________________
યુધિષ્ઠિર એક વખત યુધિષ્ઠિર આદિ બધા વિદ્યાર્થીઓને દ્રોણાચાર્યે એક પાઠ ગોખવા આપ્યો.બધાએ તરત ગોખીને સંભળાવી દીધો. યુધિષ્ઠિર ન સંભળાવી શક્યા. ત્યારે દ્રોણાચાર્યએ એમને દંડ કર્યો કે તરત જ યુધિષ્ઠિરે પાઠ સંભળાવી દીધો. ત્યારે દ્રોણાચાર્યએ રહસ્ય પૂછ્યું; જવાબમાં યુધિષ્ઠિરે કહ્યું કે આપે “ગુસ્સો ન કરવો”, એ વાક્યનો પાઠ પાકો કરવા આપ્યો હતો પણ વગર નિમિત્તે તો કોઈ પણ ગુસ્સો ન કરે, તેથી પાઠ આવડ્યો છે તેની ખાતરી શું ? તે માટે મને સજા થઈ છતાં ગુસ્સાનો ભાવ આવવા ન દીધો તેથી પાઠ| મોઢે થયો છે એમ ન થયું.
કષાય જીતવા (TIPS) ટિપ્સ કષાયોના વિજય માટે કયા અવસરે કેવી રીતે તેનાથી બચવું? તે માટે નીચેની નોંધ
[(Tips)ને અમલમાં મુકવી જોઈએ.
(૧) જે વ્યક્તિની સાથે અથવા તો જે. સ્થાનમાં કષાયો આવતા હોય તે વ્યક્તિ કે સ્થાનથી દૂર જતાં રહેવું.
(૨) થાક્લ, હારેલો અને ભૂખ્યો માણસ લગભગ ગુસ્સો કરતો હોય છે. તે સમયે થાલાને આરામ, હારેલાને મીઠા બે શબ્દો અને ભૂખ્યાને આહારની વ્યવસ્થા કરાવ્યા પછી તેની સાથે વાત કરવી. જેથી ત્રણેય વ્યક્તિ કપાયના હુમલાથી બચી શકે. વ્યક્તિએ પોતે પણ થાક, હાર કે ભૂખ લાગેલી હોય ત્યારે કોઈની સાથે ચર્ચા ન કરવી. | (૩) ગુસ્સો એટલે બીજાની ભૂલ માટે પોતાને સજા. દા.ત. : કોઈએ યથાસમયે જે કાર્ય કરવાનું હતું તે ન કર્યું તે તેની ભૂલ છે. તેથી ગુસ્સો કરીને આપણે આપણા આખા શરીરને “નર્વસ સિસ્ટમને ગુસ્સા દ્વારા
માનસિક તણાવ (Stress) આપીને પોતાના આયુષ્યને કે શક્તિને શા માટે ગુમાવવા ? |
(૪) આવશ્યકસુત્રમાં ત્રીજું સુત્ર ખમાસમણ સુત્ર છે. તેમાં પણ સાધુને “ક્ષમાશ્રમણ' કીધો છે. એટલે કે બીજી અપેક્ષાને ગણ કરીને ક્ષમાની અપેક્ષા જ સાધુ પાસેથી શાસ્ત્રકારોએ રાખી છે. તેથી પણ ક્ષમા રાખવી જરૂરી છે.
(૫) બ્રેધ કરવાથી શરીરની પાચનશક્તિ અને યાદશક્તિ બન્ને મંદ થાય છે. માટે પણ તેનાથી બચવું.
અત્યારે આપણે માત્ર બ્રેધ કષાયની વાતને જ વધુ વિગતે લીધી છે. પણ માન, માયા, લોભ એ પણ એવા જ ભયંકર દૂષણો છે.
કષાયજય તે જ નફો ધર્મક્રિયાઓ એ તો ફક્ત વ્યાપાર છે.
તિમાં નફો તો કષાયની મંદતા જ છે. ધર્મક્ષિા કરતો શ્રાવક ઉત્તરોત્તર ઉદાર, ઔચિત્યવાનું, ગંભીર બનીને કોઈના પણ દોષો ગળી જનાર તથા નવા વેરઝેર અને બદલો લેવાની ભાવનાથી સંપૂર્ણપણે મુક્ત હોય છે. क्रोधो मूलमनर्थानां, क्रोधः संसारवर्धनः । धर्मक्षयंकरः क्रोधस्तस्मात् क्रोधं विवर्जयेत् ।।
-શ્લોક ૨૭૯, સુભાષિત સંગ્રહ: આ દુર્લભ માનવજીવન આત્માથી પરમાત્મા થવા માટે જ છે. માટે તેનો થોડો પણ સમય નિરર્થક ન જવા દેવો. તેથી આવા ઉચ્ચ અને દુર્લભ એવા મનુષ્યજીવનમાં કષાયો કરવા એ પોષાય એમ જ નથી. - અહીં કોઈને પ્રશ્ન પણ થાય કે પોષાય એમ જ નથી એવું કેમ કીધું? શું આ મનુષ્ય જન્મ કંઈ ખરીદીને મેળવેલો છે ? તેનો જવાબ એ છે કે કોઈ પણ ભણેલા-ગણેલા
માણસથી માંડીને સામાન્ય ગામડીયાને પણ એમ પૂછવામાં આવે કે તમારા શરીરમાંનું કોઈ પણ એક અંગ હાથ, આંખ કે કાન કાપીને આપી શકો ? તેની સામે તમને લાખો રૂપિયા વળતર તરીકે આપવામાં આવશે. તો] જવાબ “નામાં જ આવશે. તેથી અહીંયા એક વાત વિચારવા જેવી છે કે જો કોઈ વસ્તુ માણસે ૧ રૂપિયામાં ખરીદી હોય અને કોઈ ૨ રૂપિયામાં માગે તો સહર્ષ આપી દે છે, તેવું અહીંયા કેમ નથી ? કેમકે આ મનુષ્યજન્મ અનેક ભવોમાં અનંતગણો ભોગ આપ્યા પછી મળ્યો છે. ઊંટ-બળદ-હાથી-ઘોડાના ભવોમાં અપાર મહેનત કર્યા પછી ક્યાંક કોઈક ભવમાં દેવગુરુ ધર્મને આરાધવાનો મોકો મળ્યો હશે - જેના પરિણામે આવો દુર્લભ માનવભવ પ્રાપ્ત થયો. આમ મનુષ્યજન્મની દુર્લભતા સાબિત થઈ.
વળી કિંમતી વસ્તુ દુર્લભ હોય કે ન પણ હોય પરંતુ દુર્લભ વસ્તુ ચોક્ત કિંમતી હોય, છે. અને અહીં શ્લોકમાં મનુષ્યજન્મને દુર્લભ કહ્યો છે; માટે તે અવશ્ય કિંમતી છે. તેથી નિષ્કષાય, ક્ષમા તથા મૈત્રાદિ ભાવોથી તેને સદાય ભાવિત કરીને કીંમતી મનુષ્ય જીવનનું મૂલ્યાંકન કરવું જોઈએ.
ઇહલોકમાં કષાયથી નુકશાન ઇહલોકમાં પણ ધાદિના કટુ પરિણામ સ્વ-પર આત્માને ક્વા ભોગવવા પડે છે તે ઉપર એક દૃષ્ટાંત છે કે મુંબઈની ચાલીસિસ્ટમમાં રહેતા કોઈ બહેનની ખાલી બાલદી પાણીની લાઈનમાંથી મકાનમાલિકની વહુએ ખસેડી નાખી. પરિણામે પેલા બહેનને મકાનમાલિકની પત્ની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો તેથી આવેશમાં જ ઘરે આવીને પોતાના શરીર ઉપર ઘાસલેટ છાંટીને આગ લગાડી
અને પછી બળતી-બળતી પોતે જઈને મકાનમાલિકની પત્નીને વળગી પડી. પરિણામે બન્નેએ દુર્લભ અને કિંમતી એવા મનુષ્યજન્મને કષાયના આવેશને આધીન થઈને વેડફી નાખ્યું.
ક્ષમા એ સ્વભાવ ક્ષમા એ આત્માનો સ્વભાવ છે. કોઈ માણસ આખો દિવસ ગુસ્સો નથી કરી શકતો કેમ કે તેના શરીર ઉપર તેની વિપરિત અસર થાય છે. જ્યારે ક્ષમા આખો દિવસ રાખવા છતાં શરીર ઉપર એની કોઈ વિપરીત અસર થતી નથી. જેવી રીતે બહાર ગયા પછી| કોઈ પણ માણસને પોતાના ઘરે પાછું આવવું જ પડે છે. ત્યારે એ એમ નથી કહેતો કે મારે કેટલી વાર ઘરે જવું ? જેટલી વાર બહાર જાવ તેટલી વાર ઘરે જવું પડે. એમ કોઈ વારે ઘડીએ મારા ઉપર ગુસ્સો કરે તો મારે
તિને કેટલીવાર ક્ષમા આપવી ? એવું ન વિચારાય, કેમકે ક્ષમા એ આપણું પોતાનું ઘર છે; ગુસ્સો એ પારકું ઘર છે.
જૈનદર્શનમાં કષાયોથી મુક્તિ આમ રોજ-બરોજના દૈનિક કાર્યક્રમમાં ક્ષમાને વણી લેવાની છે. આપણે જે ક્ષમા રાખીએ છીએ તે હજી સેકન્ડ ક્લાસની છે.'
જ્યારે ઘણો અભ્યાસ થઈ જાય અને સ્વભાવગત ક્ષમા વ્યાપી જાય ત્યારે ખરો આનંદ આવે. જ્યાં સુધી શ્રેષ્ઠ કક્ષાની અર્થાત્ પાર્શ્વનાથ ભગવાન દ્વારા કમઠ ઉપર રખાયેલી કે મહાવીર પ્રભુ દ્વારા ચંડકૌશિક ઉપર રખાયેલી ક્ષમા ન આવે ત્યાં સુધી તેમના આલંબન અને આદર્શથી સ્વભાવગત ક્ષમા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેને માટે ગજસુકુમાલ, મેતારજમુનિ અને ખંધકમુનિ આદિ જેવા સેંકડો-હજાર ઉદાહરણ
-I)