Book Title: Lala Lajpatray Ane Jain Dharma Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. ભારતકા ઈતિહાસ” નામનું પુસ્તક શ્રીયુત્ લાલા લજપતરાયે લખી આશરે એક વર્ષ પહેલાં છપાવી બહાર પાડયું છે તેમાં જૈન ધર્મ, જૈને અને તીર્થકરે સંબંધીમાં તેમણે જે ભૂલભરેલા કેટલાક વિચારો દર્શાવ્યા છે તેને પ્રત્યુત્તર જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ આપે છે. તે ગ્રન્થરૂપે આ મંડલ તરફથી છપાવવામાં આવે છે. મેસાણાવાળા શેઠ નગીનદાસ રાયચંદના સુપુત્રોએ આ પુસ્તક છપાવવાનું ખર્ચ આપેલ છે તેથી તેઓને ધન્યવાદ આપવામાં આવે છે અને મંડલ તરફથી અન્ય પુસ્તક છપાવવામાં સહાય કરે એમ વિજ્ઞપ્તિ કરીએ છીએ. શેઠ નગીનદાસ રાયચંદ કે જે ગરીબોના બેલી દયાળ શેઠ તરીકે પ્રખ્યાત થયા તેમને ફેટ અને જીવનચરિત અત્ર દાખલ કરવામાં આવ્યું છે. શેઠ નગીનદાસના સુપુત્રે અમથાલાલ, મણિલાલ, ચંદુલાલ, મેહનલાલ, ચમનલાલ, પિપટલાલ છે તે સર્વે બંધુઓ અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલને પિતાનું સમજી પુસ્તકો છપાવવા વગેરેમાં આત્મભોગ આપી જૈનધર્મની અને જૈન સંઘની સેવાભકિત કરી રહ્યા છે. જેનધર્મ પર અન્ય વિદ્વાને ખોટો આક્ષેપ કરે છે તેથી આત્મામાં ધ્યાન સમાધિમાં આનંદ લેનારા એવા ગુરૂ મહારાજને પણ જૈનધર્મની સેવારૂપ સ્વફરજ અદા કરવાની પ્રવૃત્તિ સેવવી પડે છે, તેથી લાલાજી મહાશયની ભૂલ સુધરે અને દ્વિતીયાવૃત્તિમાં સુધારે થાય એમ ઈચ્છીએ છીએ. આ પુસ્તકના વાચનથી જૈને અને જૈનેતરને લાલાજીએ કરેલા આક્ષેપના ઉત્તર તરીકે ઘણું જાણવાનું મળશે. આવા ઉપયોગી પુસ્તકે છપાવવામાં જૈન ગૃહસ્થો સહાય કરે એમ ઈચ્છીએ છીએ. આ પુસ્તકની કિંમત ૦-૪૦ રાખવામાં આવી છે. જે પડતર કરતાં ઘણી ઓછી છે તેને લાભ સર્વ સજજને લેશે એવી આશા છે. લી. વિ. ૧૯૮૦ ભાદ્રપદ પૂર્ણિમા અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ... મુ. પાદરા. * વકીલ મોહનલાલ હીમચંદ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 115