Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo Author(s): Bhogilal J Sandesara Publisher: Gujarat Vidyasabha View full book textPage 8
________________ પ્રસ્તા વિના ઈસવી સનની તેરમી સદીના પૂર્વાર્ધમાં થયેલા, ળકાના વાઘેલા રાણા વિરધવલને મહામાત્ય વસ્તુપાલ પિતાના સમયને પ્રમુખ રાજપુરુષ હતા, એટલું જ નહિ, પણ સાહિત્ય અને કલાને મહાન આશ્રયદાતા, વિખ્યાત સ્થાપત્યો બંધાવનાર, અને પોતે પણ એક સાહિત્યકાર હતો. એની આસપાસ સાહિત્યકારનું એક મંડળ એકત્ર થયું હતું, જેણે મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યના લલિત તેમજ શાસ્ત્રીય પ્રકારમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. છેલ્લા કેટલાક દાયકાથી ભારતીય વિદ્યાના વિદ્વાનનું ધ્યાન વસ્તુપાલનાં જીવન અને કાર્યના અભ્યાસ તરફ આકર્ષાયું છે. ઈ. સ. ૧૮૮૩ માં એ સંસ્કૃત સિરીઝમાં (પુ. ૨૫) પ્રકટ થયેલ, સેમેશ્વરકૃત “કીફિમુદી'ની પ્રસ્તાવનામાં છે. એ. વી. કાથવટેએ વરતુપાલનાં જીવન અને કાર્યની ટૂંકી રૂપરેખા આપી હતી, અને ઈ. સ. ૧૮૮૯ માં પ્રકટ કરેલા એક નિબંધમાં ડે. ન્યૂલરે અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન”નું વિવેચનાત્મક પૃથક્કરણ કરતાં આ જ વિષયની ફરી વાર સાધાર ચર્ચા કરી હતી.' ઈ. સ. ૧૮૯૬ માં પ્રકટ થયેલ “બબે ગેઝેટિયર' ગ્રન્થ ૧, ભાગ ૧ (ગુજરાતનો ઈતિહાસ)માં વાઘેલાઓના ઇતિહાસનું એક પ્રકરણ છે, જેમાં વરતુપાલની રાજકીય કારકિર્દીને વૃત્તાન્ત થોડાંક પૃષ્ઠમાં (પૃ. ૧૯૮–૨૦૩) આપ્યો છે. ફેબ્સકત “રા'માલા’ના ગુજરાતી અનુવાદક શ્રી. રણછોડભાઈ ઉદયરામે એ અનુવાદની ઈ. સ. ૧૮૯૯ માં પ્રકટ થયેલી બીજી આવૃત્તિમાં વાઘેલાઓ વિશેની એક અનુપતિ ઉમેરી, અને એમાં વરતુપાલના અંગત અને રાજકીય જીવનને લગતી રસપ્રદ હકીકતે એકત્ર કરી છે. સોમેશ્વરકત “કીતિ. કમદી'ના ઈ. સ. ૧૯૦૮ માં પ્રકટ થયેલા ગુજરાતી પદ્યાનુવાદની પ્રસ્તાવનામાં શ્રી. વલ્લભજી હરિદત્ત આચાર્ય આ વિધ્યની સાધાર ચર્ચા કરી છે. ગાયક. વાગ્ઝ ઓરિયેન્ટલ સિરીઝના પ્રથમ સંપાદક શ્રી. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે એ સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ વરતુપાલકૃત “નરનારાયણાનંદ, બાલચન્દ્રકત ‘વસંતવિલાસ અને જયસિંહસૂરિકૃતિ “હમીરમદમર્દન” એ કૃતિઓની ૧. મૂળ જર્મન નિબંધ વિનાની ઇમ્પીરિયલ એકેડેમીના Sitzungsberichteમાં (પૃ. ૧૧૯, ઈ. સ. ૧૮૮૯) પ્રકટ થયે હતો, અને “ધી સુકૃતસંકીર્તન ઓફ અરિસિંહ' એ શીર્ષક નીચે તેને અંગ્રેજી અનુવાદ ઇન્ડિયન એટિવેરી', પુ. ૩૧ માં (પૃ. ૪૭૭ થી આગળ) છપાયે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 328