________________
૩૪
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
સાથે થયાં. હવે તેઓ મુંબઈમાં લાલવાડીમાં એક રૂમ લઈને સાદું, ઉચ્ચ વિચારના સિદ્ધાંતને અનુસરીને એક આદર્શ શિક્ષક તરીકેનું જીવન વિતાવવા લાગ્યા. પિતાજીની ઇચ્છા તેમને વેપારી બનાવવાની હતી પણ લાલનનું મન વિદ્યાને વરેલું હતું. પોતાનું સમગ્ર જીવન સરસ્વતી અને સમાજને ચરણે ધરવાનો તેમણે પોતાના મનમાં પાકો નિશ્ચય કરી લીધો હતો. તેમણે શિક્ષક તરીકેની સૌથી પહેલી નોકરી માસિક રૂ. ૧૦ ના પગારથી ચાલુ કરેલી પણ ચાર-પાંચ વર્ષના ગાળામાં સફળ શિક્ષક અને મહાન વિદ્વાન તરીકેની આત્યંતિક ખ્યાતિને પામવાને લીધે તેમની ટયૂશનની આવક માસિક રૂ. ૩૦૦ જેટલી થઈ ગઈ, જેથી તેમની આજીવિકા સંબંધી ચિંતા ટળી ગઈ હતી.
તેમને ઘેર એક દીકરીનો જન્મ થયો હતો જેનું નામ ઊજમ રાખ્યું હતું. યથા સમય તેનાં લગ્ન શિહોરમાં કરવામાં આવ્યાં હતાં પરંતુ થોડા જ સમયમાં તેણીનું મૃત્યુ થયું, જેનો મોંઘીબહેનને ઘણો આઘાત લાગ્યો. ફતેહગંદભાઈ પ્રથમથી જ સંસાર પ્રત્યે ઉદાસીન અને ધર્મસાહિત્યના ઉપાસક હતા. લગભગ ૩૯ વર્ષની ઉંમરે તેમણે મોંઘીબહેન સમક્ષ બ્રહ્મચર્યની આજીવન પ્રતિજ્ઞા લેવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેમની સહધર્મચારિણીએ તે સહર્ષ સ્વીકાર્યો. આમ એક આદર્શ, ઉન્નત, સદાચારી, અધ્યાન્મના રંગે રંગાયેલા મહાન બ્રહ્મચારી વિદ્વાન તરીકેનું જીવન જીવવાનો તેમનો સંકલ્પ ફળ્યો.
પરદેશમાં પંડિત લાલન : જન્મજાત શિક્ષક અને કેળવણીકાર તરીકેના ગુણો, વિશાળ, ઊંડું અને વિવિધલક્ષી વાચન, બુલંદ અને મીઠો અવાજ, બ્રહ્મચર્યનું પાલન, અનેક ભાષાઓનું જ્ઞાન, ઉપમાઓ અને અવતરણો આપીને પોતાના વિચારો સમજાવવાની શક્તિ, વિષયને રસમય બનાવવાની કળા અને ધારાવાહીપણે વહેતી વાણીનો યોગ ઇત્યાદિ અનેક કારણોને લીધે તેમનું વજૂન્ડ ઉચ્ચતમ કોટિનું બન્યું હતું. પ્રસિદ્ધ વિશ્વધર્મપરિષદમાં જ્યારે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ ગાંધી શિકાગો ગયા ત્યારે તેમના પછીના એક જ અઠવાડિયામાં શ્રી લાલન પણ ત્યાં ગયા હતા. તેઓ અમેરિકામાં લગભગ સાડા ચાર વર્ષ રહ્યા હતા. તેમણે ત્યાં અનેક ભારતીય અને વિદેશી ભાઈઓને ભારતીય સંસ્કૃતિ તથા જૈનધર્મના ઉત્તમ સિદ્ધાંતોનું જ્ઞાન કરાવ્યું અને મહાવીર બ્રધરહુડ’ નામની સંસ્થા સ્થાપી. શ્રી વોરન, શ્રી જે. એલ. જૈની, શ્રી એલેકઝાન્ડર ગોર્ડન વગેરે મહાનુભાવોએ તેમને આ કાર્યમાં સારો સહકાર આપ્યો. આ સંસ્થાએ પંડિતજીનાં લખેલાં કેટલાંક પુસ્તકો પણ પ્રકાશિત કર્યા હતાં. ફરીથી ઈ. સ. ૧૯૩૬માં લગભગ ૭૦ વર્ષની ઉંમરે તેઓએ આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિના પ્રતિનિધિ તરીકે લંડનની સર્વધર્મપરિષદમાં હાજરી આપી અને લગભગ સાત મહિના ત્યાં રોકાઈ ઇગ્લેંડ–યુરોપમાં જૈનધર્મ અને યોગસાધનાનો સારો પ્રચાર કર્યો.
જન્મભૂમિને ભાનલ્હાણી : અમેરિકાથી પાછા ફર્યા બાદ શ્રી લાલનસાહેબે કચ્છ-કોડાય પાસે આવેલા નાગલપુર તથા સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં મહિનાઓ સુધી
નિવાસ કરીને વિવિધ પ્રકારે લાભ આપ્યો હતો. તેઓ યોગાભ્યાસ કરાવતા. ખાસ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org