Book Title: Ketlak Sansmarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૧૩૮] દર્શન અને ચિંતન રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી. સાહિત્ય, ઈતિહાસ, પુરાતત્વ આદિ અનેક વિષયમાં તેમને રસ હતો અને એ જ એમનું કાર્યક્ષેત્ર હતું. ન છૂટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી વકીલાત કરતા, પણ તેમનો બાકીને બધો સમય અને બધી શક્તિ તે પિતાના પ્રિય વિષમાં જ તેઓ ખરચતા. મુંબઈ ઉપરાંત અમદાવાદ, પાટણ, ભાવનગર, પાલણપુર, બિકાનેર આદિ અનેક સ્થળેના ભંડારે તેમણે જાતે જોયેલા. અનેક ભંડારેનાં લિસ્ટે મંગાવે, અનેક સ્થળેથી-દૂર દૂરથી લિખિત પિથીઓ મંગાવે અને જે જે પિતાને ઉપયોગી દેખાય તેની અને પિતાને ઉપયોગી ન હોય છતાંય અપૂર્વ કેઈ વરતુ મળી આવે તે તેની પણ તેઓ જાતે નકલે કર્યા જ કરે. મિત્રો કે પરિસ્થિતિ આવે ત્યારે વચ્ચે વાત પણ કરે, ગપ્પાં પણ ભારે, છતાં તેમનું મુખ્ય લક્ષ્ય તે કંપી કરવામાં, કાંઈક લખવામાં કે પ્રફ જોવામાં જ હોય. દિવસે પ્રવૃત્તિને લીધે અગર બીજાઓની અવરજવરને લીધે જે વિક્ષેપ પડતો. તેની પૂરવણું તેઓ રાતે જાગીને જ કરતા અને “યા નિશT સર્વ ભૂતાનાં તસ્ય નાગર્તિ સંયમી !' એ ગીતા વાક્યને સાહિત્યસેવાની દૃષ્ટિએ સાચું સાબિત કરતા. એક વાર તેઓ અમદાવાદ આવ્યા અને શહેરમાં ભંડાર જોવા ગયા. ત્યાં જોતાં જોતાં તેમને એક અપૂર્વ વસ્તુ મળી. તેઓ એના. આનંદમાં અને ભંડારે જોવાની મળેલી તકનો ઉપગ કરવામાં એટલા બધા નિમગ્ન થયા કે સાંજે જમવા પાછા ન ફર્યો. મોડે સુધી રાતે ઉતારા કરી ઘેર પાછા આવ્યા ત્યારે અમે તો બધા રાહ જોઈ સૂઈ ગયેલા. તેમણે બારણું ખખડાવ્યું. “આટલું બધું મોડું કેમ થયું?' એમ જ્યારે અમારામાંના શ્રી મોતીબહેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે “હું જમીને જ આવ્યો છું, પણ કાંઈક એવી વસ્તુ લાવ્યો છું કે સુખલાલજી જાગે અને જાણે તે મને કદાચ ઇનામ આપે.” મને જગાડવામાં આવ્યો. મોહનભાઈ હસીને કહેથયું છે, પણ કાંઈક તમે શોધતા હતા એવી અલભ્ય વસ્તુ લઈ આવ્યો છું.” મેં કહ્યું કે “એવું તે શું લઈ આવ્યા છે?” “સાંભળે ત્યારે’ એમ કહીને તેમણે કહી સંભળાવી. “સુજલી” માં ઉપાધ્યાય યશવિજયજીનું જીવનવૃત્ત તેમના જ શિષ્ય આલેખેલું હોઈ તે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્વની વસ્તુ હતી. એને એક ખંડિત ભાગ કેટલાંક વર્ષો અગાઉ મુનિશ્રી. જિનવિજયજીને મળેલો. ત્યારથી બાકીના ભાગ માટે ભારે ઉત્કંઠા જાગી હતી. મેહનભાઈએ પૂર્ણ સુજસવેલી ” સંભળાવેલી અને અમે બધા કોઈ એક કીમતી રત્ન લાગ્યું હોય તેટલી ખુશીથી તેમને અભિનંદન આપવા લાગ્યા. અને છેવટે ઇનામમાં મેહનથાળ ખવડાવી મોહનભાઈને સત્કાય. મુંબઈમાં તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9