Book Title: Kumar Viharshatakam
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

Previous | Next

Page 8
________________ श्रीकुमारविहारशतकम् VII પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવના e છે આ અનાદિ અનંત વિશ્વક્રમને વિલોકતાં એમ તો અનુભવ થાય છે કે, આ વિશ્વની અંદર રહેલા આત્માઓની શક્તિઓમાં અનેક ચમત્કારો રહેલા છે. તે સર્વમાં બુદ્ધિના ચમત્કારો વિશેષ બળવાનું છે. ક્ષયોપશમથી સતેજ થયેલી બુદ્ધિઓ કેવા કેવા વાણીના વિલાસો પ્રગટ કરે છે, તે આર્ય જૈન સાહિત્યમાં પ્રત્યક્ષ દેખાય છે, અને તેથી જ જૈન સાહિત્ય આર્યાવર્તમાં ઉત્કૃષ્ટ પદ ભોગવે છે. આ વિશ્વને હસ્તામલકવતુ જેનારા મહાત્માઓ - કેવલીઓ કહે છે કે, આત્માની ગુફા રૂપ અંતઃકરણમાં દિવ્યગાન-નાદ-શબ્દ અતિ સૂક્ષ્મ છતાં દિગંતગામી શક્તિવાળા અનુભવાય છે, અને તે કાવ્ય રૂપે બાહેર પ્રગટ થઈ બીજાને આનંદ રસના સાગર રૂપ બને છે, જેના શ્રવણ-મનનથી ધર્મ, ભક્તિ, નીતિ અને વ્યવહારની શુદ્ધ ભાવનાઓ પ્રગટ થાય છે. * આ ઉપરથી જોવામાં આવે છે કે, એ અંતરનું દિવ્ય ગાન કોઈ , અનુપમ અને રસમય તરંગમાં ચાલી રહ્યું છે. તેમાંથી જેની જેવી શક્તિ તેટલું સર્વે ગ્રહણ કરી કહી શકે છે, અને તે માટે અમુક અંશે કહી બતાવનારને કવિ નામથી ઓળખવામાં આવે છે. તે કવિ રસ અને અલંકારના ચમત્કારથી પોતાની વાફશક્તિને ફોરવે તે કવિતા કહેવાય છે. આવી રીતે કવિ અને કવિતાનો સંબંધ છે, તેને જે યથાર્થ રીતે જાણે છે, તે સહૃદય વાચક (વિદ્વાન) કહેવાય છે. એ કાવ્યરસનું દિવ્ય

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 176