Book Title: Le Miserabla urfe Patit Pavan Author(s): Victor Hugo, Gopaldas Patel Publisher: Vishva Sahitya Academy View full book textPage 8
________________ વિશ્વ-સાહિત્ય અકાદમીનું નિવેદન " ગે-ગોપાળદાસ જીવાભાઈ પટેલના નામથી કયો વિશ્વ-સાહિત્યપ્રેમી ગુજરાતમાં અજાણ છે? તેમની પ્રથમ પુણયતિથિ તારીખ ૨ જી જુલાઈ ૧૯૯૭ના પુણ્ય-પ્રસંગે શ્રી દર્શનસિંગ શીખની અધ્યક્ષતામાં એક જાહેર પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી ગોપાળદાસ પટેલે તૈયાર કરેલ “ગુરુ નાનકની વાણ' પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભામાં હાજર રહેલ ઉત્સાહી વિશ્વ-સાહિત્યના રસિયાઓએ તેમને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી માતૃભાષા ગુજરાતીમાં તેમણે વિશ્વ-સાહિત્યને અદ્દભુત પૈધ વહેવડાવ્યો છે. શિષ્ટ, સરળ, શુદ્ધ, માતૃભાષા ગુજરાતીમાં સુંદર છપાઈ અને સુર ઉઠાવ સિચિત્ર] સાથે ગુજરાતની ભાવી પેઢીને તેમણે એક હાથે, વિદેશી સાહિત્ય સમ્રાટોનાં ઢગલાબંધ પુસ્તકો ભેટ આપ્યાં છે. આ સુંદર અને ઉપયોગી પરંપરાને કાયમી સ્વરૂપ આપવા માટે “વિશ્વ-સાહિત્ય અકાદમી” નામની નવી સંસ્થા તેમની પુણ્યતિથિએ સ્થાપવામાં આવી છે. આ નવી સંસ્થા સ્વતંત્રપણે ગુજરાતમાં ઉત્તમ સાહિત્યના સર્જન અને પ્રસાર માટે સવાંગી બનતા બધા પ્રયત્નો કરશે. તા. ૧લી મે ૧૯૯૮ થી સ્વાધ્યાય માટે બત્રીસ પાનની નાનકડી પુસ્તિકાઓ [જગતના ઘડવૈયા, ભારતના ઘડવૈયા, ગુજરાતના ઘડવીયા અને જ્ઞાન વિજ્ઞાનની પુસ્તિકાઓ) ગુજરાતી વાચકને ભેટ આપવાને પણ તેણે સંકલ્પ કર્યો છે. વિશ્વ-સાહિત્ય અકાદમીની મંગલ પેજનાનું આ પ્રથમ સુગંધીદાર પુષ્પ છે. તેની મહેક પણ જબરી છે. “લે-મિરાબ્લ' પુસ્તકને આ વિકમ સંક્ષેપ છે. તેના વનમાળી પણ “ગોપાળદાસ પટેલ જ છે. આ અગાઉ શ્રી ગોપાળદાસ પટેલે વિકટર હ્યુગોની જગ-પ્રસિદ્ધ નીચેની પાંચ સુંદર વાર્તાઓ પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકની કીમની સેવા બજાવી છે. ૧. લે મિઝેરાલ્વ યાને દરિદ્રનારાયણ. ૨. “નાઈન્ટી શ્રી’ યાને કાંતિ કે ઉત્ક્રાંતિ.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 202