Book Title: Lokprakash Part 01 Author(s): Vinayvijay, Motichand Oghavji Shah Publisher: Agamoday Samiti View full book textPage 6
________________ ॐ ही श्री शांतिम् । આમુખ. જૈનદર્શનનું સાંગોપાંગ નિરૂપણ કરનારે એક અપૂર્વ ગ્રન્થ આજે અમે અનુવાદ સહિત પ્રસિદ્ધ કરવા ભાગ્યશાળી થયા છીએ, એથી અમને પરમ આહલાદ થાય છે. આ દાર્શનિક ગ્રન્થના કર્તા મહામહોપાધ્યાય શ્રીવિનયવિજયગણિ છે. ચંદપૂર્વધારી શ્રુતકેવળી શ્રીભદ્ર બાહસ્વામીએ રચેલા કલપસૂત્રની “સુબાધિકા' અર્થાત્ “સુખબાધિકા” વૃત્તિ દ્વારા તેઓ જૈન અરેન સમાજને વિશેષ પરિચિત છે. કેમકે મોટે ભાગે–બકે સર્વ સ્થળે પયુંષણ-પર્વમાં એ વૃત્તિ વાંચવામાં આવે છે. એમની બીજી લોકપ્રિય કૃતિ શ્રીપાલરાજાને રાસ છે કે જે પ્રતિવર્ષ બેવાર આયંબિલની ઓળીમાં વંચાય છે. એ રાસ પૂર્ણ કર્યા પૂર્વે તેમનો સ્વર્ગવાસ થયો હોવાથી તેને પૂર્ણ કરવાનું સૌભાગ્ય તેમના વિશ્વાસ–ભાજન સહાધ્યાયી ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયગણિને મળે છે. ગ્રન્થકાર' વિચારરત્નાકરના કર્તા મહોપાધ્યાય શ્રી કીર્તિવિજયગણિના શિષ્ય થાય છે. વીશ હજાર લેક પ્રમાણ પદ્યબદ્ધ લોકપ્રકાશના કર્તાના જીવન તેમજ તેની અન્ય કૃતિઓના સંબંધમાં વિશેષ વક્તવ્યની આવશ્યકતા અમે સ્વીકારીએ છીએ. વિશેષમાં અનેક ગ્રન્થના સાક્ષીભૂત પાઠોનું અને પારિભાષિક શબ્દોનું સૂચિપત્ર પણ આપવાની અમને જરૂર જણાય છે. આ ઉપરાંત સ્થાપના ચિત્ર તથા બીજી જે કાંઈ હકીકત આ મહાનિબન્ધને યોગ્ય સ્વરૂપમાં પ્રકટ કરતી વેળાએ ઉપયોગી ગણાય તેને પણ આસ્વાદ પાઠક વગરને મળે તેવી અમારી ઈચ્છા છે. આ પ્રથમ વિભાગ હોવાથી અત્યારે તે અનુવાદક શ્રીયુત મોતીચંદભાઈએ આને ન્યાય આપવા વિશિષ્ટ પ્રયાસ કર્યો નથી, પરંતુ અમે આશા રાખીએ છીએ કે તેઓ અંતિમ વિભાગની પ્રસ્તાવનામાં આ હકીકતને અવશ્ય ગ્ય સ્થાન આપશે. આ ગ્રંથમાં એકંદર ૭૦૦ ગ્રંથને આધાર લેવામાં આવેલ છે તે હકીકત બનતા સુધી અંધાદિકના નામ સાથે પ્રસિદ્ધ કરવાની જરૂર છે તે બાબત પણ તેઓ ધ્યાનમાં રાખશે. આ અમૂલ્ય ગ્રન્થનું સંશોધનાદિ કાર્ય અભયકુમારચરિત્રવિગેરેના અનુવાદક ભાવનગર નિવાસી શ્રીયત તીચદ ઓધવજી શાહ દ્વારા કરવામાં આવ્યું છે. ભાષાંતર શબ્દસર કે સમાસાદિ અન્વય પ્રમાણે કરવામાં આવ્યું નથી, પણ માત્ર વાંચનારને લોકોનો ભાવાર્થ જાણવામાં આવે તે પદ્ધતિથી કર્યું છે. કેટલાક મૂળ કે વિના માત્ર અર્થની જિજ્ઞાસાવાળા વાંચનારાએને આ અનુકૂળ થઈ પડશે તેમ ધારી આવું ભાષાંતર પ્રસિદ્ધ કરવાની જરૂર વિચારી છે. શ્રી આગમેદય સમિતિ તરફથી અત્યાર સુધીમાં મોટે ભાગે મૂળ ગ્રન્થો બહાર પડતા હતા, પરંતુ સંવત્ ૧૯૭૮ ની રતલામની સભામાં ભાષાન્તર આદિ છપાવવાને ઠરાવ ૧ શ્રીવિચારરત્નાકર શેઠ દેવચંદ લાલભાઈ જેન પુસ્તકેદ્ધાર ફંડમાંથી અંક ૭ર તરીકે પ્રગટ થયો છે અને ઉપર જણાવેલ સુબાધિકાવૃત્તિ પણ એજ ફંડમાંથી પૂર્વે બે વાર અંક ૭ અને ૬૧ તરીકે પ્રસિદ્ધ કર. વામાં આવેલ છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 612