Book Title: Le Miserabla urfe Patit Pavan Author(s): Victor Hugo, Gopaldas Patel Publisher: Vishva Sahitya Academy View full book textPage 7
________________ + : : જીવનધર્મ કયો!- 1 “લે મિરાબ્લ' આ નવલકથાએ વિશ્વ-સાહિત્યમાં ક્યારનું સ્થાન મેળવ્યું છે. નવલકથા અને નવલકથાકાર બંનેની શતાબ્દી ઊજવવાને આ સમય છે. આ નવલકથા વાંચીને જ મારા મનમાં એક વિચાર જો તે મેં અનેક ઠેકાણે વાપર્યો છે. ; દરેક નવલકથામાં નાયક નાયિકા ઉપરાંત એક મંગલમૂતિની પણ આવશ્યકતા હોય છે. તે મિઝેરાન્વેમાં નાયક ઉપર પોતાની ક્ષમાયુક્ત ઉદારતાની અમીટ અસર પાડનાર એક બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે. ફરી એનાં દર્શન તે શું, ઉલ્લેખ પણ મળે નહીં. અને છતાં એ મંગલમૂર્તિ બિશપની અસર આખી વાર્તામાં આખર સુધી દેખાય છે. - રવિબાબુની “ઘરે બાહિરે'માં નાયક નાયિકાના જીવન ઉપર નત નયને અમિષે આશીર્વાદ રેડનારા અધ્યાપકે એ મંગલમૂર્તિ છે. " ' , ' ' - - મહાભારતમાં શ્રીકૃષ્ણ ભગવાન, વ્યાસ અને વિદુર એ ત્રણેને આપણે મંગલમૂર્તિ ગણી શકીએ. રામાયણ માટે “કરગર્ભા સીતાને આશ્રય આપનાર અને એમનાં બાળકોનું સંગેપન કરનાર વાલ્મીકિ પોતે જ મંગલમૂર્તિ છે. - આ નવલકથાને કારણે એને નાયક જો વાત ઐતિહાસિક વ્યક્તિ, જેવો થઈ ગયો છે. * જીવનમાં સર્વશ્રેષ્ઠ શું? ત્રાજવાને અણિશુદ્ધ કાનૂની ન્યાય? કે માણસાઈની અપાર ઉદારતા, ક્ષમા અને પ્રેમ? આ વાર્તામાં ચળકતો પિલીસ ઑફિસર કાનૂનમાં માને છે. ત્યાં એ હાર્યો ત્યારે એને અણગમતો ઉદારતાને ધર્મ સ્વીકારવાને બદલે એ આત્મહત્યા કરે છે. એની સ્વધર્મ-નિષ્ઠા અને એના ધર્મની વિફલતા બંને આપણા હૃદય ઉપર અંકાઈ જાય છે. તે આવી વિશ્વમાન્ય નવલકથાનો વિક્રમ સંક્ષેપ ગુજરાતીમાં આણી આપનાર મા જના સાથી શ્રી ગોપાલદાસભાઈને હાર્દિક અભિનંદન. ૧૨-૧૦-૬૩ काका कालेलकरPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 202