Book Title: Le Miserabla urfe Patit Pavan Author(s): Victor Hugo, Gopaldas Patel Publisher: Vishva Sahitya Academy View full book textPage 9
________________ ૩. લાફિંગ મૅન યાને ઉમરાવાહીનું પાત અને પ્રતિભા. ૪. 'ટોઇલર્સ ઑફ ધ સી” – યાને પ્રેમ-બલિદાન. " ૫. હૂંચબૅંક ઑફ નેાાદામ ' – યાને ધર્માધ્યક્ષ. આપણી યુવાન પેઢીને સમૃદ્ધ કરવી હશે તે આવું સુંદર સાહિત્ય ઢગલાબંધ તેમને પીરસવું પડશે. તેથી તેમને એ વિશ્વસાહિત્યનાં મેટાં પુસ્તકોનો વાર્તારસ સહેજે સુલભ થા, પોતાના અમૂલ્ય સાહિત્ય-વારસો તરફ તેમની પહેલેથી નજર જાય, તેમની સુરુચિ કેળવાય તથા માનવ-સાહિત્યમાં સંઘરાયેલ અમર સંસ્કાર-વારસાના પરિચયમાં તે આવે. એથી તેમની દૃષ્ટિ અને એમનું વ્યક્તિત્વ પણ બહુદેશી, વ્યાપક અને સર્વાંગિણ બને. ઉદાર મતવાદી કેળવણી સાધવામાં એ વસ્તુ સારું કામ દઈ શકે. હવે પછી આ ગ્રંથમાળામાં શ્રી ગેાપાળદાસ પટેલે શેશનાં પદ્મ પરથી તૈયાર કરેલ સંતાની પ્રસાદી [કબીર, મીરાં, પલટૂ, દાદૂ, મલૂક, ૧૦ની અમૃત-વાણી] અને ચાર્લ્સ ડિકન્સ તથા સર વૉલ્ટર સ્કૉટની વાર્તાઓ ‘આઈવન હ। ', · બ્લીક હાઉસ ', અને · ઑલ્ડ કયૂરિયેસિટી શૉપ' પ્રકાશિત કરવાની યોજના કરી છે. લે-મિઝેરાબ્તની હિંદી આવૃત્તિ અને ‘થ્રીમસ્કેટિયર્સ’૧ થી ૫ હાલ પ્રેસમાં છે. . . ઉપરાંત વિશ્વ-સાહિત્ય પરિવાર શ્રેણીમાં બત્રીસ પાનની નાનકડી નીચેની પુસ્તિકા દર માસે પ્રસિદ્ધ થશે. અમરવેલ, અવળ-વાણી, માતૃભાષામાં ન્યાય, ભારતનું બંધારણ, રાષ્ટ્રીય એજેંડા, આઇન્સ્ટાઇનની ધર્મદૃષ્ટિ, હેરાલ્ડ લારકીની જીવનદૃષ્ટિ, બર્ટ્રાન્ડ રસેલની ચિંતનસૃષ્ટિ, રવિશંકર રાવલ અને નંદલાલ બોઝની કલાદષ્ટિ, નિસર્ગવાદી ગાંધી. ડૉ∞ વી. જી. પટેલ અને તેમના પરિવારે હ્યુગેાની આ સુંદર મઝાની વાર્તા છાપવાની પરવાનગી આપી, તે માટે અકાદમી તેમને ખાસ આભાર માને છે. આ પુણ્યના વેપારમાં મદદ કરનાર સૌને ધન્યવાદ. તા. ૧-૫-’૨૮ ડૉ રજનીકાન્ત જોશી [મત્રી] જીવણલાલ શાહ [પ્રમુખ] વિશ્વ-સાહિત્ય અકાદમી, અમદાવાદ-૧૫Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 202