Book Title: Krodhvijay Author(s): Rajyashsuri Publisher: Rajyashsuriji View full book textPage 5
________________ પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સા. સમજતાં હતાં કે આ દાંડો મને નહીં પણ મારા કષાયોને ફટકારી રહ્યા છે. ગુરુ તો તારણહાર છે, સાથે સાથે કષાયોના મારણહાર પણ છે. પૂ. કમલસૂરીશ્વરજી મ. સા.થી પ્રાપ્ત થયેલી આવી ગુરુકૃપાના પ્રભાવે પૂ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે છેલ્લા ૪00 વર્ષમાં કોઈએ નહીં કરેલા તેવા ચાર વાદમાં જોરદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. સાથે સાથે અનેક નવ્યભવ્ય ગ્રંથોની રચના કરી હતી. સુંદર કાવ્યો પણ બનાવ્યો, અનેક પ્રતિષ્ઠાઓ, છરી પાલિત સંઘો કઢાવ્યા. અજોડ વ્યાખ્યાતા હોવા છતાં એક નાના બાળક જેવી નમ્રતા અને સરળતા તેઓ રાખી શક્યા તેનું મુખ્ય કારણ “ગુરુકૃપા” જ હતી; જે તેઓશ્રીએ દંડાની પ્રસાદી રૂપે મેળવી હતી. આમ ગુરુ તેમનાં કષાયોના વારણહાર સિદ્ધ થયા. છેલ્લે જ્યારે આખાય જૈન સંઘોમાં વિદ્યમાન તે સમયના આચાર્યોમાં તેઓશ્રીની નામ મોખરે હતું ત્યારે પણ તેઓશ્રી પોતાની નમ્રતા, સરળતા ટકાવી શક્યા તે ગુરુકૃપાનો જ પ્રભાવ છે. માટે જ કહ્યું છે, “ગુરુકૃપા હિ| કેવલ, શિષ્યસ્ય પરં મંગલ.” ડૉ. રાધાકૃષ્ણનું ૫.પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. દ્વારા સંપાદિત ગ્રંથનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને કર્યું ત્યારે પણ તેઓશ્રી માનકષાયથી દૂર જ| રહ્યા હતા. આમ શૈશવ કાળમાં મળેલી ગુરુપ્રસાદીએ તેઓશ્રીને કષાયોના આવેગ અને આવેશથી બચાવ્યા. આવા અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં મળે છે. જેમ કે હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. બૌદ્ધોની| સાથેના વાદમાં વિજયી બની બૌદ્ધોને ખતમ કરી નાખવાના આવેશમાં આવી ગયા ત્યારે તિઓના પરમ ઉપકારી ગુણી સાધ્વીજીએ તિમને બચાવી લીધાં. તે જ રીતે વિક્રમાદિત્યના) પ્રતિબોધક સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મ. સા. જ્યારે રાજાની પ્રશંસામાં પોતાના ગૌરવમાં વધુ પડતાં ખેંચાઈ ગયા ત્યારે તેમના ગુરુદેવ વૃદ્ધવાદિસૂરીશ્વરજી મ. સા.એ પ્રતિબોધિત કર્યા. આમ, “મારા જેવો કષાયોનો વિજેતા કોઈ નથી, હું તો બિલકુલ નિરહંકારી છું, જેથી મને એકદમ ગુસ્સો આવતો નથી.' એવું મિથ્યા અભિમાન રાખવું નહીં અને આવું કહેવું એ જ મોટો અહંકાર છે. જગવિખ્યાત શિલ્પા એક મહાન શિલ્પીએ પોતાના શિલ્પજ્ઞ પુત્રના ગમે તેટલા સારામાં સારા શિલ્પમાંથી પણ “દૂધમાંથી પોરા કાઢવા”ની જેમ, કંઈને કંઈ ભૂલો બતાવ્યા જ કરતો હોવાથી પુત્ર કંટાળી ગયો. થોડા સમય બાદ તે પુત્રએ શિલ્પથી અલંક્ત એક સુંદર પ્રતિમા બનાવીને પોતાના પિતાના મિત્રને આપી અને કહ્યું કે મારા પિતાજી તમારી પાસે આવે ત્યારે આ પ્રતિમા બતાવજો. અચાનક જ આ શિલ્પજ્ઞના પિતા તેમના મિત્રને મળવા ગયા ત્યારે પેલો શિલ્પજ્ઞ પુત્ર પણ ત્યાં ઉપસ્થિત હતો. પિતાજી મિત્ર પાસે રહેલી પેલી પ્રતિમા જોઈને ખૂબ પ્રસન્ન થઈ ગયા અને પુત્રને આ પ્રતિમા બતાવતાં કહ્યું કે આ જ શ્રેષ્ઠ શિલ્પ કહેવાય. પ્રતિમા આવી બનાવવી જોઈએ. આ સાંભળી ધીરેથી પુત્ર બોલ્યો પિતાજી ! આ પ્રતિમા મારી જ બનાવેલી છે. આ સાંભળીને પિતાની આંખમાં આંસુ આવી ગયા. પુત્ર બોલ્યો પિતાજી ! હર્ષના સમયે આપની આંખમાં આંસુ કેમ આવ્યા ? આપ મારા કોઈ પણ શિલ્પની પ્રશંસા નહોતા કરતા તેથી આપના જેવા શ્રેષ્ઠ શિલ્પીથી પ્રશંસા પામવા માટે મારે આ કિમીયો અજમાવવો પડ્યો. ત્યારે પિતાજીએ કહ્યું, ‘આનાથી સારી કૃતિ હવે) (U ) તારાથી બની શકશે નહીં, કારણ કે વિશ્વના શ્રેષ્ઠ શિલ્પી દ્વારા તારા કાર્યની પ્રશંસા તૈ| મેળવી લીધી માટે હવે તું આનાથી સારું| શિલ્પ ક્યારેય બનાવી નહીં શકે.” પિતાએ પુત્રને પ્રેમ અને વાત્સલ્યથી કહ્યું કે, “બેટા ! હું તારી બેનમૂન શિલ્પકળાથી| ક્યારેય નારાજ કે દુ:ખી નહોતો છતાં અત્યાર સુધી હું તારા શિલ્પની પ્રશંસા નહોતો કરતો કારણકે મારે તને મારા કરતાં પણ ઉચ્ચકક્ષાનો શિલ્પી બનાવવો હતો માટે જ હું શોધી| શોધીને તારી ભૂલો બતાવતો હતો. “બેટા બાપથી સવાયા” એ કહેવત પ્રમાણે હું તને જોવા ઇચ્છતો હતો. પણ દુ:ખ એ વાતનું છે, કે તું તુચ્છ પ્રશંસા માટે આટલો અધીરો બની ગયો જેથી મારું કમનસીબ ગણ કે તારું, અને અજાણતાં પણ મારાથી તારી પ્રશંસા થઈ ગઈ.” માટે આ પ્રમાણે વાસ્તવિકતાનું ભાન થતાં પુત્રને પોતાના માન કષાય માટે પારાવાર પસ્તાવો થયો. પણ अब पछताये क्या होत जब चिडिया चुग મારું હેત ? આમ, વડિલો અને પૂજ્યો આપણા અહંકારને કાબૂમાં રાખીને સિદ્ધિના અનેક સોપાનો સર કરવામાં સહાયક થાય છે. આ લોકમાં આપણે જે કોઈ સિદ્ધિઓ મેળવીએ, છીએ એમાં માતાપિતા, પૂજ્ય, વડિલો અને ગુરુભગવંતોની કૃપા જ મુખ્ય કારણ છે | કેમકે તેઓ આપણને અહંકારરૂપી હાથી સામે કેવી રીતે વ્યુહરચના કરી આપણું રક્ષણ કરવું ત સમજાવે છે. ચાદ્વાદ એક દિવસ રજાના દિવસે ચાર મિત્રો જબલપુરમાં નર્મદાના કિનારે ફરવા ગયા. ત્યાં હોડીમાં સહેલગાહ કરવાની બધાને ઇચ્છા થઈ. ચારેય મિત્રો હોડીમાં બેસી જો સ્થાને જવું હતું ત્યાં પહોંચી ગયા. પહેલો મિત્ર બોલ્યો-અલ્યા ! આપણને પાણીમાં સરકવાની કેવી મજા આવી ? ત્યારે બીજો] બોલ્યો કે આપણે પાણીમાં ક્યાં સરક્યા ? પાણીમાં તો હોડી સરકી છે માટે તારે એમ કહેવું જોઈએ કે હોડીમાં સરકવાની બહુ મજા આવી; ત્રીજાએ કહ્યું કે તમારા બન્નેની વાત બરાબર નથી કેમકે નથી આપણે સરક્યા, નથી હોડી સરકી પણ નદી સરકી છે; એટલે તારે એમ કહેવું જોઈએ કે નદીમાં સરકવાની મજા આવી. ત્યારે પેલો ચોથો બોલ્યો કે -| તમારા ત્રણેયની વાત બરાબર નથી, કેમ કે નથી આપણે સરક્યા, નથી હોડી સરકી કે નથી નદી સરકી પણ પાણી સરક્યું છે. આમ આ ચારેય માન્યતાઓ સાચી હોવા છતાં જો બીજી માન્યતાઓને તદ્દન ન માને તો તે ખોટી છે, કેમકે તેઓ, હોડી અને નદી – એ ત્રણે પણ સરક્યાં છે, માટે અપેક્ષાએ ચારેય સાચા છે, આ રીતે કષાયોને જીતવાના ઘણાં ઉપાયો છે. કોઈ એક જ ઉપાયથી આપણા કષાયો ઓછાં થાય એટલે બીજા ઉપાયો બરાબર નથી અથવા તો બીજા ઉપાયો જ નથી, એમ સમજવું નહીં. કેમ કે પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં અનેક દૃષ્ટિએ કષાયોને જીતવાના ઉપાયો બતાવેલા છે. પંચ પરમેષ્ઠિ - જે પંચ પરમેષ્ઠી જગતની પાંચ મહાન શક્તિઓ રૂપે છે; તેમાંના શ્રેષ્ઠ અને ઉચ્ચ સ્થાને રહેલા તીર્થંકરોમાં પણ કેટલી બધી નમ્રતા હોય છે કે પોતાની ધર્મદશનામાં તેઓ હું કહું છું, મારા જ્ઞાનથી કહું છું. મારું પોતાનું કહું છું; આવું નહીં કહેતા પણ એમ કહે છે કે “અનંત તીર્થકરોએ જે કહ્યું છે તે જ હું પણ કહું છું"| આ વાક્યના પ્રયોગથી જ આપણને કેવળજ્ઞાની છેPage Navigation
1 ... 3 4 5 6