો. બાળકનું નામ ફતેહરચંદ રાખવામાં આવ્યું.
લાલન ગોત્રનો ઇતિહાસ ખૂબ ઉજજવળ રહ્યો છે. વિ. સં. ૧૧૭૩માં નગરપારકરમાં રાવજી ઠાકોરને ત્યાં બે પુત્રોનો જન્મ થયો : ‘લાલણ’ અને ‘લખધીર’.
૩ર
Page #2
--------------------------------------------------------------------------
________________
મહાપંડિત શ્રી લાલન
૩૩
પહેલા પુત્રના નામ પરથી લાલન ગોત્રનું નામ પાડવામાં આવ્યું છે. આ ગોત્રમાં અનેક શૂરવીર, દાનવીર અને ધર્મવીર મહાપુરુષો થઈ ગયા. આવા સંસ્કારી કુળમાં આપણા ચરિત્રનાયકનો જન્મ થયો હતો.
બાળપણ, ભણતર અને દાડનર : ચંદ્રની કળાની માફક બાળક દિનપ્રતિદિન કચ્છની ધીંગી ધરામાં ખેલતો-કૂદનો મોટો થવા લાગ્યો. તે દરમિયાન બે-ત્રણ વર્ષ પિતાશ્રી કપૂરદભાઈને જામનગર રહેવાનું થયું. અહીંની ગામઠી શાળામાં આ બાળકનું પ્રાથમિક ભણતર પૂરું થયું તેટલામાં વળી પિતાજીને કામધંધા માટે મુંબઈ આવવાનું થયું જેથી નોન-મૅટ્રિક સુધીનો અભ્યાસ મુંબઈમાં થયો. મૅટ્રિકમાં સફળતા ન મળી, છતાં તેમણે સામાન્ય સ્થિતિમાં રહીને, જાહેર લાઇટના થાંભલાઓ નીચે બેસીને પણ અભ્યાસ તો ચાલુ જ રાખ્યો. અહીં સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી ભાષાઓ, જીવઅજવાદિ તત્ત્વો, વિવિધ ધમ, તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો અને યોગવિષયક સાહિત્યનો તેમણે સૂક્ષ્મ અને વિષદ અભ્યાસ કર્યો. ગ્રહણશક્તિ અને સ્મરણશક્તિ સારી હોવાથી તેઓ એક જ દિવસમાં ઘણા શ્લોકો કંઠસ્થ કરી લેતા.
આ પ્રમાણે જન્મભૂમિ કચ્છની, સંસ્કારભૂમિ સૌરાષ્ટ્રની અને ભણતરભૂમિ મુંબઈની–એમ ત્રિવિધ વિશેષતાથી તેમનું વ્યક્તિત્વ ઘડાયું. જન્મભૂમિની સાહસિકતા અને હિંમત, સૌરાષ્ટ્રની જિજ્ઞાસા અને મહત્ત્વાકાંક્ષા તથા મુંબઈની વિશાળતા અને માનવપ્રેમના ત્રિવેણી સંગમનો પાયો કુમાર અવસ્થામાં જ દઢપણે લાલનના જીવનમાં નંખાઈ ગયો. આમ તેમનામાં મહાન ભાવી જીવનનાં મૂળ નંખાયાં.
પોતાની આર્થિક સ્થિતિ સામાન્ય હતી તેથી પુસ્તકાલયમાંથી પુસ્તકો લાવીને વાંચતા અને પરત કરી દેતા. કોઈ પણ વિષય બીજાઓને સમજાવવાની એક વિશિષ્ટ આવડતને લીધે તેઓએ શિક્ષક તરીકે થોડા જ સમયમાં ખૂબ સફળતા અને નામના પ્રાપ્ત કરી લીધી. આમ, ધીમેધીમે એક બાજુ તેઓ વિવિધલક્ષી વાચનથી પોતાનો જ્ઞાનભંડાર સમૃદ્ધ કરતા હતા તો બીજી બાજુ અધ્યાપનકાર્ય દ્વારા પ્રાપ્ત કરેલા શાનનું વ્યવસ્થીકરણ, વિવિધ વિષયો પરનું પ્રભુત્વ, વિચારોને સુંદર રીતે રજૂ કરવાની કળા અને વિદ્વાનોનો સમાગમ-આ બધાં સાધનોના પ્રભાવથી થોડા જ વખતમાં તેઓશ્રીનું
પંડિત લાલન’ તરીકેનું વિશિષ્ટ વ્યક્તિત્વ સમસ્ત સમાજમાં જાણીતું થવા લાગ્યું. ૨૫-૨૭ની ઉંમરે પહોંચતાં પહેલાં તો થિયોસોફી સહિત ભારતીય દર્શનોનો અને મોટા ભાગનાં પાશ્ચાત્ય દર્શનોનો અભ્યાસ તેમણે કરી લીધો હતો. પરિણામે વિવિધ વિષયના અને ભાષાના શ્લોકો, ગાથાઓ, કહેવતો, ગઝલો, સુભાષિતો, ગદ્યપદ્ય અવતરણોની વિપુલતાવાનું તેમનું પ્રવચન સાંભળવાની લોકોને ઉત્સુકતા રહેતી અને નક્કર જ્ઞાનપ્રાપ્તિનો અવકાશ રહેતો. આમ, એક લોકપ્રિય અને સફળ વક્તા તરીકે તેઓની ખ્યાતિ પ્રસરવા લાગી.
ધર્મપ્રેમી શ્રાવક તરીકે: તે વખતના સામાજિક રિવાજો મુજબ ફતેહચંદભાઈનાં લગ્ન લગભગ વીસેક વર્ષની ઉંમરે શ્રી જેઠાભાઈ હંસરાજની સુપુત્રી મોંઘીબાઈ અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
Page #3
--------------------------------------------------------------------------
________________
૩૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
સાથે થયાં. હવે તેઓ મુંબઈમાં લાલવાડીમાં એક રૂમ લઈને સાદું, ઉચ્ચ વિચારના સિદ્ધાંતને અનુસરીને એક આદર્શ શિક્ષક તરીકેનું જીવન વિતાવવા લાગ્યા. પિતાજીની ઇચ્છા તેમને વેપારી બનાવવાની હતી પણ લાલનનું મન વિદ્યાને વરેલું હતું. પોતાનું સમગ્ર જીવન સરસ્વતી અને સમાજને ચરણે ધરવાનો તેમણે પોતાના મનમાં પાકો નિશ્ચય કરી લીધો હતો. તેમણે શિક્ષક તરીકેની સૌથી પહેલી નોકરી માસિક રૂ. ૧૦ ના પગારથી ચાલુ કરેલી પણ ચાર-પાંચ વર્ષના ગાળામાં સફળ શિક્ષક અને મહાન વિદ્વાન તરીકેની આત્યંતિક ખ્યાતિને પામવાને લીધે તેમની ટયૂશનની આવક માસિક રૂ. ૩૦૦ જેટલી થઈ ગઈ, જેથી તેમની આજીવિકા સંબંધી ચિંતા ટળી ગઈ હતી.
તેમને ઘેર એક દીકરીનો જન્મ થયો હતો જેનું નામ ઊજમ રાખ્યું હતું. યથા સમય તેનાં લગ્ન શિહોરમાં કરવામાં આવ્યાં હતાં પરંતુ થોડા જ સમયમાં તેણીનું મૃત્યુ થયું, જેનો મોંઘીબહેનને ઘણો આઘાત લાગ્યો. ફતેહગંદભાઈ પ્રથમથી જ સંસાર પ્રત્યે ઉદાસીન અને ધર્મસાહિત્યના ઉપાસક હતા. લગભગ ૩૯ વર્ષની ઉંમરે તેમણે મોંઘીબહેન સમક્ષ બ્રહ્મચર્યની આજીવન પ્રતિજ્ઞા લેવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેમની સહધર્મચારિણીએ તે સહર્ષ સ્વીકાર્યો. આમ એક આદર્શ, ઉન્નત, સદાચારી, અધ્યાન્મના રંગે રંગાયેલા મહાન બ્રહ્મચારી વિદ્વાન તરીકેનું જીવન જીવવાનો તેમનો સંકલ્પ ફળ્યો.
પરદેશમાં પંડિત લાલન : જન્મજાત શિક્ષક અને કેળવણીકાર તરીકેના ગુણો, વિશાળ, ઊંડું અને વિવિધલક્ષી વાચન, બુલંદ અને મીઠો અવાજ, બ્રહ્મચર્યનું પાલન, અનેક ભાષાઓનું જ્ઞાન, ઉપમાઓ અને અવતરણો આપીને પોતાના વિચારો સમજાવવાની શક્તિ, વિષયને રસમય બનાવવાની કળા અને ધારાવાહીપણે વહેતી વાણીનો યોગ ઇત્યાદિ અનેક કારણોને લીધે તેમનું વજૂન્ડ ઉચ્ચતમ કોટિનું બન્યું હતું. પ્રસિદ્ધ વિશ્વધર્મપરિષદમાં જ્યારે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ ગાંધી શિકાગો ગયા ત્યારે તેમના પછીના એક જ અઠવાડિયામાં શ્રી લાલન પણ ત્યાં ગયા હતા. તેઓ અમેરિકામાં લગભગ સાડા ચાર વર્ષ રહ્યા હતા. તેમણે ત્યાં અનેક ભારતીય અને વિદેશી ભાઈઓને ભારતીય સંસ્કૃતિ તથા જૈનધર્મના ઉત્તમ સિદ્ધાંતોનું જ્ઞાન કરાવ્યું અને મહાવીર બ્રધરહુડ’ નામની સંસ્થા સ્થાપી. શ્રી વોરન, શ્રી જે. એલ. જૈની, શ્રી એલેકઝાન્ડર ગોર્ડન વગેરે મહાનુભાવોએ તેમને આ કાર્યમાં સારો સહકાર આપ્યો. આ સંસ્થાએ પંડિતજીનાં લખેલાં કેટલાંક પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતાં. ફરીથી ઈ. સ. ૧૯૩૬માં લગભગ ૭૦ વર્ષની ઉંમરે તેઓએ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે લંડનની સર્વધર્મપરિષદમાં હાજરી આપી અને લગભગ સાત મહિના ત્યાં રોકાઈ ઇગ્લેંડ–યુરોપમાં જૈનધર્મ અને યોગસાધનાનો સારો પ્રચાર કર્યો.
જન્મભૂમિને ભાનલ્હાણી : અમેરિકાથી પાછા ફર્યા બાદ શ્રી લાલનસાહેબે કચ્છ-કોડાય પાસે આવેલા નાગલપુર તથા સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં મહિનાઓ સુધી
નિવાસ કરીને વિવિધ પ્રકારે લાભ આપ્યો હતો. તેઓ યોગાભ્યાસ કરાવતા. ખાસ
Page #4
--------------------------------------------------------------------------
________________
મહાપંડિત શ્રી લાવન
કરીને સામયિકની વિધિ, વિશ્વપ્રેમ, નીતિમય જીવન, સમાજસેવાની ભાવના, મનુષ્યભવની સફળતા માટે સાદાઈ, સરળતા, ઉચ્ચ વિચારોની આવશ્યકતા ઇત્યાદિ વિવિધ વિષયોની સમજૂતી પોતાની લાક્ષણિક શૈલીથી આપતા. આથી યુવાનો, બાળકો, બહેનો, વિદ્વાનો, અભણ લોકો અને સર્વ ધર્મ જાતનાં ભાઈ-બહેનો તેમનાં વ્યાખ્યાનોનો લાભ લેતાં.
૩૧
ધર્મપ્રચાર અર્થે અને વ્યાખ્યાનો આપવા માટે તેઓ અનેક પ્રદેશોમાં જતા. મુંબઈ, હુબલી, ગદગ, જામનગર, સોનગઢ, પાલિતાણા, અમદાવાદ, અગાસ, વડવા (ખંભાત), સાંગલી વગેરે વિવિધ ક્ષેત્રોમાં તેઓની ધર્મગોષ્ઠી અને સભાઓ યોજાતી. ઈ. સ. ૧૯૧૮ માં તેમને ધર્મપત્નીનો વિયોગ થયો. ત્યારપછી થોડો સમય તેઓ મઢડામાં લાલનિકેતનમાં રહ્યા હતા. ત્યારબાદ પણ તેઓ વિવિધ પ્રદેશોમાં ફરતા રહ્યા, પણ વધારે સમય અમદાવાદ, સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને ખાસ કરીને જામનગરમાં તેમનો નિવાસ રહેતો. અહીં છેલ્લા દિવસો તેઓએ પાર્વતીબહેનને ત્યાં વિતાવેલા. ચર્મચક્ષુ ન હોવા છતાં દિવ્યચક્ષુઓ દ્રારા તેમનો બધો વ્યવહાર ચાલતો. દિનાંક ૭–૧૨–૧૯૫૩ ના રોજ તેમણે પંચપરમેષ્ઠીના સ્મરણપૂર્વક શાંતિથી પોતાનો દેહ છોડી પરમધામ પ્રત્યે પ્રયાણ કર્યું. ૯૬ વર્ષનું દીર્ઘ આયુષ્ય પૂર્ણ કરી તેઓએ ચિરવિદાય લીધી. ત્યારબાદ જામનગરમાં તેમના પુણ્યાર્થે અઠ્ઠાઈ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો.
કેટલાક મહત્ત્વના પ્રસંગો અને અન્ય વિશેષતાઓ
મહાપંડિત શ્રી લાલનના જીવનની કેટલીક રસપ્રદ માહિતી સાધકને, અભ્યાસીને અને સામાન્ય વાચકને ઉપયોગી હોવાથી અહીં રજૂ કરવામાં આવે છે :
૧. યુવાવસ્થામાં તીવ્ર ાનપિપાસા : સો સવાસો વર્ષ પહેલાં મુંબઈ આજના જેવું ગીચ નહોતું. ત્યારે શ્રી લાલન બહુ દૂરના પોતાના ઘેરથી ચોપડીઓના થોકડા લઈને મસ્જિદ બંદરના પુલ સુધી આવતા અને એક જાહેર રસ્તાના શાંત પ્રકાશ વેરના મ્યુનિસિપાલિટીના દીવા પાસે બેસીને કલાકો સુધી વાંચવામાં તલ્લીન બની જતા.
નિયમિત આવનાર અને વાચનમાં તલ્લીન થનાર કુમાર બધાને એવા તો પ્રિય થઈ પડ્યા કે કત્યારેક કોઈ કારણવશ તેઓ ન આવી શકે તો ત્યારે જાહેર સલામતીના ચોકીદારો પણ તેમની ચિંતા સેવતા. આમ, સામાન્ય જનોમાં પણ તેઓને માટે ભારે હમદર્દી રહેતી. આમાંથી તેઓશ્રી માનવપ્રેમના મંત્રો શીખતા અને ધર્મની જ્યોત જગમગતી રાખવા ધર્મસૂત્રો-મંત્રો અને સિદ્ધાંતોને પોતાના જીવનમાં જડી લેવાનો પ્રયત્ન
કરતા.
એક વખત એક નવો સિપાઈ ફરતો ફરતો પુલ ઉપર આવી ચડ્યો. તેણે કુમાર લાલનને વાચનમાં તલ્લીન થયેલા જોઈને પૂછ્યું :
“ભાઈ ! તું કાં રહે છે?''
Page #5
--------------------------------------------------------------------------
________________
૩૬
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
‘જી ! હું લાલવાડી રહું છું !'
“શું હું ત્યાંથી ચાલીને આવે છે, ભાઈ?''
‘“જી, હું ચાલીને આવું છું અને ચાલીને જ પાછો ફરું છું.'
“શું તમે ગરીબ છો ?’’
“જી ના ! મને વાચનનો શોખ છે તેથી હંમેશાં વાચન માટે અહીં આવું છું અને શાંતિથી વાંચન કરું છું.'
‘ભાઈ! નું બીતો નહિ. મોડું થઈ જાય તો હું તને મૂકવા આવીશ.” “જી ! હું ડરતો નથી, ગમે ત્યારે ઘેર જઈ શકું છું.'
કેવો વિનય ! કેવી સૌમ્યતા ! કેવી જ્ઞાનપિપાસા ! કેવી નીડરતા તેઓશ્રી આ રીતે વર્ષો સુધી મ્યુનિસિપાલિટીના દીવાના પ્રકાશમાં ભણ્યા અને ધર્મના દીપક, અધ્યાત્મપ્રેમી અને પ્રસિદ્ધ વક્તા બન્યા.
૨. સર્વેષામ્ : લાલનસાહેબમાં જેમ નિ:સ્પૃહતા હતી. તેમ તેમના સ્વભાવમાં વિનોદભાવ પણ હતો. તેઓ બાળક જેવા સરળ હતા.
તેમનું એક પુસ્તક અમેરિકામાં ટ્રેનમાં ક્યાંક રહી ગયું. તેમણે જયા૨ે સ્ટેશનમાસ્તરને પુસ્તકની વાત કરી ત્યારે તેમણે કહ્યું : “પુસ્તક ઉપર લાલન નામ નથી પણ ‘સર્વેષામ્’ લખેલું છે.” એથી પુસ્તક મળી ગયું.
‘સર્વેષામ્’ એટલે એ પુસ્તક સહુનું છે. એ જાણીને સ્ટેશનમાસ્તર પણ આનંદિત થઈ ગયા.
૩. આશાવાદી બનો: એક અમેરિકન બાઈએ એક વાર લાલનને મળવા માટે મિત્રોનો મેળાવડો યોજ્યો. એક બાજુ શ્રી લાલનને બેસવા માટે ખુરશીની સામે મેજ મૂકેલું હતું. મેજ ઉપર શાહીનો ખડિયો અને પેન તથા કાગળ હતા. નીચે સુંદર ગાલીચો બિછાવેલો હતો. સામે હારબંધ ખુરશીઓ પર મળવા તથા શ્રી લાલનનું પ્રવચન સાંભળવા આવેલા સંખ્યાબંધ મિત્રો બેઠેલા હતા. પ્રવચન શરૂ થાય તે પહેલાં કોઈનો હાથ અડકવાથી મેજ પરનો શાહી ભરેલો ખડિયો ઊછળીને નીચે પડયો અને ગાલીચાના છડા પર મોટો ડાધ પડ્યો. ગાલીચો મૂલ્યવાન હતો. તે બગડયો તેથી બાઈને એટલું બધું લાગી આવ્યું કે તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં.
શ્રી લાલને તે જ પ્રસંગ ઉપર પ્રવચન કરતાં કહ્યું:
મિત્રો ! આવો સુંદર ગાલીચો અને તે પર શાહીનો ડાઘ પડ્યો તેથી બહેનને બહુ દુ:ખ થયું. મને પણ દુ:ખ થાય એ સ્વાભાવિક છે. પણ ના ! મને એનું દુ:ખ લાગતું નથી અને બહેન, તમે પણ શા માટે દુ:ખ માનો છો? આવડા મોટા ગાલીચા પર એક ડાઘ પડ્યો, જે ડાઘ ગાલીચાના વિસ્તારના સોમા ભાગ જેટલો પણ નથી, નવ્વાણું ટકા ગાલીચો તો તેવો ને તેવો જ સુંદર છે! એ ડાધ જ શા માટે જોવો અને બાકીનો સુંદર ગાલીચો કેમ ન જોવો? જીવનમાં પણ એવો જ ભ્રમ માણસને પીડનારો બને છે. જીવનમાં સંકટ આવતાં જ માણસ રી ઊઠે છે: “અરે રે! મારું જીવન બગડયું, મારી
Page #6
--------------------------------------------------------------------------
________________
મહાપંડિત શ્રી લાલન
જિંદગી એળે ગઈ! નહિ, નહિ, ભાઈલા! જિંદગી પર માત્ર એક ડાધ પડયો છે, બાકીની બધી જિંદગી સુંદર થવા નિર્માયેલી છે. તે આપણા હાથમાં છે. આશાભર્યા જીવનપટ પર નાના સરખા કષ્ટનો ડાધ શા હિસાબમાં છે ! કેવળ એક ડાધ પર વિષ્ટ રાખીને આખા જીવનપટને નકામો ન બનાવી દેવાય.”
હવ
દુ:ખાનુભવ, અણધાર્યું કષ્ટ, ગ્લાનિજનક પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે આ પ્રવચન શાંતિ આપનાર નીવડે તેમ છે.
ગુણાનુરાગીપણું : પંડિતજીનો આ એક અસાધારણ ગુણ હતો. જયાંથી પણ સારી વસ્તુ શીખવા મળે તે ગ્રહણ કરવી, ગુણીજનોની અવશ્ય પ્રશંસા કરવી, કોઈની પણ નિદા ન કરવી અને આધ્યાત્મિક પુરુષો સિવાયના બીજા પણ જે કોઈ મહાપુરુષોએ પોતાનું જીવન ઉન્નત બનાવ્યું હોય તેવા જૈન કે અન્ય કોઈ પણ દર્શનના સંત-વિદ્રાનસજ્જનને મળવું અને સાંય સત્કાર્યોની અનુમોદના કરવી એ તેમના જીવનની ખાસ વિશેષતા હતી.
નિઃસ્પૃહતા, નિર્લોભતા અને સાદાઈ : પંડિતજીના જીવનમાં એક આદર્શ શિક્ષકના સંસ્કાર તો જન્મજાત હતા, તેમાં જૈન શાસ્ત્રોનો અભ્યાસ અને સત્સમાગમ ભળ્યા. આથી જ તેઓ ધનને હંમેશાં માટી સમાન ગણીને જ વર્ત્ય, દિનાંક ૩-૪-૪૮ના રોજ કચ્છી જૈન સમાજ તરફથી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈમાં અને દિનાંક ૧૯-૬–’૪૮ના રોજ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું ને મોટી ૨કમની થેલી અર્પણ થઈ. તેમાંથી તેમણે પોતે કાંઈ રાખ્યું નહિ, માત્ર માયોજકોએ તેમના જીવનનિર્વાહ માટે જે રકમ નક્કી કરી હતી તે જ તેમણે માન્ય રાખી.
નિષ્પા સત્સંગના પ્રયોગો : જૈન ધર્મના કેસરવિજયજી, વિનયવિજયજી, વિજ્યવલ્લભસૂરિ વગેરે અનેક મોટા આચાર્યો અને મુનિઓનો તો તેઓ સત્સંગ કરતા જ, પણ તે ઉપરાંત જ્યાંથી ઉત્તમ લાભ થાય તેમ હોય ત્યાં વિના સંકોચે જતા. પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી, પૂજ્યશ્રી કાનજી સ્વામી, પૂજય શ્રી લલ્લુરાજ સ્વામી, મહાત્મા ગાંધીજી, શ્રી વીરચંદ ગાંધી, પંડિત સુખલાલજી, શ્રી કેદારનાથજી, શ્રી જિનવિજયજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, સંત વિનોબાજી, કાકા કાલેલકર, શ્રી માલવિયાજી વગેરે અનેક મહાનુભાોને તેઓ મળેલા, અને પોતાના જીવનને તેમના સમાગમથી લાભાન્વિત કરીને ઉન્નત બનાવ્યું હતું.
સામાયિકના રસિયા અને અભ્યાસી : જૈન પરંપરામાં યોગસાધના અને ધ્યાનના અભ્યાસ માટેની રુચિ પ્રયોગાત્મક ધોરણે ઘણી ક્ષીણ થયેલી જોવા મળે છે. “આત્મામાં ગભિતપણે અનંત શક્તિ રહેલી છે અને જ્ઞાન-ધ્યાનની સાધના દ્વારા (સાચા સામાયિકના અભ્યાસથી) ક્રમે કરીને તેને પ્રગટ કરી શકાય છે.” એવી મૂળ વાતને તેઓ પ્રગટપણે કહેતા અને પૂર્વાચાર્યોની પદ્ધતિ પ્રમાણે પોતે તેઓ તેનો અભ્યાસ કરતા અને અન્યને પણ કરાવતા. હુબલીમાં પર્યુષણ દરમિયાન તેમણે કરાવેલા પ્રયોગોથી સમાજના ઘણા અગ્રણીઓ પ્રભાવિત થયા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, મુંબઈ
Page #7
--------------------------------------------------------------------------
________________ 38 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો અને અમદાવાદમાં તેઓએ કરેલા સામાયિકના પ્રયોગો અને આયોજનોનો લોકોએ વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો, અને યોગાભ્યાસ પ્રત્યે તથા પૂર્વાચાયનાં શાસ્ત્રો પ્રત્યે પ્રેમ કેળવ્યો હતો. સાહિત્યનિર્માણ : ભારતમાં અને વિદેશમાં લોકોને તત્વજ્ઞાન અને યોગસાધનામાં સાદી ભાષામાં માર્ગદર્શન મળી રહે તે માટે તેઓએ વિવિધ પ્રકારના સાહિત્યની રચના કરી હતી, જેમાં ચોવીસ ગુજરાતી અને બે અંગ્રેજી પ્રકાશનોનો સમાવેશ થાય છે. તેમાંથી નીચેનાં પ્રકાશનો વધારે અગત્યનાં ગણાય છે : (1) સહજાન્સમાધિ : બાહા દૃષ્ટિને છોડી, આત્માનું માહાસ્ય જાણી, એક પછી એક પગથિયાં ચડી, અંતર્મુખ થઈ આત્મજ્ઞાન કેવી રીતે પામવું ને આ પુસ્તકમાં યોગપદ્ધતિથી બતાવેલું છે. ઈ. સ. ૧૯૦૧માં આ પુસ્તકની રચના થઈ હતી. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ શ્રી હર્બર્ટ વૉરને સન ૧૯૧૪માં કર્યો હતો. (2) દિવ્ય જ્યોતિ દર્શન : ઈ. સ. 1908 માં આ પુસ્તક પ્રથમ વાર પ્રકાશિત થયું. આમાં ઉપર્યુક્ત વિષયનું જ ટૂંકાણમાં વિવેચન કરેલું છે. (3) સ્વાનુભવ-દર્પણનો અનુવાદ (4) શ્રમણ નારદ (અનુવાદ). (5) Gospel of Man (માનવગીના, ઈ. સ. 1900) (6) સામયિકના પ્રયોગો (1926): આ પુસ્તક ધ્યાનના અભ્યાસીઓને ખૂબ ઉપયોગી છે. તેમાં આઠ પ્રકારનાં સામાયિકોનું એક-એક દષ્ટાંત આપીને સુંદર, ભાવવાહી અને ઉપયોગી વર્ણન કર્યું છે. તેની છ ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી ચૂકી છે. (7) આત્માવબોધ: (શ્રી જયશેખરસૂરિએ 43 શ્લોકમાં રચેલ ગ્રંથ) ઉપર ટીકા અને વિવેચન (8) જૈન ધર્મ-પ્રારંભ પોથી (ત્રણ ભાગમાં) : તેઓ માનતા કે હાથ શૌર્યનું, મસ્તક જ્ઞાનનું, હૃદય આનંદનું અને વાણી 34 કારરૂપ જ્ઞાનનું પ્રતીક છે, માટે આ ચારેયને સારી રીતે કેળવવાથી જીવનનો સર્વાગી વિકાસ થાય છે અને મનુષ્ય ઉચ્ચ પદને પામે છે. ઉપસંહાર : પંડિત લાલનનું વ્યક્તિત્વ ખરેખર આપણને એક ધ્યેયનિષ્ઠ જીવનની યાદ અને પ્રેરણા આપી જાય છે. તેમના ઉન્નત જીવનમાંથી આપણે સાદાઈ, સંતોષ, વિદ્યાની આજીવન ઉપાસના, સમાજસેવા, ભારતીય સંસ્કૃતિના પાયારૂપ મૂલ્યો વિષેનો અત્યંત પ્રેમ, બાળકોને કેળવણી અને સુસંસ્કારો આપવાની ધગશ, નવા વિચારોને જીવનમાં અપનાવવાની ઉદારતા, સસંગ અને સગુણોને જીવનમાં અગ્રસ્થાન આપવાની નીતિ, સ્વાર્થત્યાગ અને વિશ્વપ્રેમનું ખાસ સમર્થન તથા અજનક્ષગુનો ભાવ કેળવીએ અને આપણા જીવનને પણ જ્ઞાનપ્રકાશ, સદાચાર અને સરસ્વતીની ઉપાસના તરફ લઈ જઈએ.