Book Title: Krodhvijay Author(s): Rajyashsuri Publisher: Rajyashsuriji View full book textPage 3
________________ શાસ્ત્રોના પાને લખાયેલ છે. બીજી રીતે કહીએ તો જૈનદર્શન એટલે ક્ષમાનું દર્શન. વિશ્વમાં કોઈ ધર્મમાં ન જોવા મળે એવું પર્વ તે ક્ષમાપનાપર્વ (સંવત્સરીપર્વ) કે જે જૈન દર્શનની સકલ વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. તે પર્યુષણ પર્વ આપણે દર વરસે ઉજવીએ છીએ અને મનાવીએ છીએ. સિદ્ધશિલા પરનો મોક્ષ તો આપણે સૌએ મેળવવાનો જ છે પણ ત્યાં સુધી તેનો કંઈક આસ્વાદ માણવો હોય તો કષાયનો ત્યાગ કરવાથી જ તમે અનુભવી શકશો. આ વાત દશપૂર્વધર પૂજ્ય ઉમાસ્વાતિજી મહારાજે પ્રશમરતિ ગ્રંથમાં ફરમાવી છે. “કષાયમુક્તિઃ કિલ મુક્તિદેવ” ક્ષમા આપનારનું મનોબળ વધે છે; અને સહનશક્તિનો વિકાસ થાય છે; જ્યારે બ્રેધી આત્માની અંદર તેનાથી વિપરીત દેખાય છે. જ્યારે તર્કશક્તિ પાંગળી બની જાય છે, ત્યારે ગુસ્સો થઈ જતો હોય છે. તે વિષયમાં કહેવત પણ છે કે “કમજોર કો ગુસ્સા બહોત”| બુદ્ધિમાન માણસ જો ન્યાયાધીશ તરીકે હોય તો તે સત્ય કઈ બાજુ છે તે સહેલાઈથી જાણી શકે છે. વીર પુરુષોનું આભૂષણ ક્ષમા છે, તે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ખરા | વીર હોય તે જ કષાયોની કોટડીમાંથી તપાવેલા સુવર્ણની જેમ બહાર આવે છે અને વધારે ચમકે છે. ક્ષમાવીર પુરુષો તો હંમેશા એવું માનતા આવ્યા છે કે અમને કષાયવિજયી બનાવવામાં એ આત્માઓનો ઉપકાર છે જેઓ નિમિત્ત બની અમને ક્ષમાવાન બનવાની તક આપી છે. અમારા આત્માને કપરી કસોટીમાંથી વિશુદ્ધ થઈ આત્મવિકાસની તક આપી મોક્ષમાર્ગમાં આગળ ધપાવે છે. આમ જીવનમાં કષાયોના ત્યાગથી આધ્યાત્મિક વિકાસ અને સ્વાભાવિક ક્ષમા આદિની સિદ્ધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરવામાં ઉપયોગી દુર્લભ એવું મળેલું મનુષ્યપણું સાર્થક થાય છે. સ્તનપાનથી મૃત્યુ એક સ્ત્રીએ અત્યંત ગુસ્સો કરીને પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું અને બાળક તરત મરી ગયું, કારણકે અતિશય ક્રોધ-કપાયના કારણે માનું દૂધ વિષથી વ્યાપ્ત થઈ ગયું. આમ| કષાયો એ ઝેરની જેમ આત્માને પરલોકમાં દુર્ગતિ અને આ લોકમાં મૃત્યુ અપાવે છે. શાસ્ત્રમાં પણ વાત આવે છે કે “ક્રોધે દોડ પૂરવ તણું સંયમ ફળ જાય” અર્થાત્ કરોડ પૂર્વનું (એટલે લાખો-કોડો કરતાં પણ અતિશય મોટી સંખ્યાનું) પાળેલું સંયમ-ચારિત્રનું ફળ શૈધ કરવાથી નાશ થઈ જાય છે. પારલૌકિક નુકસાન ધ કષાયથી મહાતપસ્વી એવા મુનિ પણ ચંડકૌશિક સર્પ થયા. આમ કષાયોને જો ક્ષમારૂપી ઔષધથી શાંત કરવામાં ન આવે તો ધીરે ધીરે પછીના ભાવોમાં તેનું વર્તુળ મોટું થતું જાય છે. ઘર સ્વર્ગ કૌટુંબિક જીવન પણ સહન કરવાની ટેવથી ઘરને સ્વર્ગ બનાવી દે છે. બધા દોષોનો સમ્રાટ - અધિપતિ અહંકાર છે, જે આપણને સ્વદોષ દર્શન અને પરગુણ દર્શન કરવામાં રોકે છે. જીવનમાં રહેલી સુષુપ્ત અહંકાર પણ ભવિષ્યમાં ક્રોધનું વિકરાળ રૂપ ધારણ કરે છે. Psycologically જોવા જઈએ તો સંતાનોને કે શિષ્યોને માતાપિતા કે ગુરુનું ભરપૂર વાત્સલ્ય મળે ત્યારે તેઓમાં દુ:ખ સહન કરવાની શક્તિ વધે છે, જેના કારણે G) સામેના પક્ષથી આવતા કષાયોની જ્વાળા તેઓ માના વરસાદથી શાંત કરી શકે છે. સ્વદોષ દર્શન અને પરદુઃખ દર્શન જેની ષ્ટિ આત્માથી પરમાત્મા તરફ; દેહથી આત્મા તરફ અને આલોકથી પરલોક તરફ થઈ છે તેને કષાયોને સહન કરવામાં કોઈ મોટું આશ્ચર્ય નથી, કેમકે તે વિચારે કે જો મારે દુ:ખો જોવા હોય તો માત્ર પારકાના અને દોષો જોવા હોય તો ફક્ત સ્વના. આ માન્યતા જ્યારે સમ્યક્ રીતે આત્માના ઊંડાણમાં ઊતરી જાય ત્યારે મનુષ્યજન્મની દુર્લભતા સાર્થક બને છે. મરેલાને બાળે તે સ્મશાન કહેવાય; જ્યારે જીવતાને બાળે તે કષાય કહેવાય; પરંતુ મહાપુરુષોના કષાયો પણ સ્વપરના લાભાર્થે થાય છે, કારણકે તેઓ કષાયોના ગુલામ નથી હોતા; પણ કષાયોને પોતાના ગુલામ બનાવે છે. તેથી મહાપુરુષોને કષાયો લાવવા પડતા હોય છે, આપણી જેમ ક્ષણે ક્ષણે આવી જતાં નથી અને કાર્ય પૂરી થયું કે જાણે કષાય જેવી કોઈ વસ્તુ નજરે જ| ન પડે. આ બાબતમાં વિષ્ણુકુમાર મુનિનું દષ્ટાંત પ્રસિદ્ધ છે. ચોરને કાઢવા માટે પોલિસની જરૂર પડે છે; પણ ચોર જ્યારે પોતે જ ભાગી જાય ત્યારે પોલિસ પણ ચાલ્યો જાય છે. એમ જ્યાં સુધી અપ્રશસ્ત કષાયો નથી નીકળતા ત્યાં સુધી પ્રશસ્ત કષાયો પણ આત્માના ઉત્થાન માટે જરૂરી છે. અને જ્યારે અપ્રશસ્ત કષાયો નીકળી જશે પછી પ્રશસ્ત કષાયો પણ સ્વયં ચાલ્યા જાય છે. ગૌતમસ્વામીનો વિનય-કષાયવિજયનું ઔષધ આ બાબતમાં ચરમતીર્થપતિ પ્રભુ મહાવીર પરમાત્માના પરમ વિનયી અને અનંત લબ્ધિના નિધાન એવા પ્રથમ ગણધર) શ્રી ગૌતમસ્વામીનું દૃષ્ટાંત સિદ્ધ છે કે પ્રભુ પ્રિત્યેના અનહદ રાગને કારણે જગતના બધા પદાર્થોના રાગ દબાઈ ગયા અર્થાત્ નીકળી ગયા અને સમય પાકતા વીર પ્રભુના નિર્વાણના નિમિત્તને પામીને પ્રભુ પ્રત્યેનો તિમનો રાગ મૂળમાંથી બળી જતા પોતે સંપૂર્ણ નિષ્કષાયી બની ગયા. આમ કષાયરૂપી ઝેર | મોહનું ઝેર ઊતારવા માટે પ્રભુનું નામસ્મરણ, વિનય અને તેમની આજ્ઞાનું પાલન એ જ શ્રેષ્ઠ ઔષધ છે. આમ જોવા જઈએ તો નિષ્કષાયી બનતાં આપણને બધાને આવડે જ છે પણ ક્યારે ? જ્યારે તેમાં આપણો સ્વાર્થ દેખાતો હોય ત્યારે જેમકે એક વ્યક્તિને એમ કહેવામાં આવ્યું કે ભાઈ ! જરા ધીરે બોલો, બીજાને વિક્ષેપ [(Disturb) થાય છે. ત્યારે તેણે કહ્યું કે મારો તો અવાજ જ બહુ મોટો છે તેમાં હું શું કરું? પણ જ્યારે તેને પોતાના દોષ-દુર્ગુણને કે ભૂલને ઢાંકવાનો અવસર આવ્યો ત્યારે એનો અવાજ એકદમ ધીમો થઈ ગયો, જાણી સાક્ષાત્ નમ્રતા નિતરતી જણાય. આમ પોતાના સ્વાર્થથી માણસ નમ્ર બની શકે છે તે સાચી ને સ્વભાવજન્ય નમ્રતા નથી. તેથી તેનું મૂલ્ય શુન્ય (ZeroValue) છે, કારણકે આત્મિક ઉત્થાન માટે નિ:સ્વાર્થ ભાવની નમ્રતા-ક્ષમા-સરળતા અને સંતોષની જ કિંમત છે, જે સ્વાભાવિક હોય છે. ક્રોધના પોષક ઘણી વાર ક્ષેધ જેવી રીતે માનજન્ય હોય છે; તેવી જ રીતે માયાજન્ય અને લોભજન્ય પણ હોય છે જેમકે પોતાની જે માન મેળવવાની અપેક્ષા પરિપૂર્ણ (Fulfill) ન થાય તે ધરૂપે બહાર આવે છે, પણ તેમાં પડદા પાછળ (Playback Singer)માન છે. કેટલીક વાર આપણે આપણી અમુક વાતો છૂપાવવા કે જણાવવાના હેતુથી ગુસ્સે થઈએ છીએ, આ માયાજન્ય ક્ષેધ છે. કેટલીક વાર વેપારીPage Navigation
1 2 3 4 5 6