Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 10
________________ આ પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાય છે. પહેલા “પ્રાસ્તાવિક' વિભાગમાં વસ્તુપાલ અને એના સાહિત્યમંડળના કાર્યને યોગ્ય રીતે સમજવા માટે એ પૂર્વેના ગુજરાતની સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્શ્વભૂમિકા નિરૂપવાને તથા પૂર્વકાલીન વિદ્યા પરંપરા સમજાવવા પ્રયાસ છે. “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ” એ બીજો વિભાગ વસ્તુપાલને કૌટુમ્બિક વૃત્તાંત અને રાજકીય કારકિર્દી આપે છે તથા સાહિત્યોત્તેજક અને સાહિત્યકાર વસ્તુપાલ વિશેને એક સ્વાધ્યાય રજૂ કરે છે. વળી આ સાહિત્યમંડળના કવિપડિત વિશે તમામ ઉપલબ્ધ માહિતી આધારભૂત સ્વરૂપે આપવાનો પ્રયાસ ત્યાં કર્યો છે. આમ આ પુસ્તકના પહેલા બે વિભાગમાં ઐતિહાસિક અને જીવનવૃત્તવિષયક સામગ્રીનું અધ્યયન છે. સંસ્કૃત સાહિત્યમાં ફાળો' એ ત્રીજા વિભાગમાં વસ્તુપાલ અને તેના મંડળે સાહિત્યની વિવિધ શાખાઓમાં કરેલા પ્રદાનની સમીક્ષા છે. પહેલાં મહાકાવ્ય, નાટક, પ્રશસ્તિ, સ્તોત્ર, સૂક્તિસંગ્રહ, ધર્મકથા, પ્રબંધ, અપભ્રંશ રાસ એ લલિત વાફમયપ્રકારની અને ત્યારપછી અલંકાર, વ્યાકરણ, છંદશાસ્ત્ર, ન્યાય, જયોતિષ, ધાર્મિક ગ્રન્થો ઉપરની ટીકા આદિ શાસ્ત્રીય નામયપ્રકારની સમીક્ષા કરી છે. અને છેલ્લે, પ્રસ્તુત અધ્યયનને સમારેપ કરતો “ઉપસંહાર” જેડ છે. આ પુસ્તક તૈયાર કરતાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરેતીમાં રચાયેલા, પ્રકટ કે અપ્રકટ, તમામ ઉપલબ્ધ મૂળ ગ્રન્થને ઉપયોગ કરવાને તથા અંગ્રેજી, ગુજરાતી અને હિંદીમાં અર્વાચીન વિદ્વાનોના આ વિશેના સંશોધનલેખે જેવાને બનતો બધા પ્રયાસ મેં કર્યો છે. ઉપર કહ્યું તેમ, વસ્તુપાલન સાહિત્યમંડળની તથા એ વિશેની ઘણી મૂળ કૃતિઓ હજી અપ્રકટ હાઈ આ અધ્યયન માટે, તાડપત્ર અને કાગળ 3. છઠ્ઠા પ્રકરણના ઐતિહાસિક મહાકાવ્યોને લગતા ભાગની કેટલીક વિગત પ્રશસ્તિઓ વિશેના આઠમાં પ્રકરણમાં પુનરાવૃત્ત થયેલી જણાશે. આમ થવું અનિવાર્ય હતું, કેમકે ચારેય ઐતિહાસિક મહાકાવ્યો અને તમામ પ્રશસ્તિઓ સમકાલીન ઇતિહાસનાં સાધનો છે તે સાથે જેમાં નાયકને સ્થાને વસ્તુપાલ છે એવી કાવ્યરચનાઓ પણ છે. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ તેમજ સાહિત્ય વિશેના આ અધ્યયનમાં એ બનેય માટે આ રચનાઓનો મેં ઉપયોગ કર્યો છે અને ઐતિહાસિક કાવ્યાદિની વસ્તુ અને નિરૂપણની દષ્ટિએ સમીક્ષા કરતાં નિદાન કેટલીક બાબતોનું પુનરાવર્તન કરવું પડે તેમ હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 328