Book Title: Krodhvijay
Author(s): Rajyashsuri
Publisher: Rajyashsuriji
Catalog link: https://jainqq.org/explore/008907/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ “કોutવજય” “ચારિ પરમંગાણિ દુલ્લહાશિ ઇહ જંતુણો, માણુમાં સુઈ સધા સંજમમ્મિ ય વીરિય” ઉત્તરાધ્યયન સુત્રના આ શ્લોક ઉપર વ્યાખ્યાન આપતા પૂજ્યશ્રીએ ફરમાવ્યું કે મનુષ્યનો એવો સ્વભાવ છે કે તેને દુર્લભ અને કિંમતી વસ્તુ વધારે પ્રિય હોય છે તેથી તે કામની છે કે નહિ ? તે જોયા વિના જ તેને મેળવવા માટે અથાક પ્રયત્ન કરે છે અને જો તે વસ્તુ તેની પાસે આવી જાય તો તેનો ઉત્સાહ અને “Power” પણ વધી જાય છે. આ સંસારમાં જીવને માટે ચાર પરમ વસ્તુઓ અત્યંત દુર્લભ છે; (૧) મનુષ્યજન્મ, (૨) શ્રુતિ એટલે શાસ્ત્રશ્રવણ, (૩) ધર્મમાં શ્રદ્ધા અને (૪) સંયમપાલન માટે વીર્ય એટલે આત્મબળ. Four great things are very rare in this world for a living being: (1) Birth as a human being, (2) Listening to Scriptures, (3) Faith in religion and (4) Energy to practise self-control. અર્થશાસ્ત્ર(Economics)નો સિદ્ધાંત છે, કે જે વસ્તુ દુર્લભ હોય તેની કિંમત પણ વધુ હોય છે જેવી રીતે સોનાનો પુરવઠો (Sup-| ply) ઓછો અને માંગ (Demand) વધારે છે તેથી તેના ભાવો પણ વધારે હોય છે. અસંખ્યાતા દેવો પણ મનુષ્ય બનવા માટે ઝંખે છે પરંતુ (Chance) તક તો કો'ક ને જ મળે છે કેમ કે મનુષ્યની બેઠક (Seat)/ તો મર્યાદિત છે તેથી ફક્ત સંખ્યાતા જીવોને જ મનુષ્ય જન્મ પામવાની તક (Chance) પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે ગર્ભજ મનુષ્યની સંખ્યા કોઈપણ સમયે સંખ્યાતી જ હોય છે. આવા દુર્લભ માનવભવને આપણે કષાયો કરીને વેડફવો ન જોઈએ કેમ કે ક્યાયોથી કદી કોઈ મોક્ષમાં ગયું નથી. આપણે એવી શક્તિ કેળવવી જોઈએ કે જેથી આપણા કષાયો ધીરે ધીરે ઘટે. કેટલાક લોકો નકારાત્મક દષ્ટિથી એવું કહેતા હોય છે કે ગુસ્સાવાળો સ્વભાવ તો ક્યારેય બદલાતો નથી. અને તેના સમર્થન-supportમાં કહેવત બોલે છે, કે, “પી પટોળે ભાત, ફાટે પણ ફિટે નહીં"| પણ પ્રયત્નથી બધું જ શક્ય બને છે. માટી કોઈ પણ ધર્મ-ષિા કષાયોથી મુક્ત થઈને જ કરવી જોઈએ કેમ કે અઢાર પાપસ્થાનકની અંદર છે સ્થાનો કષાય ત્યાગના બતાવ્યાં છે. કષાયના ત્યાગથી જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ કેળવાય છે. માટે જ પૂજ્યપાદ) હરિભદ્રસૂરીશ્વરજી મ.સા.એ એવું ફરમાવ્યું છે કે કોઈ પણ ધર્માનુષ્ઠાન મૈત્રીભાવ પૂર્વકનું જ હોવું જોઈએ અને તે જ જૈનધર્મનો અનન્ય મોક્ષમાર્ગ છે. સદ્દગુણોની અનુમોદના આનાથી જ પ્રાપ્ત થાય છે. કષાયો પ્રમાદ છે, રાગદ્વેષ પ્રમાદ છે અને મૈત્રીભાવ એ અપ્રમાદ છે. मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपस्कर्तुं, तहि तस्य रसायणम् ।। –યોગશાસ્ત્ર-૪/૧૧૭ ધર્મધ્યાનનો વારંવાર સંબંધ કરવાને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવનાઓ જોડે, કેમ કે તે જ તેનું રસાયણ છે આવું કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મ.સા.એ યોગશાસ્ત્રમાં ફરમાવ્યું છે. ઉપયોગ વિષયક ચર્ચાની અંદર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મ. સા., શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ અને શ્રી મલવાદસૂરિ મ. સા.ના મંતવ્યો ભિન્ન ભિન્ન હોવા છતાં 1 ) પણ શાસ્ત્રમાં ક્યાંય કોઈ પૂર્વાચાર્યોએ આ| ત્રણેય માન્યતામાંથી કોઈપણ માન્યતાને મિથ્યા નથી કહી કે તેનું પ્રવર્તન કરનારને પણ મિથ્યાત્વી નથી કહ્યો, બલ્ક પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. સા.એ આ ત્રણેય માન્યતાઓનો સમન્વય કર્યો છે અને જણાવ્યું છે કે નયોની વિવક્ષાને આધીન આ ત્રણે મંતવ્યો સાચા છે. તો આજે વાત-વાતમાં આપણે કોઈને પણ મિથ્યાત્વી કેવી રીતે કહી શકીએ ? અને આ વાતને જો ધ્યાનમાં ન રાખીએ તો આપણી કોઈ પણ ધાર્મિક ક્રિયા શું ધાર્મિક કહી શકાશે ખરી ? કષાયોના આવેશ પૂર્વક કરાતી ધર્મક્ષિા તે ધર્મ ધીરીતે બની શકે ? શું મૈત્રીભાવ અને પ્રમોદભાવ ગુમાવીને કોઈ ધર્મ થઈ શકે ? ક્રોધની હાર અરે ! અત્યારના વ્યક્તિત્વ વિકાસના યુગમાં પણ આ વસ્તુ સમજાવવામાં આવે છે કે કષાય કરનાર ક્યારેય સફળ ઉદ્યોગપતિ થતા નથી કે તેના સમકક્ષના સ્થાનને પણ શોભાવી શકતા નથી. તેઓ તો ત્યાં સુધી કહે છે કે “One who angers you, Conquers you" જે તમને ગુસ્સે કરાવી જાય છે, તે તમને હરાવીને જીતી જાય છે. મનુષ્ય એ એક વિચારશીલ પ્રાણી છે. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ તેનું દુર્લભપણું તેની વિચારક-શક્તિને કારણે છે. દશવૈકાલિક સૂત્રની અંદર જણાવ્યું છે કે - ઉવસમેણ હણે કોઈ, માર્ણ મદ્વયા જિણે / | માયં ચ જ્જવ ભાવેણ લોભે સંતોસઓ જિણે // | ક્ષેધ, માન, માયા અને લોભને ક્ષમા-| નમ્રતા સરલતા અને સંતોષથી જીતવા જોઈએ તે જણાવ્યું છે. વળી, દશવૈકાલિક સૂત્રની અંદર જણાવ્યું કોહો પીઈ પણાઈ, માણો વિણય નાસણો / માયા મિરાણિ નાસેઈ, લોભો સવ-વિણાસણll ૌધથી પ્રીતિનો, માયાથી મિત્રતાનો, માનથી વિનયનો અને લોભથી સર્વનો નાશ થાય છે. ક્રોધ એ સાધન wલાક લોકો બ્રેધને સાધન બનાવીને પોતાનું સાધ્ય સિદ્ધ કરી લે છે. જેમકે વિશ્વ વિખ્યાત (Boxer) મહમદ અલી ઉર્ફે ‘ક્સીયસ લે ને કોઈએ તેની સફળતાનું કારણ પૂછ્યું ત્યારે તણે જવાબ આપ્યો કે હું પ્રતિસ્પર્ધીને ખૂબ ગાળો આપીને ગુસ્સે કરી દઉં છું અને પછી તને જીતી લઉં છું. Anger is a temporary Madness. તેથી જ આપણે આપણા મગજને સ્થિર રાખીએ તો કોઈ પણ ક્ષેત્રમાં આપણને મુંઝાવાનું થાય નહીં. ગૌતમ બુદ્ધ એક વખત ગૌતમ બુદ્ધ કોઈ જગ્યાએ ઉપદેશ આપતા હતા ત્યારે ત્યાંના ગામ લોકોએ તેમને ઘણાં અપશબ્દો કહ્યાં છતાં તેમના ઉપર કોઈ અસર ન થઈ ત્યારે ગામનાં મુખીએ તેમને પૂછ્યું કે આપને કેમ કંઈ અસર થતી નથી ? ત્યારે બુદ્ધ જવાબ આપ્યો કે - ગઈ કાલે હું એક ગામમાં ગયો ત્યારે ત્યાંના લોકોએ મને મિઠાઈ આપી તે મેં ન લીધી એટલે તેઓએ બેંચી લીધી, તેમ અત્યારે પણ સમજો. પેલો મુખી હસતાં હસતાં બોલ્યો કે આપે આ અપશબ્દોને સ્વીકાર્યા નથી એટલે અમે બેંચી લઈએ એમ જ ને ? આમ સ્થિતપ્રજ્ઞ માણસ કષાયોની સામે કષાયો કરવાને બદલે ક્ષમા આદિ દ્વારા નુકસાનથી બચી જાય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ યુધિષ્ઠિર એક વખત યુધિષ્ઠિર આદિ બધા વિદ્યાર્થીઓને દ્રોણાચાર્યે એક પાઠ ગોખવા આપ્યો.બધાએ તરત ગોખીને સંભળાવી દીધો. યુધિષ્ઠિર ન સંભળાવી શક્યા. ત્યારે દ્રોણાચાર્યએ એમને દંડ કર્યો કે તરત જ યુધિષ્ઠિરે પાઠ સંભળાવી દીધો. ત્યારે દ્રોણાચાર્યએ રહસ્ય પૂછ્યું; જવાબમાં યુધિષ્ઠિરે કહ્યું કે આપે “ગુસ્સો ન કરવો”, એ વાક્યનો પાઠ પાકો કરવા આપ્યો હતો પણ વગર નિમિત્તે તો કોઈ પણ ગુસ્સો ન કરે, તેથી પાઠ આવડ્યો છે તેની ખાતરી શું ? તે માટે મને સજા થઈ છતાં ગુસ્સાનો ભાવ આવવા ન દીધો તેથી પાઠ| મોઢે થયો છે એમ ન થયું. કષાય જીતવા (TIPS) ટિપ્સ કષાયોના વિજય માટે કયા અવસરે કેવી રીતે તેનાથી બચવું? તે માટે નીચેની નોંધ [(Tips)ને અમલમાં મુકવી જોઈએ. (૧) જે વ્યક્તિની સાથે અથવા તો જે. સ્થાનમાં કષાયો આવતા હોય તે વ્યક્તિ કે સ્થાનથી દૂર જતાં રહેવું. (૨) થાક્લ, હારેલો અને ભૂખ્યો માણસ લગભગ ગુસ્સો કરતો હોય છે. તે સમયે થાલાને આરામ, હારેલાને મીઠા બે શબ્દો અને ભૂખ્યાને આહારની વ્યવસ્થા કરાવ્યા પછી તેની સાથે વાત કરવી. જેથી ત્રણેય વ્યક્તિ કપાયના હુમલાથી બચી શકે. વ્યક્તિએ પોતે પણ થાક, હાર કે ભૂખ લાગેલી હોય ત્યારે કોઈની સાથે ચર્ચા ન કરવી. | (૩) ગુસ્સો એટલે બીજાની ભૂલ માટે પોતાને સજા. દા.ત. : કોઈએ યથાસમયે જે કાર્ય કરવાનું હતું તે ન કર્યું તે તેની ભૂલ છે. તેથી ગુસ્સો કરીને આપણે આપણા આખા શરીરને “નર્વસ સિસ્ટમને ગુસ્સા દ્વારા માનસિક તણાવ (Stress) આપીને પોતાના આયુષ્યને કે શક્તિને શા માટે ગુમાવવા ? | (૪) આવશ્યકસુત્રમાં ત્રીજું સુત્ર ખમાસમણ સુત્ર છે. તેમાં પણ સાધુને “ક્ષમાશ્રમણ' કીધો છે. એટલે કે બીજી અપેક્ષાને ગણ કરીને ક્ષમાની અપેક્ષા જ સાધુ પાસેથી શાસ્ત્રકારોએ રાખી છે. તેથી પણ ક્ષમા રાખવી જરૂરી છે. (૫) બ્રેધ કરવાથી શરીરની પાચનશક્તિ અને યાદશક્તિ બન્ને મંદ થાય છે. માટે પણ તેનાથી બચવું. અત્યારે આપણે માત્ર બ્રેધ કષાયની વાતને જ વધુ વિગતે લીધી છે. પણ માન, માયા, લોભ એ પણ એવા જ ભયંકર દૂષણો છે. કષાયજય તે જ નફો ધર્મક્રિયાઓ એ તો ફક્ત વ્યાપાર છે. તિમાં નફો તો કષાયની મંદતા જ છે. ધર્મક્ષિા કરતો શ્રાવક ઉત્તરોત્તર ઉદાર, ઔચિત્યવાનું, ગંભીર બનીને કોઈના પણ દોષો ગળી જનાર તથા નવા વેરઝેર અને બદલો લેવાની ભાવનાથી સંપૂર્ણપણે મુક્ત હોય છે. क्रोधो मूलमनर्थानां, क्रोधः संसारवर्धनः । धर्मक्षयंकरः क्रोधस्तस्मात् क्रोधं विवर्जयेत् ।। -શ્લોક ૨૭૯, સુભાષિત સંગ્રહ: આ દુર્લભ માનવજીવન આત્માથી પરમાત્મા થવા માટે જ છે. માટે તેનો થોડો પણ સમય નિરર્થક ન જવા દેવો. તેથી આવા ઉચ્ચ અને દુર્લભ એવા મનુષ્યજીવનમાં કષાયો કરવા એ પોષાય એમ જ નથી. - અહીં કોઈને પ્રશ્ન પણ થાય કે પોષાય એમ જ નથી એવું કેમ કીધું? શું આ મનુષ્ય જન્મ કંઈ ખરીદીને મેળવેલો છે ? તેનો જવાબ એ છે કે કોઈ પણ ભણેલા-ગણેલા માણસથી માંડીને સામાન્ય ગામડીયાને પણ એમ પૂછવામાં આવે કે તમારા શરીરમાંનું કોઈ પણ એક અંગ હાથ, આંખ કે કાન કાપીને આપી શકો ? તેની સામે તમને લાખો રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. તો] જવાબ “નામાં જ આવશે. તેથી અહીંયા એક વાત વિચારવા જેવી છે કે જો કોઈ વસ્તુ માણસે ૧ રૂપિયામાં ખરીદી હોય અને કોઈ ૨ રૂપિયામાં માગે તો સહર્ષ આપી દે છે, તેવું અહીંયા કેમ નથી ? કેમકે આ મનુષ્યજન્મ અનેક ભવોમાં અનંતગણો ભોગ આપ્યા પછી મળ્યો છે. ઊંટ-બળદ-હાથી-ઘોડાના ભવોમાં અપાર મહેનત કર્યા પછી ક્યાંક કોઈક ભવમાં દેવગુરુ ધર્મને આરાધવાનો મોકો મળ્યો હશે - જેના પરિણામે આવો દુર્લભ માનવભવ પ્રાપ્ત થયો. આમ મનુષ્યજન્મની દુર્લભતા સાબિત થઈ. વળી કિંમતી વસ્તુ દુર્લભ હોય કે ન પણ હોય પરંતુ દુર્લભ વસ્તુ ચોક્ત કિંમતી હોય, છે. અને અહીં શ્લોકમાં મનુષ્યજન્મને દુર્લભ કહ્યો છે; માટે તે અવશ્ય કિંમતી છે. તેથી નિષ્કષાય, ક્ષમા તથા મૈત્રાદિ ભાવોથી તેને સદાય ભાવિત કરીને કીંમતી મનુષ્ય જીવનનું મૂલ્યાંકન કરવું જોઈએ. ઇહલોકમાં કષાયથી નુકશાન ઇહલોકમાં પણ ધાદિના કટુ પરિણામ સ્વ-પર આત્માને ક્વા ભોગવવા પડે છે તે ઉપર એક દૃષ્ટાંત છે કે મુંબઈની ચાલીસિસ્ટમમાં રહેતા કોઈ બહેનની ખાલી બાલદી પાણીની લાઈનમાંથી મકાનમાલિકની વહુએ ખસેડી નાખી. પરિણામે પેલા બહેનને મકાનમાલિકની પત્ની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો તેથી આવેશમાં જ ઘરે આવીને પોતાના શરીર ઉપર ઘાસલેટ છાંટીને આગ લગાડી અને પછી બળતી-બળતી પોતે જઈને મકાનમાલિકની પત્નીને વળગી પડી. પરિણામે બન્નેએ દુર્લભ અને કિંમતી એવા મનુષ્યજન્મને કષાયના આવેશને આધીન થઈને વેડફી નાખ્યું. ક્ષમા એ સ્વભાવ ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. કોઈ માણસ આખો દિવસ ગુસ્સો નથી કરી શકતો કેમ કે તેના શરીર ઉપર તેની વિપરિત અસર થાય છે. જ્યારે ક્ષમા આખો દિવસ રાખવા છતાં શરીર ઉપર એની કોઈ વિપરીત અસર થતી નથી. જેવી રીતે બહાર ગયા પછી| કોઈ પણ માણસને પોતાના ઘરે પાછું આવવું જ પડે છે. ત્યારે એ એમ નથી કહેતો કે મારે કેટલી વાર ઘરે જવું ? જેટલી વાર બહાર જાવ તેટલી વાર ઘરે જવું પડે. એમ કોઈ વારે ઘડીએ મારા ઉપર ગુસ્સો કરે તો મારે તિને કેટલીવાર ક્ષમા આપવી ? એવું ન વિચારાય, કેમકે ક્ષમા એ આપણું પોતાનું ઘર છે; ગુસ્સો એ પારકું ઘર છે. જૈનદર્શનમાં કષાયોથી મુક્તિ આમ રોજ-બરોજના દૈનિક કાર્યક્રમમાં ક્ષમાને વણી લેવાની છે. આપણે જે ક્ષમા રાખીએ છીએ તે હજી સેકન્ડ ક્લાસની છે.' જ્યારે ઘણો અભ્યાસ થઈ જાય અને સ્વભાવગત ક્ષમા વ્યાપી જાય ત્યારે ખરો આનંદ આવે. જ્યાં સુધી શ્રેષ્ઠ કક્ષાની અર્થાત્ પાર્શ્વનાથ ભગવાન દ્વારા કમઠ ઉપર રખાયેલી કે મહાવીર પ્રભુ દ્વારા ચંડકૌશિક ઉપર રખાયેલી ક્ષમા ન આવે ત્યાં સુધી તેમના આલંબન અને આદર્શથી સ્વભાવગત ક્ષમા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેને માટે ગજસુકુમાલ, મેતારજમુનિ અને ખંધકમુનિ આદિ જેવા સેંકડો-હજાર ઉદાહરણ -I) Page #3 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોના પાને લખાયેલ છે. બીજી રીતે કહીએ તો જૈનદર્શન એટલે ક્ષમાનું દર્શન. વિશ્વમાં કોઈ ધર્મમાં ન જોવા મળે એવું પર્વ તે ક્ષમાપનાપર્વ (સંવત્સરીપર્વ) કે જે જૈન દર્શનની સકલ વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. તે પર્યુષણ પર્વ આપણે દર વરસે ઉજવીએ છીએ અને મનાવીએ છીએ. સિદ્ધશિલા પરનો મોક્ષ તો આપણે સૌએ મેળવવાનો જ છે પણ ત્યાં સુધી તેનો કંઈક આસ્વાદ માણવો હોય તો કષાયનો ત્યાગ કરવાથી જ તમે અનુભવી શકશો. આ વાત દશપૂર્વધર પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજે પ્રશમરતિ ગ્રંથમાં ફરમાવી છે. “કષાયમુક્તિઃ કિલ મુક્તિદેવ” ક્ષમા આપનારનું મનોબળ વધે છે; અને સહનશક્તિનો વિકાસ થાય છે; જ્યારે બ્રેધી આત્માની અંદર તેનાથી વિપરીત દેખાય છે. જ્યારે તર્કશક્તિ પાંગળી બની જાય છે, ત્યારે ગુસ્સો થઈ જતો હોય છે. તે વિષયમાં કહેવત પણ છે કે “કમજોર કો ગુસ્સા બહોત”| બુદ્ધિમાન માણસ જો ન્યાયાધીશ તરીકે હોય તો તે સત્ય કઈ બાજુ છે તે સહેલાઈથી જાણી શકે છે. વીર પુરુષોનું આભૂષણ ક્ષમા છે, તે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ખરા | વીર હોય તે જ કષાયોની કોટડીમાંથી તપાવેલા સુવર્ણની જેમ બહાર આવે છે અને વધારે ચમકે છે. ક્ષમાવીર પુરુષો તો હંમેશા એવું માનતા આવ્યા છે કે અમને કષાયવિજયી બનાવવામાં એ આત્માઓનો ઉપકાર છે જેઓ નિમિત્ત બની અમને ક્ષમાવાન બનવાની તક આપી છે. અમારા આત્માને કપરી કસોટીમાંથી વિશુદ્ધ થઈ આત્મવિકાસની તક આપી મોક્ષમાર્ગમાં આગળ ધપાવે છે. આમ જીવનમાં કષાયોના ત્યાગથી આધ્યાત્મિક વિકાસ અને સ્વાભાવિક ક્ષમા આદિની સિદ્ધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવામાં ઉપયોગી દુર્લભ એવું મળેલું મનુષ્યપણું સાર્થક થાય છે. સ્તનપાનથી મૃત્યુ એક સ્ત્રીએ અત્યંત ગુસ્સો કરીને પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું અને બાળક તરત મરી ગયું, કારણકે અતિશય ક્રોધ-કપાયના કારણે માનું દૂધ વિષથી વ્યાપ્ત થઈ ગયું. આમ| કષાયો એ ઝેરની જેમ આત્માને પરલોકમાં દુર્ગતિ અને આ લોકમાં મૃત્યુ અપાવે છે. શાસ્ત્રમાં પણ વાત આવે છે કે “ક્રોધે દોડ પૂરવ તણું સંયમ ફળ જાય” અર્થાત્ કરોડ પૂર્વનું (એટલે લાખો-કોડો કરતાં પણ અતિશય મોટી સંખ્યાનું) પાળેલું સંયમ-ચારિત્રનું ફળ શૈધ કરવાથી નાશ થઈ જાય છે. પારલૌકિક નુકસાન ધ કષાયથી મહાતપસ્વી એવા મુનિ પણ ચંડકૌશિક સર્પ થયા. આમ કષાયોને જો ક્ષમારૂપી ઔષધથી શાંત કરવામાં ન આવે તો ધીરે ધીરે પછીના ભાવોમાં તેનું વર્તુળ મોટું થતું જાય છે. ઘર સ્વર્ગ કૌટુંબિક જીવન પણ સહન કરવાની ટેવથી ઘરને સ્વર્ગ બનાવી દે છે. બધા દોષોનો સમ્રાટ - અધિપતિ અહંકાર છે, જે આપણને સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન કરવામાં રોકે છે. જીવનમાં રહેલી સુષુપ્ત અહંકાર પણ ભવિષ્યમાં ક્રોધનું વિકરાળ રૂપ ધારણ કરે છે. Psycologically જોવા જઈએ તો સંતાનોને કે શિષ્યોને માતાપિતા કે ગુરુનું ભરપૂર વાત્સલ્ય મળે ત્યારે તેઓમાં દુ:ખ સહન કરવાની શક્તિ વધે છે, જેના કારણે G) સામેના પક્ષથી આવતા કષાયોની જ્વાળા તેઓ માના વરસાદથી શાંત કરી શકે છે. સ્વદોષ દર્શન અને પરદુઃખ દર્શન જેની ષ્ટિ આત્માથી પરમાત્મા તરફ; દેહથી આત્મા તરફ અને આલોકથી પરલોક તરફ થઈ છે તેને કષાયોને સહન કરવામાં કોઈ મોટું આશ્ચર્ય નથી, કેમકે તે વિચારે કે જો મારે દુ:ખો જોવા હોય તો માત્ર પારકાના અને દોષો જોવા હોય તો ફક્ત સ્વના. આ માન્યતા જ્યારે સમ્યક્ રીતે આત્માના ઊંડાણમાં ઊતરી જાય ત્યારે મનુષ્યજન્મની દુર્લભતા સાર્થક બને છે. મરેલાને બાળે તે સ્મશાન કહેવાય; જ્યારે જીવતાને બાળે તે કષાય કહેવાય; પરંતુ મહાપુરુષોના કષાયો પણ સ્વપરના લાભાર્થે થાય છે, કારણકે તેઓ કષાયોના ગુલામ નથી હોતા; પણ કષાયોને પોતાના ગુલામ બનાવે છે. તેથી મહાપુરુષોને કષાયો લાવવા પડતા હોય છે, આપણી જેમ ક્ષણે ક્ષણે આવી જતાં નથી અને કાર્ય પૂરી થયું કે જાણે કષાય જેવી કોઈ વસ્તુ નજરે જ| ન પડે. આ બાબતમાં વિષ્ણુકુમાર મુનિનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. ચોરને કાઢવા માટે પોલિસની જરૂર પડે છે; પણ ચોર જ્યારે પોતે જ ભાગી જાય ત્યારે પોલિસ પણ ચાલ્યો જાય છે. એમ જ્યાં સુધી અપ્રશસ્ત કષાયો નથી નીકળતા ત્યાં સુધી પ્રશસ્ત કષાયો પણ આત્માના ઉત્થાન માટે જરૂરી છે. અને જ્યારે અપ્રશસ્ત કષાયો નીકળી જશે પછી પ્રશસ્ત કષાયો પણ સ્વયં ચાલ્યા જાય છે. ગૌતમસ્વામીનો વિનય-કષાયવિજયનું ઔષધ આ બાબતમાં ચરમતીર્થપતિ પ્રભુ મહાવીર પરમાત્માના પરમ વિનયી અને અનંત લબ્ધિના નિધાન એવા પ્રથમ ગણધર) શ્રી ગૌતમસ્વામીનું દૃષ્ટાંત સિદ્ધ છે કે પ્રભુ પ્રિત્યેના અનહદ રાગને કારણે જગતના બધા પદાર્થોના રાગ દબાઈ ગયા અર્થાત્ નીકળી ગયા અને સમય પાકતા વીર પ્રભુના નિર્વાણના નિમિત્તને પામીને પ્રભુ પ્રત્યેનો તિમનો રાગ મૂળમાંથી બળી જતા પોતે સંપૂર્ણ નિષ્કષાયી બની ગયા. આમ કષાયરૂપી ઝેર | મોહનું ઝેર ઊતારવા માટે પ્રભુનું નામસ્મરણ, વિનય અને તેમની આજ્ઞાનું પાલન એ જ શ્રેષ્ઠ ઔષધ છે. આમ જોવા જઈએ તો નિષ્કષાયી બનતાં આપણને બધાને આવડે જ છે પણ ક્યારે ? જ્યારે તેમાં આપણો સ્વાર્થ દેખાતો હોય ત્યારે જેમકે એક વ્યક્તિને એમ કહેવામાં આવ્યું કે ભાઈ ! જરા ધીરે બોલો, બીજાને વિક્ષેપ [(Disturb) થાય છે. ત્યારે તેણે કહ્યું કે મારો તો અવાજ જ બહુ મોટો છે તેમાં હું શું કરું? પણ જ્યારે તેને પોતાના દોષ-દુર્ગુણને કે ભૂલને ઢાંકવાનો અવસર આવ્યો ત્યારે એનો અવાજ એકદમ ધીમો થઈ ગયો, જાણી સાક્ષાત્ નમ્રતા નિતરતી જણાય. આમ પોતાના સ્વાર્થથી માણસ નમ્ર બની શકે છે તે સાચી ને સ્વભાવજન્ય નમ્રતા નથી. તેથી તેનું મૂલ્ય શુન્ય (ZeroValue) છે, કારણકે આત્મિક ઉત્થાન માટે નિ:સ્વાર્થ ભાવની નમ્રતા-ક્ષમા-સરળતા અને સંતોષની જ કિંમત છે, જે સ્વાભાવિક હોય છે. ક્રોધના પોષક ઘણી વાર ક્ષેધ જેવી રીતે માનજન્ય હોય છે; તેવી જ રીતે માયાજન્ય અને લોભજન્ય પણ હોય છે જેમકે પોતાની જે માન મેળવવાની અપેક્ષા પરિપૂર્ણ (Fulfill) ન થાય તે ધરૂપે બહાર આવે છે, પણ તેમાં પડદા પાછળ (Playback Singer)માન છે. કેટલીક વાર આપણે આપણી અમુક વાતો છૂપાવવા કે જણાવવાના હેતુથી ગુસ્સે થઈએ છીએ, આ માયાજન્ય ક્ષેધ છે. કેટલીક વાર વેપારી Page #4 -------------------------------------------------------------------------- ________________ ઓછા ભાવમાં માલ નહિ આપવાના ભાવથી ગ્રાહક ઉપર ગુસ્સો કરે છે તે લોભજન્ય ક્રોધ છે. આમ પોતાના કષાયો ક્યાંથી ઉદ્ભવ્યા તેનું પૃથક્કરણ કરવાની આવડત આપણામાં હોવી જોઈએ. બળદેવભાઈ ડોસાભાઈ પટેલ અમદાવાદમાં એક ભાઈ પટેલ હોવા છતાં જૈન ધર્મ પાળતા હતાં. એક તેમનો પોતાનો અંતરંગ નજીકનો સગો હતો જેના નામનો ઉલ્લેખ કરવાનો તેમણે નિષેધ કર્યો છે, જે કષાયથી ધમધમી ઉઠેલો હતો અને પૈસાના અહંકારમાં પરલોકમાં પોતાનું શું થશે એ પણ વિચારી શકતો ન હતો, જોગાનુજોગ તે ઘમંડી વ્યક્તિને ખૂબ મોટો ફટકો પડ્યો, પણ બધું નુકશાન આ પટેલ ભાઈએ ઉદારતાથી તે વ્યક્તિને લાઈન પર લાવવાની ભાવનાથી ભરી દીધું. પટેલ ભાઈને એટલો સંતોષ થયો કે ભલે મારા કરોડ રૂપિયા ગયા પણ હવે તિનો માન કષાય તો શાંત થયો ! જે અદ્ધર ચાલતો હતો તે પાછો લાઈન ઉપર તો આવી ગયો !આમ બીજાને કષાયથી બચાવવા માટે પણ આ મોટો ધનનો વ્યય કરનારા| પુણ્યાત્મા આ કાળમાં પણ વિદ્યમાન છે. ક્ષમાના પ્રકારો આપણે માત્ર જૈધની સામે જ ક્ષમા કરવી એવું નહિ, પણ કોઈને બહુમાન મેળવવાની ઇચ્છા હોય, જે આપણી જાણમાં આવી ગયું હોય તો તેને માન મેળવવા દેવું તે પણ આપણી માન સામેની ક્ષમા છે. તે જ પ્રમાણે, માયા અને લોભની સામે પણ ક્ષમાભાવ કેળવવો. આમ સામેની વ્યક્તિનો આ કષાય કેવી રીતે ઉત્પન્ન થયો છે અને તે કેટલી માત્રામાં છે, તેનું પૃથક્કરણ કરતાં જો આવડે તો આપણે તેની સામે રક્ષણ મેળવવાનો પ્રયાસ કરી શકીએ, જેથી આપણને ચોક્સ સફળતા મળે. પરદુઃખમાં સુખી એક વખત કોઈ એક સંન્યાસી પોતાના સંન્યાસના ૨૫-૩૦ વર્ષ બાદ પણ જ્યારે જ્યારે પોતાના ઇષ્ટદેવ પાસે જતાં ત્યારે એક જ પ્રાર્થના વિનંતિ કરતાં કે હે દેવ ! મને પહેલા દિોષની ક્ષમા આપજે. સાથે રહેલા શિષ્યને આ સાંભળીને દરરોજ આશ્ચર્ય થતું પણ પૂછી શક્તો ન હતો કે પ્રતિદિન થતી આ રીતની પ્રાર્થનાનું રહસ્ય શું છે ? એક દિવસ હિંમત કરી પૂછવું ત્યારે તે સંન્યાસીએ એકદમ ગળગળા થઈને અંતરના ખરા પશ્ચાત્તાપ પૂર્વક કહ્યું કે- સંન્યાસ પહેલાની એક ઘટના છે, જેમાં પોતે ઘરે જમવા બેઠાં હતાં અને અચાનક સમાચાર આવ્યા કે માર્કેટમાં રહેલી પોતાની દુકાનમાં આગ લાગી છે તરત જ જમવાનું છોડી પોતે દોડ્યા પણ ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે જેમાં આગ લાગી હતી તે તો બાજુવાળાની દુકાન હતી, પોતાની દુિકાનને કંઈ નથી થયું. તે સમયે પોતે જે સંતોષ અને આનંદ અનુભવ્યો તે દોષની - ભૂલની| માફી હું રોજ પ્રભુ પાસે માગું છું. આ દૃષ્ટાંત આપણને વિચાર કરતાં કરી દે છે. આપણે આપણા દુ:ખે દુ:ખી હોઈએ એ તો માની શકાય એવી વાત છે, પણ બીજાના દુ:ખે સુખી થઈએ તો દુર્લભ એવા મનુષ્યજન્મની સાર્થકતાને કેવી રીતે પ્રાપ્ત કરીશું? ચાર પ્રકારના મનુષ્યો આ જગતમાં ચાર પ્રકારના લોકો હોય છે. (૧) શ્રેષ્ઠ આત્માઓ પોતાનું બગાડીને પણ બીજાનું ભલું કરતાં હોય છે. (૨) વિમધ્યમ આત્માઓ સ્વ અને પરનું બન્નેનું સુધારે, સારું ભલું કરે. (૩) મધ્યમ આત્માઓ પોતાનું ન બગડે તો બીજાનું ભલું કરે. (૪) અધમ આત્માઓ પોતાનો ૧ રૂપિયો બચાવવા બીજાના ૧૦૦ રૂપિયા બગાડે. આપણે સંપૂર્ણરૂપે ધ, માન, માયા અને લોભથી દૂર ન થઈ શકીએ તો પણ ઓછામાં ઓછા ત્રણ અને ચાર પ્રકારના ન થઈએ તો જ દુર્લભ એવો આ મનુષ્ય જન્મ કંઈક અંશે સાર્થક થયો ગણાશે. મહાકવિ ભારવિ એક યુવાનને કાવ્યો બનાવવાનો ખૂબ શોખ હતો. તેના કાવ્યો લોકોમાં પ્રસિદ્ધ હતાં. તેની પ્રસિદ્ધિ ધીરે ધીરે રાજદરબાર સુધી પહોંચી. રાજાએ આ યુવાનને આમંત્રિત કરી તેના કાવ્યો સાંભળ્યા. અને અતિ પ્રસન્ન થઈને તેને ખૂબ સારી ભેટ-સોગાદ આપી બહુમાન કર્યું. આ વાતની ખબર યુવાનના માતા-પિતાને પડી. માતાએ પુત્રને તેના કાવ્યો સંભળાવવાનો આગ્રહ કર્યો. માતૃભક્ત પુત્રએ તિમને સ્વ-રચિત કાવ્યો સંભળાવ્યા. માતા પુત્રની આ કાવ્યશક્તિથી આફરીન થઈ ગઈ| અને અતિ પ્રસન્ન થઈને ખૂબ આશીર્વાદ આપી ભાવિમાં મહાન કવિ બનજે એમ કહી પ્રશંસા કરી, પરંતુ પિતાજી તેને પ્રશંસાનો એક શબ્દ પણ ન બોલ્યા. તેથી તેને ખૂબ દુ:ખ થયું અને ખુબ ખોટું લાગ્યું. જેથી તે રીસાઈને ઘર છોડી ચાલ્યો ગયો. બે-ત્રણ દિવસ પછી મોડી રાત્રે તે યુવાન પુનઃ સ્વગૃહે આવતો હતો, તે સમયે તેના માતાપિતા કંઈક ચર્ચા કરતાં હોય એવો અવાજ તેણે બહારથી સાંભળ્યો એટલે તે ઘરનાં બારણે કાન દઈ સાંભળવા લાગ્યો. તે સમયે પુત્રની કાવ્યશક્તિથી અત્યંત પ્રસન્ન થયેલા પિતાજી તેના કાવ્યની પ્રશંસા તેની માતા સામે કરી રહ્યા હતાં, ત્યારે માતાએ કહ્યું આ જ પ્રશંસા જો તમે પુત્રની સામે કરી હોત તો તે ઘર છોડીને ચાલ્યો ન જાત. ત્યારે પિતાજીએ અંતરની ભાવના જણાવતા કહ્યું કે - લોકપ્રવાહ અને રાજ્યપ્રશંસામાં મારી પુત્ર તણાઈ ન જાય અને અહંકારમાં આવીને પોતાનો આલોક-પરલોકને ન બગાડી જાય માટે હું મૌન રહ્યો. બાકી પુત્રની શક્તિની લોકો પ્રશંસા કરે ત્યારે દુ:ખ થોડું થાય ?' આનંદ જ થાય ને ! આ વાત સાંભળી પુત્રની આંખોથી આંસુ વરસી રહ્યા અને તરત જ બારણું ખોલી ઘરમાં પ્રવેશી પિતાનાં ચરણોમાં પડી ક્ષમા માગવા લાગ્યો. આ કવિ તે બીજો કોઈ નહિં પણ ભારતના શ્રેષ્ઠ કવિરાજ કાલીદાસ પછીના બીજા નંબરના પ્રખ્યાત કવિ મહાકવિ ‘ભારવિ’ હતા. આમ પૂજ્યો, વડિલો અને ઉપકારી ગુરુભગવંતો આપણા વૃદ્ધિ પામતા કષાયોની કાબુમાં લાવવા ખૂબ જ સહાયક - માર્ગદર્શક બને છે. ગુરુકૃપા વિના આવા વિફરેલા અને વકરેલા કષાયોને રોકવાની તાકાત કોઈનામાં નથી. ૫. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સા. અનંત લબ્ધિઓના સ્વામી ગૌતમ સ્વામી જેવા ચૌદ વિદ્યાના પારગામી પણ જ્યારે અહંકારમાં આવી ગયા ત્યારે તેમના ઉપર વરપ્રભુની કૃપા થઈ જેથી તેઓ હંમેશા વિનયી અને નમ્ર બની તેમના ચરણોમાં સમર્પિત થઈ ગયા, ઝૂકી ગયા. અમારા દાદા ગુરુદેવ પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સા. (ત સમયના મુનિ લબ્ધિ વિજય) મોડી રાત સુધી સ્વાધ્યાય કરતાં અને ઝોકું આવી જાય તો પૂ. કમલસૂરીશ્વરજી મ. સા. તેમને માથામાં જાડો દાંડો ફટકારતા. Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સા. સમજતાં હતાં કે આ દાંડો મને નહીં પણ મારા કષાયોને ફટકારી રહ્યા છે. ગુરુ તો તારણહાર છે, સાથે સાથે કષાયોના મારણહાર પણ છે. પૂ. કમલસૂરીશ્વરજી મ. સા.થી પ્રાપ્ત થયેલી આવી ગુરુકૃપાના પ્રભાવે પૂ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબે છેલ્લા ૪00 વર્ષમાં કોઈએ નહીં કરેલા તેવા ચાર વાદમાં જોરદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. સાથે સાથે અનેક નવ્યભવ્ય ગ્રંથોની રચના કરી હતી. સુંદર કાવ્યો પણ બનાવ્યો, અનેક પ્રતિષ્ઠાઓ, છરી પાલિત સંઘો કઢાવ્યા. અજોડ વ્યાખ્યાતા હોવા છતાં એક નાના બાળક જેવી નમ્રતા અને સરળતા તેઓ રાખી શક્યા તેનું મુખ્ય કારણ “ગુરુકૃપા” જ હતી; જે તેઓશ્રીએ દંડાની પ્રસાદી રૂપે મેળવી હતી. આમ ગુરુ તેમનાં કષાયોના વારણહાર સિદ્ધ થયા. છેલ્લે જ્યારે આખાય જૈન સંઘોમાં વિદ્યમાન તે સમયના આચાર્યોમાં તેઓશ્રીની નામ મોખરે હતું ત્યારે પણ તેઓશ્રી પોતાની નમ્રતા, સરળતા ટકાવી શક્યા તે ગુરુકૃપાનો જ પ્રભાવ છે. માટે જ કહ્યું છે, “ગુરુકૃપા હિ| કેવલ, શિષ્યસ્ય પરં મંગલ.” ડૉ. રાધાકૃષ્ણનું ૫.પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ.સા. દ્વારા સંપાદિત ગ્રંથનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને કર્યું ત્યારે પણ તેઓશ્રી માનકષાયથી દૂર જ| રહ્યા હતા. આમ શૈશવ કાળમાં મળેલી ગુરુપ્રસાદીએ તેઓશ્રીને કષાયોના આવેગ અને આવેશથી બચાવ્યા. આવા અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં મળે છે. જેમ કે હરિભદ્રસૂરીશ્વરજી મ.સા. બૌદ્ધોની| સાથેના વાદમાં વિજયી બની બૌદ્ધોને ખતમ કરી નાખવાના આવેશમાં આવી ગયા ત્યારે તિઓના પરમ ઉપકારી ગુણી સાધ્વીજીએ તિમને બચાવી લીધાં. તે જ રીતે વિક્રમાદિત્યના) પ્રતિબોધક સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મ. સા. જ્યારે રાજાની પ્રશંસામાં પોતાના ગૌરવમાં વધુ પડતાં ખેંચાઈ ગયા ત્યારે તેમના ગુરુદેવ વૃદ્ધવાદિસૂરીશ્વરજી મ. સા.એ પ્રતિબોધિત કર્યા. આમ, “મારા જેવો કષાયોનો વિજેતા કોઈ નથી, હું તો બિલકુલ નિરહંકારી છું, જેથી મને એકદમ ગુસ્સો આવતો નથી.' એવું મિથ્યા અભિમાન રાખવું નહીં અને આવું કહેવું એ જ મોટો અહંકાર છે. જગવિખ્યાત શિલ્પા એક મહાન શિલ્પીએ પોતાના શિલ્પજ્ઞ પુત્રના ગમે તેટલા સારામાં સારા શિલ્પમાંથી પણ “દૂધમાંથી પોરા કાઢવા”ની જેમ, કંઈને કંઈ ભૂલો બતાવ્યા જ કરતો હોવાથી પુત્ર કંટાળી ગયો. થોડા સમય બાદ તે પુત્રએ શિલ્પથી અલંક્ત એક સુંદર પ્રતિમા બનાવીને પોતાના પિતાના મિત્રને આપી અને કહ્યું કે મારા પિતાજી તમારી પાસે આવે ત્યારે આ પ્રતિમા બતાવજો. અચાનક જ આ શિલ્પજ્ઞના પિતા તેમના મિત્રને મળવા ગયા ત્યારે પેલો શિલ્પજ્ઞ પુત્ર પણ ત્યાં ઉપસ્થિત હતો. પિતાજી મિત્ર પાસે રહેલી પેલી પ્રતિમા જોઈને ખૂબ પ્રસન્ન થઈ ગયા અને પુત્રને આ પ્રતિમા બતાવતાં કહ્યું કે આ જ શ્રેષ્ઠ શિલ્પ કહેવાય. પ્રતિમા આવી બનાવવી જોઈએ. આ સાંભળી ધીરેથી પુત્ર બોલ્યો પિતાજી ! આ પ્રતિમા મારી જ બનાવેલી છે. આ સાંભળીને પિતાની આંખમાં આંસુ આવી ગયા. પુત્ર બોલ્યો પિતાજી ! હર્ષના સમયે આપની આંખમાં આંસુ કેમ આવ્યા ? આપ મારા કોઈ પણ શિલ્પની પ્રશંસા નહોતા કરતા તેથી આપના જેવા શ્રેષ્ઠ શિલ્પીથી પ્રશંસા પામવા માટે મારે આ કિમીયો અજમાવવો પડ્યો. ત્યારે પિતાજીએ કહ્યું, ‘આનાથી સારી કૃતિ હવે) (U ) તારાથી બની શકશે નહીં, કારણ કે વિશ્વના શ્રેષ્ઠ શિલ્પી દ્વારા તારા કાર્યની પ્રશંસા તૈ| મેળવી લીધી માટે હવે તું આનાથી સારું| શિલ્પ ક્યારેય બનાવી નહીં શકે.” પિતાએ પુત્રને પ્રેમ અને વાત્સલ્યથી કહ્યું કે, “બેટા ! હું તારી બેનમૂન શિલ્પકળાથી| ક્યારેય નારાજ કે દુ:ખી નહોતો છતાં અત્યાર સુધી હું તારા શિલ્પની પ્રશંસા નહોતો કરતો કારણકે મારે તને મારા કરતાં પણ ઉચ્ચકક્ષાનો શિલ્પી બનાવવો હતો માટે જ હું શોધી| શોધીને તારી ભૂલો બતાવતો હતો. “બેટા બાપથી સવાયા” એ કહેવત પ્રમાણે હું તને જોવા ઇચ્છતો હતો. પણ દુ:ખ એ વાતનું છે, કે તું તુચ્છ પ્રશંસા માટે આટલો અધીરો બની ગયો જેથી મારું કમનસીબ ગણ કે તારું, અને અજાણતાં પણ મારાથી તારી પ્રશંસા થઈ ગઈ.” માટે આ પ્રમાણે વાસ્તવિકતાનું ભાન થતાં પુત્રને પોતાના માન કષાય માટે પારાવાર પસ્તાવો થયો. પણ अब पछताये क्या होत जब चिडिया चुग મારું હેત ? આમ, વડિલો અને પૂજ્યો આપણા અહંકારને કાબૂમાં રાખીને સિદ્ધિના અનેક સોપાનો સર કરવામાં સહાયક થાય છે. આ લોકમાં આપણે જે કોઈ સિદ્ધિઓ મેળવીએ, છીએ એમાં માતાપિતા, પૂજ્ય, વડિલો અને ગુરુભગવંતોની કૃપા જ મુખ્ય કારણ છે | કેમકે તેઓ આપણને અહંકારરૂપી હાથી સામે કેવી રીતે વ્યુહરચના કરી આપણું રક્ષણ કરવું ત સમજાવે છે. ચાદ્વાદ એક દિવસ રજાના દિવસે ચાર મિત્રો જબલપુરમાં નર્મદાના કિનારે ફરવા ગયા. ત્યાં હોડીમાં સહેલગાહ કરવાની બધાને ઇચ્છા થઈ. ચારેય મિત્રો હોડીમાં બેસી જો સ્થાને જવું હતું ત્યાં પહોંચી ગયા. પહેલો મિત્ર બોલ્યો-અલ્યા ! આપણને પાણીમાં સરકવાની કેવી મજા આવી ? ત્યારે બીજો] બોલ્યો કે આપણે પાણીમાં ક્યાં સરક્યા ? પાણીમાં તો હોડી સરકી છે માટે તારે એમ કહેવું જોઈએ કે હોડીમાં સરકવાની બહુ મજા આવી; ત્રીજાએ કહ્યું કે તમારા બન્નેની વાત બરાબર નથી કેમકે નથી આપણે સરક્યા, નથી હોડી સરકી પણ નદી સરકી છે; એટલે તારે એમ કહેવું જોઈએ કે નદીમાં સરકવાની મજા આવી. ત્યારે પેલો ચોથો બોલ્યો કે -| તમારા ત્રણેયની વાત બરાબર નથી, કેમ કે નથી આપણે સરક્યા, નથી હોડી સરકી કે નથી નદી સરકી પણ પાણી સરક્યું છે. આમ આ ચારેય માન્યતાઓ સાચી હોવા છતાં જો બીજી માન્યતાઓને તદ્દન ન માને તો તે ખોટી છે, કેમકે તેઓ, હોડી અને નદી – એ ત્રણે પણ સરક્યાં છે, માટે અપેક્ષાએ ચારેય સાચા છે, આ રીતે કષાયોને જીતવાના ઘણાં ઉપાયો છે. કોઈ એક જ ઉપાયથી આપણા કષાયો ઓછાં થાય એટલે બીજા ઉપાયો બરાબર નથી અથવા તો બીજા ઉપાયો જ નથી, એમ સમજવું નહીં. કેમ કે પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં અનેક દૃષ્ટિએ કષાયોને જીતવાના ઉપાયો બતાવેલા છે. પંચ પરમેષ્ઠિ - જે પંચ પરમેષ્ઠી જગતની પાંચ મહાન શક્તિઓ રૂપે છે; તેમાંના શ્રેષ્ઠ અને ઉચ્ચ સ્થાને રહેલા તીર્થંકરોમાં પણ કેટલી બધી નમ્રતા હોય છે કે પોતાની ધર્મદશનામાં તેઓ હું કહું છું, મારા જ્ઞાનથી કહું છું. મારું પોતાનું કહું છું; આવું નહીં કહેતા પણ એમ કહે છે કે “અનંત તીર્થકરોએ જે કહ્યું છે તે જ હું પણ કહું છું"| આ વાક્યના પ્રયોગથી જ આપણને કેવળજ્ઞાની છે Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ તિરીકેની ભૂમિકામાં પણ તેઓમાં રહેલી સર્વોત્કૃષ્ટનિષ્કષાયતાના દર્શન થાય છે. પ્રાંત આપણે પણ તેમનું આલંબન લઈને તેમણે ફરમાવેલ દુર્લભ મનુષ્યભવને સાર્થક કરવા જીવનમાં સ્વાભાવિક નિષ્કષાયતાને આત્મસાતુ કરવા સતત પ્રયત્ન કરીએ એ જ અભિલાષા. Anger destroys Love, Ego destroys Modesty; Deceit destroys Friendship, Greed destroys Everything. Hyun પ્રતિભાવનો પ્રતિસાદ ‘ક્રોધવિજય’ દ્વારા અત્રે રજુ થયેલા સુંદર ભાવો અંગે આપના પ્રતિભાવો નીચે આપેલ Email IDs ઉપર અથવા સેતુભાઈના સરનામે પણ આપ મોકલી શકો છો. Readers may forward their responses/reviews to following Email IDs or at postal address of Setubhai. 1. labdhivikram@gmail.com 2. profmaharaj@yahoo.co.in 3. setu_bridge@hotmail.com 4. shahnishith@yahoo.com શ્રી વિક્રમ તીર્થ - સંસ્કૃતિ ભવન, શાંતિનગર સોસાયટી મધ્યે શ્રી સમાધિ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે 1. ક્રોધની હાર 2. ક્રોધ એ સાધન 3. ગૌતમ બુદ્ધ 4. યુધિષ્ઠિર 5. કષાય જીતવા (TIPs)ટિપ્સ 9. કષાયજય તે જ નફો 7. ઇહલોકમાં કષાયથી નુકશાન 8. ક્ષમા એ સ્વભાવ 9. જૈનદર્શનમાં કષાયોથી મુક્તિ 10. સ્તનપાનથી મૃત્યુ 11. પારલૌકિક નુકસાન 12. થર સ્વર્ગ 13. સ્વદોષ દર્શન અને પરદુઃખ દર્શન 26 14. ગૌતમસ્વામીનોવિનય કષાયવિજયનું ઔષધ 15. ક્રોધના પોષક 19. બળદેવભાઈ ડોસાભાઈ પટેલ 17. ક્ષમાના પ્રકારો 18. પરદુઃખમાં સુખી 19, ચાર પ્રકારના મનુષ્યો 20. મહાકવિ ભારવિ 21. પ. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સા. 22. ડૉ. રાધાકૃષ્ણનું 23. જગવિખ્યાત શિલ્પજ્ઞ 24. સ્યાદ્વાદ 25. પંચ પરમેષ્ઠિ 29. પ્રતિભાવનો પ્રતિસાદ કોધવજય હાથનોંધા : લેખક : શ્રી લબ્ધિ-વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય રાજયશસૂરીશ્વરજી મ. સા. સૌજન્ય સ્વ.પવિત્રાબેન ચંદુલાલ શાહ રાંદેરવાળા પરિવાર હ. રશ્મિબેન કિરીટકુમાર શાહ, સુરત વિમળાબેન ધુલચંદભાઈ શાહ-બલોલ બે બોલ સુંદર એવા દહાણુરોડ સંધમાં પૂજ્યશ્રી પધાર્યા હતા અને શ્રી સીમંધર સ્વામીની નિશ્રામાં શ્રોતાઓથી ભરચક હોલમાં પૂજ્યશ્રીએ પ્રવચન આપ્યું તે વખતે તેમના મુખ પર શ્રી સીમંધર સ્વામી પ્રભુ આવી વસ્યા હોય તેવો ભાસ થતો હતો. મનુષ્ય જીવનની દુિર્લભતા પર પ્રવચન થયું. તે સિવાયના પૂજ્યશ્રીના ક્રોધ ઉપરના પ્રવચનોમાંથી કિંચિત્ અંશોને અત્રે લેવામાં આવ્યાં છે. પંડિત મહેન્દ્રભાઈમુંબઈ)એ પ્રફ સંશોધન કરી આપેલ છે. અનાદિકાળથી આ જીવ કષાયોની સંજ્ઞામાં જ રમી રહ્યો છે. તેને રાગ-દ્વેષ સાથે સંતાકુકડી રમવામાં મજા આવે છે. આત્માનો જ્ઞાનગુણ છે એ તો જાણે વિસરી જ ગયો છે. કોઈકે આપણા ઉપર ગુસ્સો કર્યો પછી આપણે એક કલાક વ્યાખ્યાન સાંભળ્યું. હવે જો આપણને પૂછવામાં આવે કે એક કલાક સાંભળેલું તે વ્યાખ્યાન યાદ રહ્યું છે ? તો આપણો જવાબ નવ્વાણુ ટકા ‘ના’માં જ આવે. પરંતુ વ્યાખ્યાન પહેલા આપણા પર થયેલો ગુસ્સો આપણને બરાબર યાદ રહે છે. આત્માનો. મૂિળભૂત ગુણ જ્ઞાનગુણ હોવાછતાં પણ કષાયસંસાના કારણે તે જ્ઞાનગુણ પ્રગટ થતો નથી. - આ હકીકત આપણે માનીએ કે ન માનીએ પણ 10% સાચી છે અને આપણા બધા ઉપર લાગુ પડે તેવી છે. આથી કષાયસંજ્ઞામાંથી આપણા આત્માને જ્ઞાનસંજ્ઞામાં લઈને સ્થિર રાખવો. તેને માટે એક ચિંતનાત્મક રજુઆત રૂપે પ્રકાશિત આ પુસ્તક આપણા બધાને ચોક્કસ ફાયદાકારી થશે. આવેગ અને આવેશમાં આવતા ક્રોધને અટકાવવા માટે આ એક સુંદર ચિંતનપૂર્ણ પ્રયાસ છે. - રાજેન્દ્રભાઈ દલાલ, સિકંદરાબાદ સેતુભાઈ એસ. શાહ શ્રી લબ્ધિ વિક્રમ cle.એલ.વી.એ.મેની સૂરીશ્વરજી -ટેરીયન ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્કૃતિ કેન્દ્ર 11, ઑપેરા સોસા. નં.૧, T7-એ, શાંતિનગર, પાલડી, અમઘવાદ વિક્રમ સૂરીશ્વરજી માર્ગ, 94265 12345 (M) આશ્રમ રોડ, અમદાવાદ પીન-૩૮૦૦૧૩ (ગુજ.) પ્રાપ્તિસ્થાન શ્રી જે. કે. સંઘવી - મુંબઈ 098696 77965 (M) નિશીથભાઈ એસ. શાહ - અમદાવાદ 094265 00000 (M) પ્રથમ આવૃત્તિ: નકલ 3000 CP :Rs. 2.50 Bood/ 02-2008 - D andubi-09824024143 (