Book Title: Lokprakash Part 01 Author(s): Vinayvijay, Motichand Oghavji Shah Publisher: Agamoday Samiti View full book textPage 8
________________ આ સંસ્થાની સ્થાપના અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના ભાયણી ગામમાં સંવત્ ૧૯૭૧ ના મહા સુદિ ૧૦ (ઇ. સ. ૧૯૧૫ની જાન્યુઆરીની ૨૫ મી તારીખ) ને સોમવારે કરવામાં આવી છે. ભેય ગામની ખ્યાતિ ના ઇતિહાસમાં ઘણું મશહુર છે, કારણ કે આ ગામ ૧૯ મા તીર્થકર શ્રીમતિનાથની યાત્રાનું ધામ છે. પંન્યાસ શ્રીઆનંદસાગરગણિ (આગદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વર) ના ઉપદેશથી સ્વર્ગસ્થ પંન્યાસ શ્રી મણિવિજયજી, પંન્યાસ શ્રી મેઘવિજયજી, (આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ) અને બીજા જૈન સાધુ મહારાજે તેમજ આ સંસ્થાના માનનીય સેક્રેટરી સ્વર્ગસ્થ શેઠ વર્ણચંદ સુરચંદ વગેરે ગૃહસ્થાની હાજરીમાં સ્થાપના કરવામાં આવી હતી. ઉદેશ ( ૧ ) ગીતાર્થ મુનિરાજ પાસેથી અન્ય મુનિવર્યો આગમોની વાચના લઈ તેનો અભ્યાસ કરી યથાર્થ સબોધ મેળવે તથા (૨) વિદ્વાન મુનિરાજોની દષ્ટિ હેઠલ શેધાવીને જોઇતી સંખ્યામાં શુદ્ધ પ્રતો છપાવી તેને પ્રચાર કરી શકાય એ ઉદેશ લક્ષમાં રાખીને આ સંસ્થા સ્થાપવામાં આવી છે. કાર્યસિદ્ધિ– પહેલા હેતુની પૂર્તિ કરવા માટે પાટણ (ઉત્તર ગુજરાત), કપડવંજ (ખેડા જીલ્લો), અમદાવાદ, સુરત, પાલીતાણા, અને રતલામ (માળવા)માં આગમોની વાચનાનો પ્રબંધ જવામાં આવ્યું હતું. એને લાભ ઘણું સાધુ-સાધ્વીઓએ લીધા હતા. બીજા હેતુની પૂર્ણતા માટે આ સંસ્થાએ આગમ વગેરે જૈન ધર્મનાં પુસ્તકો છપાવી બહાર પાડ્યાં છે, જેની વિગત જાહેરાતમાં રજુ કરવામાં આવે છે. કાર્યવાહક મંડળ – આ સંસ્થાના સર્વ સાધારણ મંડળમાં ઘણું સભાસદો છે, તેમાં કાર્યવાહક સેક્રેટરી મંડળના સભાસદો નીચે મુજબ છે. ૧ શેઠ સૂરચંદભાઈ પુરૂષોત્તમદાસ બદામી અમદાવાદ.” ૨ , કુંવરજી આણંદજી કાપડીઆ ભાવનગર ,, કેશવલાલ પ્રેમચંદ મોદી અમદાવાદ કમળશીભાઈ ગુલાબચંદ રાધનપુર ,, ચુનીલાલ છગનચંદ શ્રોફ સુરત ૬ , ભેગીલાલ હાલાભાઈ , મણિલાલ સુરજમલ જવરી પાલણપુર ૮ ,, જીવણચંદ સાકરચંદ જવેરી મુંબાઈ * શેઠ વેણીચંદ સૂરચંદના અવસાનની નોંધ લેતાં અત્યંત દિલગીરી થાય છે. અમે એઓશ્રીના પરમ પવિત્ર આત્માને, પરમ કૃપાળુ પરમાત્મા પરમ શાંતિ બક્ષે એવું પ્રાથએ છીએ. શેઠ વેણીચંદભાઈની ખાલી રહેલી જગ્યા ઉપર માનનીય સબ જડજ સૂરચંદભાઈ પુરૂષોત્તમદાસ બદામીને ચુંટવામાં આવ્યા છે. - શ્રીયુત ચુનીલાલ છગનચંદ શ્રાફના અવસાનની નોંધ લેતાં પારાવાર શેક થાય છે. અમે એઓશ્રીના આત્માને પરમાત્મા પરમ શાંતિ બક્ષે એવું પ્રાર્થીએ છીએ. A6 KW પાટણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 612