Book Title: Le Miserabla urfe Patit Pavan Author(s): Victor Hugo, Gopaldas Patel Publisher: Vishva Sahitya Academy View full book textPage 2
________________ વિશ્વ સાહિત્યનો આસ્વાદ માણો. ગાંધીવાદી સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલે વિશ્વ-સાહિત્યની કહી શકાય એવી વિશ્વઃ || મોટા સાહિત્ય સમ્રાટોની જાણીતી મોટી નવલકથાઓના, પોત વિચારી કાઢેલી એક ખાસ શૈલીમાં, ‘વિસ્તૃત’ અને ‘સચિત્ર' સંક્ષેપો ઢગલાબંધ બહાર પાડ્યા છે. આ સુંદર અને ઉપયોગી પરંપરાને કાયમી સ્વરૂપ આપવાને “વિશ્વ-સાહિત્ય અકાદમી” નામની ખાસ નવી સંસ્થા સ્થાપવામાં આવી છે. અકાદમીની મંગલ-યોજનાનું આ પ્રથમ પુષ્પ છે. તે શ્રી મગનભાઈ દેસાઈના ‘શિક્ષણ અને સાહિત્ય' માસિકમાંથી ચૂંટવામાં આવ્યું છે . દર મહિને ગુજરાતી વાચકને આવું એક સુગંધીદાર પુષ્પ ભેટ આપવાનો અકાદમીએ સંકલ્પ કર્યો છે. બત્રીસ પાંખડીવાળું આ પુષ્પ દર માસની પહેલી તારીખે ખીલશે. આ માળામાં હવે પછી નીચેની પુસ્તિકાઓ પ્રસિદ્ધ થશે: અમરવેલ, અવળ-વાણી, આઈન્સ્ટાઈનની ધર્મદષ્ટિ, હેરોલ્ડ લાકીની જીવનદષ્ટિ, દીન-દુ:ખિયાંનો બેલી આલ્બર્ટ ગ્વાઈઝર, કલાગુરુ રવિશંકર રાવલ અને નંદલાલ બોઝ, માતૃભાષામાં ન્યાય, ચિંતન-મણિમાળા, યોગ અને સાચું પર્યાવરણ, ડૉ. ભમગરાનું આરોગ્ય-વિજ્ઞાન, ડૉ. વી. પી. ચિદવાણીનો ‘નિસર્ગોપચાર'.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 202