Book Title: Krodhvijay Author(s): Rajyashsuri Publisher: Rajyashsuriji View full book textPage 4
________________ ઓછા ભાવમાં માલ નહિ આપવાના ભાવથી ગ્રાહક ઉપર ગુસ્સો કરે છે તે લોભજન્ય ક્રોધ છે. આમ પોતાના કષાયો ક્યાંથી ઉદ્ભવ્યા તેનું પૃથક્કરણ કરવાની આવડત આપણામાં હોવી જોઈએ. બળદેવભાઈ ડોસાભાઈ પટેલ અમદાવાદમાં એક ભાઈ પટેલ હોવા છતાં જૈન ધર્મ પાળતા હતાં. એક તેમનો પોતાનો અંતરંગ નજીકનો સગો હતો જેના નામનો ઉલ્લેખ કરવાનો તેમણે નિષેધ કર્યો છે, જે કષાયથી ધમધમી ઉઠેલો હતો અને પૈસાના અહંકારમાં પરલોકમાં પોતાનું શું થશે એ પણ વિચારી શકતો ન હતો, જોગાનુજોગ તે ઘમંડી વ્યક્તિને ખૂબ મોટો ફટકો પડ્યો, પણ બધું નુકશાન આ પટેલ ભાઈએ ઉદારતાથી તે વ્યક્તિને લાઈન પર લાવવાની ભાવનાથી ભરી દીધું. પટેલ ભાઈને એટલો સંતોષ થયો કે ભલે મારા કરોડ રૂપિયા ગયા પણ હવે તિનો માન કષાય તો શાંત થયો ! જે અદ્ધર ચાલતો હતો તે પાછો લાઈન ઉપર તો આવી ગયો !આમ બીજાને કષાયથી બચાવવા માટે પણ આ મોટો ધનનો વ્યય કરનારા| પુણ્યાત્મા આ કાળમાં પણ વિદ્યમાન છે. ક્ષમાના પ્રકારો આપણે માત્ર જૈધની સામે જ ક્ષમા કરવી એવું નહિ, પણ કોઈને બહુમાન મેળવવાની ઇચ્છા હોય, જે આપણી જાણમાં આવી ગયું હોય તો તેને માન મેળવવા દેવું તે પણ આપણી માન સામેની ક્ષમા છે. તે જ પ્રમાણે, માયા અને લોભની સામે પણ ક્ષમાભાવ કેળવવો. આમ સામેની વ્યક્તિનો આ કષાય કેવી રીતે ઉત્પન્ન થયો છે અને તે કેટલી માત્રામાં છે, તેનું પૃથક્કરણ કરતાં જો આવડે તો આપણે તેની સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી શકીએ, જેથી આપણને ચોક્સ સફળતા મળે. પરદુઃખમાં સુખી એક વખત કોઈ એક સંન્યાસી પોતાના સંન્યાસના ૨૫-૩૦ વર્ષ બાદ પણ જ્યારે જ્યારે પોતાના ઇષ્ટદેવ પાસે જતાં ત્યારે એક જ પ્રાર્થના વિનંતિ કરતાં કે હે દેવ ! મને પહેલા દિોષની ક્ષમા આપજે. સાથે રહેલા શિષ્યને આ સાંભળીને દરરોજ આશ્ચર્ય થતું પણ પૂછી શક્તો ન હતો કે પ્રતિદિન થતી આ રીતની પ્રાર્થનાનું રહસ્ય શું છે ? એક દિવસ હિંમત કરી પૂછવું ત્યારે તે સંન્યાસીએ એકદમ ગળગળા થઈને અંતરના ખરા પશ્ચાત્તાપ પૂર્વક કહ્યું કે- સંન્યાસ પહેલાની એક ઘટના છે, જેમાં પોતે ઘરે જમવા બેઠાં હતાં અને અચાનક સમાચાર આવ્યા કે માર્કેટમાં રહેલી પોતાની દુકાનમાં આગ લાગી છે તરત જ જમવાનું છોડી પોતે દોડ્યા પણ ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે જેમાં આગ લાગી હતી તે તો બાજુવાળાની દુકાન હતી, પોતાની દુિકાનને કંઈ નથી થયું. તે સમયે પોતે જે સંતોષ અને આનંદ અનુભવ્યો તે દોષની - ભૂલની| માફી હું રોજ પ્રભુ પાસે માગું છું. આ દૃષ્ટાંત આપણને વિચાર કરતાં કરી દે છે. આપણે આપણા દુ:ખે દુ:ખી હોઈએ એ તો માની શકાય એવી વાત છે, પણ બીજાના દુ:ખે સુખી થઈએ તો દુર્લભ એવા મનુષ્યજન્મની સાર્થકતાને કેવી રીતે પ્રાપ્ત કરીશું? ચાર પ્રકારના મનુષ્યો આ જગતમાં ચાર પ્રકારના લોકો હોય છે. (૧) શ્રેષ્ઠ આત્માઓ પોતાનું બગાડીને પણ બીજાનું ભલું કરતાં હોય છે. (૨) વિમધ્યમ આત્માઓ સ્વ અને પરનું બન્નેનું સુધારે, સારું ભલું કરે. (૩) મધ્યમ આત્માઓ પોતાનું ન બગડે તો બીજાનું ભલું કરે. (૪) અધમ આત્માઓ પોતાનો ૧ રૂપિયો બચાવવા બીજાના ૧૦૦ રૂપિયા બગાડે. આપણે સંપૂર્ણરૂપે ધ, માન, માયા અને લોભથી દૂર ન થઈ શકીએ તો પણ ઓછામાં ઓછા ત્રણ અને ચાર પ્રકારના ન થઈએ તો જ દુર્લભ એવો આ મનુષ્ય જન્મ કંઈક અંશે સાર્થક થયો ગણાશે. મહાકવિ ભારવિ એક યુવાનને કાવ્યો બનાવવાનો ખૂબ શોખ હતો. તેના કાવ્યો લોકોમાં પ્રસિદ્ધ હતાં. તેની પ્રસિદ્ધિ ધીરે ધીરે રાજદરબાર સુધી પહોંચી. રાજાએ આ યુવાનને આમંત્રિત કરી તેના કાવ્યો સાંભળ્યા. અને અતિ પ્રસન્ન થઈને તેને ખૂબ સારી ભેટ-સોગાદ આપી બહુમાન કર્યું. આ વાતની ખબર યુવાનના માતા-પિતાને પડી. માતાએ પુત્રને તેના કાવ્યો સંભળાવવાનો આગ્રહ કર્યો. માતૃભક્ત પુત્રએ તિમને સ્વ-રચિત કાવ્યો સંભળાવ્યા. માતા પુત્રની આ કાવ્યશક્તિથી આફરીન થઈ ગઈ| અને અતિ પ્રસન્ન થઈને ખૂબ આશીર્વાદ આપી ભાવિમાં મહાન કવિ બનજે એમ કહી પ્રશંસા કરી, પરંતુ પિતાજી તેને પ્રશંસાનો એક શબ્દ પણ ન બોલ્યા. તેથી તેને ખૂબ દુ:ખ થયું અને ખુબ ખોટું લાગ્યું. જેથી તે રીસાઈને ઘર છોડી ચાલ્યો ગયો. બે-ત્રણ દિવસ પછી મોડી રાત્રે તે યુવાન પુનઃ સ્વગૃહે આવતો હતો, તે સમયે તેના માતાપિતા કંઈક ચર્ચા કરતાં હોય એવો અવાજ તેણે બહારથી સાંભળ્યો એટલે તે ઘરનાં બારણે કાન દઈ સાંભળવા લાગ્યો. તે સમયે પુત્રની કાવ્યશક્તિથી અત્યંત પ્રસન્ન થયેલા પિતાજી તેના કાવ્યની પ્રશંસા તેની માતા સામે કરી રહ્યા હતાં, ત્યારે માતાએ કહ્યું આ જ પ્રશંસા જો તમે પુત્રની સામે કરી હોત તો તે ઘર છોડીને ચાલ્યો ન જાત. ત્યારે પિતાજીએ અંતરની ભાવના જણાવતા કહ્યું કે - લોકપ્રવાહ અને રાજ્યપ્રશંસામાં મારી પુત્ર તણાઈ ન જાય અને અહંકારમાં આવીને પોતાનો આલોક-પરલોકને ન બગાડી જાય માટે હું મૌન રહ્યો. બાકી પુત્રની શક્તિની લોકો પ્રશંસા કરે ત્યારે દુ:ખ થોડું થાય ?' આનંદ જ થાય ને ! આ વાત સાંભળી પુત્રની આંખોથી આંસુ વરસી રહ્યા અને તરત જ બારણું ખોલી ઘરમાં પ્રવેશી પિતાનાં ચરણોમાં પડી ક્ષમા માગવા લાગ્યો. આ કવિ તે બીજો કોઈ નહિં પણ ભારતના શ્રેષ્ઠ કવિરાજ કાલીદાસ પછીના બીજા નંબરના પ્રખ્યાત કવિ મહાકવિ ‘ભારવિ’ હતા. આમ પૂજ્યો, વડિલો અને ઉપકારી ગુરુભગવંતો આપણા વૃદ્ધિ પામતા કષાયોની કાબુમાં લાવવા ખૂબ જ સહાયક - માર્ગદર્શક બને છે. ગુરુકૃપા વિના આવા વિફરેલા અને વકરેલા કષાયોને રોકવાની તાકાત કોઈનામાં નથી. ૫. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સા. અનંત લબ્ધિઓના સ્વામી ગૌતમ સ્વામી જેવા ચૌદ વિદ્યાના પારગામી પણ જ્યારે અહંકારમાં આવી ગયા ત્યારે તેમના ઉપર વરપ્રભુની કૃપા થઈ જેથી તેઓ હંમેશા વિનયી અને નમ્ર બની તેમના ચરણોમાં સમર્પિત થઈ ગયા, ઝૂકી ગયા. અમારા દાદા ગુરુદેવ પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સા. (ત સમયના મુનિ લબ્ધિ વિજય) મોડી રાત સુધી સ્વાધ્યાય કરતાં અને ઝોકું આવી જાય તો પૂ. કમલસૂરીશ્વરજી મ. સા. તેમને માથામાં જાડો દાંડો ફટકારતા.Page Navigation
1 2 3 4 5 6