________________
મહાપંડિત શ્રી લાલન
જિંદગી એળે ગઈ! નહિ, નહિ, ભાઈલા! જિંદગી પર માત્ર એક ડાધ પડયો છે, બાકીની બધી જિંદગી સુંદર થવા નિર્માયેલી છે. તે આપણા હાથમાં છે. આશાભર્યા જીવનપટ પર નાના સરખા કષ્ટનો ડાધ શા હિસાબમાં છે ! કેવળ એક ડાધ પર વિષ્ટ રાખીને આખા જીવનપટને નકામો ન બનાવી દેવાય.”
હવ
દુ:ખાનુભવ, અણધાર્યું કષ્ટ, ગ્લાનિજનક પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે આ પ્રવચન શાંતિ આપનાર નીવડે તેમ છે.
ગુણાનુરાગીપણું : પંડિતજીનો આ એક અસાધારણ ગુણ હતો. જયાંથી પણ સારી વસ્તુ શીખવા મળે તે ગ્રહણ કરવી, ગુણીજનોની અવશ્ય પ્રશંસા કરવી, કોઈની પણ નિદા ન કરવી અને આધ્યાત્મિક પુરુષો સિવાયના બીજા પણ જે કોઈ મહાપુરુષોએ પોતાનું જીવન ઉન્નત બનાવ્યું હોય તેવા જૈન કે અન્ય કોઈ પણ દર્શનના સંત-વિદ્રાનસજ્જનને મળવું અને સાંય સત્કાર્યોની અનુમોદના કરવી એ તેમના જીવનની ખાસ વિશેષતા હતી.
નિઃસ્પૃહતા, નિર્લોભતા અને સાદાઈ : પંડિતજીના જીવનમાં એક આદર્શ શિક્ષકના સંસ્કાર તો જન્મજાત હતા, તેમાં જૈન શાસ્ત્રોનો અભ્યાસ અને સત્સમાગમ ભળ્યા. આથી જ તેઓ ધનને હંમેશાં માટી સમાન ગણીને જ વર્ત્ય, દિનાંક ૩-૪-૪૮ના રોજ કચ્છી જૈન સમાજ તરફથી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈમાં અને દિનાંક ૧૯-૬–’૪૮ના રોજ મુંબઈ જૈન યુવક સંઘ તરફથી તેમનું બહુમાન કરવામાં આવ્યું ને મોટી ૨કમની થેલી અર્પણ થઈ. તેમાંથી તેમણે પોતે કાંઈ રાખ્યું નહિ, માત્ર માયોજકોએ તેમના જીવનનિર્વાહ માટે જે રકમ નક્કી કરી હતી તે જ તેમણે માન્ય રાખી.
નિષ્પા સત્સંગના પ્રયોગો : જૈન ધર્મના કેસરવિજયજી, વિનયવિજયજી, વિજ્યવલ્લભસૂરિ વગેરે અનેક મોટા આચાર્યો અને મુનિઓનો તો તેઓ સત્સંગ કરતા જ, પણ તે ઉપરાંત જ્યાંથી ઉત્તમ લાભ થાય તેમ હોય ત્યાં વિના સંકોચે જતા. પરમતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી, પૂજ્યશ્રી કાનજી સ્વામી, પૂજય શ્રી લલ્લુરાજ સ્વામી, મહાત્મા ગાંધીજી, શ્રી વીરચંદ ગાંધી, પંડિત સુખલાલજી, શ્રી કેદારનાથજી, શ્રી જિનવિજયજી, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, સંત વિનોબાજી, કાકા કાલેલકર, શ્રી માલવિયાજી વગેરે અનેક મહાનુભાોને તેઓ મળેલા, અને પોતાના જીવનને તેમના સમાગમથી લાભાન્વિત કરીને ઉન્નત બનાવ્યું હતું.
સામાયિકના રસિયા અને અભ્યાસી : જૈન પરંપરામાં યોગસાધના અને ધ્યાનના અભ્યાસ માટેની રુચિ પ્રયોગાત્મક ધોરણે ઘણી ક્ષીણ થયેલી જોવા મળે છે. “આત્મામાં ગભિતપણે અનંત શક્તિ રહેલી છે અને જ્ઞાન-ધ્યાનની સાધના દ્વારા (સાચા સામાયિકના અભ્યાસથી) ક્રમે કરીને તેને પ્રગટ કરી શકાય છે.” એવી મૂળ વાતને તેઓ પ્રગટપણે કહેતા અને પૂર્વાચાર્યોની પદ્ધતિ પ્રમાણે પોતે તેઓ તેનો અભ્યાસ કરતા અને અન્યને પણ કરાવતા. હુબલીમાં પર્યુષણ દરમિયાન તેમણે કરાવેલા પ્રયોગોથી સમાજના ઘણા અગ્રણીઓ પ્રભાવિત થયા હતા. કચ્છ, સૌરાષ્ટ્ર, મુંબઈ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org