Book Title: Laghuraj Swami Sachitra Jeevan Darshan
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Gyanmandir Bandhni

View full book text
Previous | Next

Page 10
________________ re મોક્ષ મેળવવાની તીવ્ર કામના પ.પૂ.પ્રભુશ્રીજી પોતાના બાળવયની બીજી વાત બોધમાં કરતાં જણાવે છે કે – એક વખત અમારા સગાં ઘરે આવેલા. તે મેમાન સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી હોવાથી વહેલા ઊઠી સ્નાન કરે. તેથી તેમને મદદ કરવા હું પણ કૂવા ઉપર ગયેલો. છોકરાઓને મેમાન, નવા માણસો પ્રત્યે બહુમાન હોય અને તે ઉમ્મરમાં કંઈક કામ કરવું વધારે ગમે. ત્યાં વાતચીત કરતા મેમાને કહ્યું કે ‘સ્વામીનારાયણ, સ્વામીનારાયણ' કહીને એક ઘડાથી જો સ્નાન કરે તો મોક્ષ મળે. આ સાંભળી મારી પણ વૃત્તિ મોક્ષ માટે તત્પર થઈ અને શિયાળાની ટાઢમાં પણ ઠંડા પાણીનો એક ઘડો માથે ભગ-ભગાવ્યો. મોક્ષ કોઈ ઉત્તમ વસ્તુ છે અને તે મેળવવાનું કોઈ સાધન હોય તો જરૂર કરવું, એવી પૂર્વ ભવે સેવેલી ભાવનાના આ સંસ્કારો નાનપણમાં પણ તેમનામાં જોવા મળે છે. ૩

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 271