Book Title: Krodhvijay
Author(s): Rajyashsuri
Publisher: Rajyashsuriji
View full book text
________________
“કોutવજય”
“ચારિ પરમંગાણિ દુલ્લહાશિ ઇહ જંતુણો, માણુમાં સુઈ સધા સંજમમ્મિ ય વીરિય”
ઉત્તરાધ્યયન સુત્રના આ શ્લોક ઉપર વ્યાખ્યાન આપતા પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે મનુષ્યનો એવો સ્વભાવ છે કે તેને દુર્લભ અને કિંમતી વસ્તુ વધારે પ્રિય હોય છે તેથી તે કામની છે કે નહિ ? તે જોયા વિના જ તેને મેળવવા માટે અથાક પ્રયત્ન કરે છે અને જો તે વસ્તુ તેની પાસે આવી જાય તો તેનો ઉત્સાહ અને “Power” પણ વધી જાય છે.
આ સંસારમાં જીવને માટે ચાર પરમ વસ્તુઓ અત્યંત દુર્લભ છે; (૧) મનુષ્યજન્મ, (૨) શ્રુતિ એટલે શાસ્ત્રશ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમપાલન માટે વીર્ય એટલે આત્મબળ.
Four great things are very rare in
this world for a living being:
(1) Birth as a human being, (2) Listening to Scriptures, (3) Faith in religion and (4) Energy to practise self-control.
અર્થશાસ્ત્ર(Economics)નો સિદ્ધાંત છે, કે જે વસ્તુ દુર્લભ હોય તેની કિંમત પણ વધુ હોય છે જેવી રીતે સોનાનો પુરવઠો (Sup-| ply) ઓછો અને માંગ (Demand) વધારે છે તેથી તેના ભાવો પણ વધારે હોય છે. અસંખ્યાતા દેવો પણ મનુષ્ય બનવા માટે ઝંખે છે પરંતુ (Chance) તક તો કો'ક ને જ મળે છે કેમ કે મનુષ્યની બેઠક (Seat)/ તો મર્યાદિત છે તેથી ફક્ત સંખ્યાતા જીવોને જ મનુષ્ય જન્મ પામવાની તક (Chance) પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે ગર્ભજ મનુષ્યની સંખ્યા કોઈપણ સમયે સંખ્યાતી જ હોય છે.
આવા દુર્લભ માનવભવને આપણે કષાયો કરીને વેડફવો ન જોઈએ કેમ કે ક્યાયોથી કદી કોઈ મોક્ષમાં ગયું નથી. આપણે એવી શક્તિ કેળવવી જોઈએ કે જેથી આપણા કષાયો ધીરે ધીરે ઘટે. કેટલાક લોકો નકારાત્મક દષ્ટિથી એવું કહેતા હોય છે કે ગુસ્સાવાળો સ્વભાવ તો ક્યારેય બદલાતો નથી. અને તેના સમર્થન-supportમાં કહેવત બોલે છે, કે, “પી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહીં"| પણ પ્રયત્નથી બધું જ શક્ય બને છે. માટી કોઈ પણ ધર્મ-ષિા કષાયોથી મુક્ત થઈને જ કરવી જોઈએ કેમ કે અઢાર પાપસ્થાનકની અંદર છે સ્થાનો કષાય ત્યાગના બતાવ્યાં છે.
કષાયના ત્યાગથી જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ કેળવાય છે. માટે જ પૂજ્યપાદ) હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.એ એવું ફરમાવ્યું છે કે કોઈ પણ ધર્માનુષ્ઠાન મૈત્રીભાવ પૂર્વકનું
જ હોવું જોઈએ અને તે જ જૈનધર્મનો અનન્ય મોક્ષમાર્ગ છે. સદ્દગુણોની અનુમોદના આનાથી જ પ્રાપ્ત થાય છે. કષાયો પ્રમાદ છે, રાગદ્વેષ પ્રમાદ છે અને મૈત્રીભાવ એ અપ્રમાદ છે. मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं, तहि तस्य रसायणम् ।।
–યોગશાસ્ત્ર-૪/૧૧૭ ધર્મધ્યાનનો વારંવાર સંબંધ કરવાને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓ જોડે, કેમ કે તે જ તેનું રસાયણ છે આવું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મ.સા.એ યોગશાસ્ત્રમાં ફરમાવ્યું છે.
ઉપયોગ વિષયક ચર્ચાની અંદર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મ. સા., શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ અને શ્રી મલવાદસૂરિ મ. સા.ના મંતવ્યો ભિન્ન ભિન્ન હોવા છતાં
1 )
પણ શાસ્ત્રમાં ક્યાંય કોઈ પૂર્વાચાર્યોએ આ| ત્રણેય માન્યતામાંથી કોઈપણ માન્યતાને મિથ્યા નથી કહી કે તેનું પ્રવર્તન કરનારને પણ મિથ્યાત્વી નથી કહ્યો, બલ્ક પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.એ આ ત્રણેય માન્યતાઓનો સમન્વય કર્યો છે અને જણાવ્યું છે કે નયોની વિવક્ષાને આધીન આ ત્રણે મંતવ્યો સાચા છે. તો આજે વાત-વાતમાં આપણે કોઈને પણ મિથ્યાત્વી કેવી રીતે કહી શકીએ ? અને આ વાતને જો ધ્યાનમાં ન રાખીએ તો આપણી કોઈ પણ ધાર્મિક ક્રિયા શું ધાર્મિક કહી શકાશે ખરી ?
કષાયોના આવેશ પૂર્વક કરાતી ધર્મક્ષિા તે ધર્મ ધીરીતે બની શકે ? શું મૈત્રીભાવ અને પ્રમોદભાવ ગુમાવીને કોઈ ધર્મ થઈ શકે ?
ક્રોધની હાર અરે ! અત્યારના વ્યક્તિત્વ વિકાસના
યુગમાં પણ આ વસ્તુ સમજાવવામાં આવે છે કે કષાય કરનાર ક્યારેય સફળ ઉદ્યોગપતિ થતા નથી કે તેના સમકક્ષના સ્થાનને પણ શોભાવી શકતા નથી. તેઓ તો ત્યાં સુધી કહે છે કે “One who angers you, Conquers you" જે તમને ગુસ્સે કરાવી જાય છે, તે તમને હરાવીને જીતી જાય છે. મનુષ્ય એ એક વિચારશીલ પ્રાણી છે. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તેનું દુર્લભપણું તેની વિચારક-શક્તિને કારણે છે.
દશવૈકાલિક સૂત્રની અંદર જણાવ્યું છે કે - ઉવસમેણ હણે કોઈ, માર્ણ મદ્વયા જિણે / | માયં ચ જ્જવ ભાવેણ લોભે સંતોસઓ જિણે // |
ક્ષેધ, માન, માયા અને લોભને ક્ષમા-| નમ્રતા સરલતા અને સંતોષથી જીતવા જોઈએ તે જણાવ્યું છે.
વળી, દશવૈકાલિક સૂત્રની અંદર જણાવ્યું
કોહો પીઈ પણાઈ, માણો વિણય નાસણો / માયા મિરાણિ નાસેઈ, લોભો સવ-વિણાસણll
ૌધથી પ્રીતિનો, માયાથી મિત્રતાનો, માનથી વિનયનો અને લોભથી સર્વનો નાશ થાય છે.
ક્રોધ એ સાધન wલાક લોકો બ્રેધને સાધન બનાવીને પોતાનું સાધ્ય સિદ્ધ કરી લે છે. જેમકે વિશ્વ વિખ્યાત (Boxer) મહમદ અલી ઉર્ફે ‘ક્સીયસ લે ને કોઈએ તેની સફળતાનું કારણ પૂછ્યું ત્યારે તણે જવાબ આપ્યો કે હું પ્રતિસ્પર્ધીને ખૂબ ગાળો આપીને ગુસ્સે કરી દઉં છું અને પછી તને જીતી લઉં છું.
Anger is a temporary Madness.
તેથી જ આપણે આપણા મગજને સ્થિર રાખીએ તો કોઈ પણ ક્ષેત્રમાં આપણને
મુંઝાવાનું થાય નહીં.
ગૌતમ બુદ્ધ એક વખત ગૌતમ બુદ્ધ કોઈ જગ્યાએ ઉપદેશ આપતા હતા ત્યારે ત્યાંના ગામ લોકોએ તેમને ઘણાં અપશબ્દો કહ્યાં છતાં તેમના ઉપર કોઈ અસર ન થઈ ત્યારે ગામનાં મુખીએ તેમને પૂછ્યું કે આપને કેમ કંઈ અસર થતી નથી ? ત્યારે બુદ્ધ જવાબ આપ્યો કે - ગઈ કાલે હું એક ગામમાં ગયો ત્યારે ત્યાંના લોકોએ મને મિઠાઈ આપી તે મેં ન લીધી એટલે તેઓએ બેંચી લીધી, તેમ અત્યારે પણ સમજો. પેલો મુખી હસતાં હસતાં બોલ્યો કે આપે આ અપશબ્દોને સ્વીકાર્યા નથી એટલે અમે બેંચી લઈએ એમ જ ને ?
આમ સ્થિતપ્રજ્ઞ માણસ કષાયોની સામે કષાયો કરવાને બદલે ક્ષમા આદિ દ્વારા નુકસાનથી બચી જાય છે.

Page Navigation
1 2 3 4 5 6