Book Title: Ketlak Sansmarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249292/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણ સિગત સાહિત્યોપાસક શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈ) પ્રબુધ જૈનને ૧૫-૧૨-૪પના અંકમાં શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈને દુઃખદ અવસાનની નેંધ લેતા અને હાર્દિક સામવેદના દર્શાવતે એક લેખ પ્રસિદ્ધ થયો છે. હું તે માત્ર મોહનભાઈ વિષેનાં મારાં કેટલાંક સ્મરણે જે તેમના સ્વભાવની વિવિધ બાજુઓનાં અને તેમની કર્મઠતાનાં નિર્દેશક છે તેને ગ્રથિત કરી તેમના પર કગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરું છું. પ્રથમ પરિચય સને ૧૯૧૭ના ચોમાસામાં મુંબઈના વાલકેશ્વરના ઉપાશ્રયમાં હું તેમને પહેલવહેલે મળે. મેહનભાઈ પિતાના શ્રધેય મિત્ર વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હું તેમના પ્રત્યે આકર્ષા અને એ આકર્ષણ ઉત્તરોત્તર વધારે પરિચયથી અને તેમના કાર્યનિરીક્ષણથી વધતું જ ગયું. વિધુત ગુણપક્ષપાત તેમનામાં સૌથી મટે ગુણ ગુણપક્ષપાતને હતા. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં ત્યાં આકર્ષાવું એ એમને સહજ સ્વભાવ હતા. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેક્યુક્ત રહે. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રમાં સમયાન્તરે અસાધારણ ત્રુટિઓ માલુમ પડે તે પણ તેની ભક્તિઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદી શક્ય નહોતું. તેમનામાં કઈ વિષે કદી આંધળી ભકિત નહોતી. દાખલા તરીકે: મેહનભાઈ સગત વા. મેં. શાહનાં આકર્ષક લખાણ અને ઉત્તેજક વિચારોથી, તેમની પોતાની ભાષા વાપરીને કહું તે શાહના અનન્ય ભક્ત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા. તેથી ઊલટું શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથેની તેમની મૈત્રી છેવટની ધડી લગી કાયમ રહી હતી, એટલું જ નહિ પણ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬] દર્શન અને ચિંતન ઉત્તરોત્તર વધતી પણ ગઈ હતી. મોહનભાઈ હમેશાં કહેતા કે પ્રેમી જેટલા સરળ છે તેટલા જ અસાંપ્રદાયિક અતિહાસિક દષ્ટિવાળા પણ છે. પ્રેમની નિખાલસવૃત્તિ અને સાહિત્યિક તેમ જ આ તહાસિક ઉપાસનાએ જ મોહન ભાઈને આકર્ષેલા. મુનિશ્રી જિનવિજયજી પૂનામાં જ્યારે સાહિત્યનું અને અતિહાસિક સંશોધનનું કામ કરતા ને સાધુવેષમાં હતા ત્યારે મેહનભાઈ તેમના કામથી આઈ ત્યાં જતા અને તેમની પાસેથી ઘણું નવું જાણું પ્રેરણા મેળવતા. સ. ૧૯૨૦ માં મુનિશ્રીએ સાધુવેષનો પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રો મળ્યા અને કાંઈક ઉદાસીન જેવા પણ થઈ ગયા. છતાં મેહનભાઈને મુનિજી પ્રત્યેને સદ્ભાવ અને સ્નેહ ધટવાને બદલે ઉત્તરેત્તર વધતો જ છે. જેમ જેમ તેઓ મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે ને વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેમનું મુનિજી પ્રત્યેનું આકર્ષણ વધતું જ ગયું. તે એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તો મુનિજના જ અતિથિ બને, અને મુંબઈમાં મુનિજી આવી ચડે કે ગમે ત્યાંથી મેહનભાઈ તેમને મળવા પહોંચી જ જાય. મેહનભાઈએ અનેક વાર કહેલું કે “મુનિ ! તમે જ્યારે કયાંય પણ પ્રવાસ કરે ત્યારે મને જરૂર સૂચવશે. કોર્ટની રજા હશે તો હું તેનો ઉપયોગ તમારી સાથે દિવસે ગાળવામાં જ કરીશ. એથી મને મારાં પ્રિય કાર્યોમાં ઉપયોગી થાય એવી ધણી વસ્તુઓ જાણવા મળશે. અને હું એકલે તો પ્રવાસ કરી પણ ન શક.” એ જ વૃત્તિથી પ્રેરાઈ સને ૧૯૨૪માં બેલગામ કોંગ્રેસ વખતે મેહનભાઈ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાં જ્યાં ઐતિહાસિક સ્થળે જેવા ઊતરવાનું બનતું ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્વ મંદિરની સાહસિક પ્રવૃત્તિ, સિંધી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલે ઉલ્લાસ અનુભવતા અને કેટલે રસ લેતા તેને હું સાક્ષી છું. મોહનભાઈએ ઉલ્લાસ અને રસના પ્રતીકરૂપે ભારતી વિદ્યાભવન સિંધી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વને ગ્રંથ માનન્દ્રાઝિરિત સંપાદિત કરી આપે છે, અને તેની વિસ્તૃત માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના લખી તેમણે પિતાનું કાયમી સ્મરણ રાખ્યું છે. મેહનભાઈ સામાજિક લેકે સાથે રહી સમાજનાં કામ કરતા, કેટલીક સામાજિક રુઢિઓને અનુસરતા, પણ તેમને તેનું બંધન ન હતું. એમને બંધન હોય તો તે હતું એક માત્ર સગુણઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગંબર તરીકે લેખતા અને તેમનાં સત્ય-અહિંસામલક લખાણે વાંચ્યા વિના કદી જંપતા નહિ. Page #3 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સંરણે [૧૩૭ વિનમ્ર કમઠતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતોત્સવ પ્રસંગે એક સભામાં વિદ્યાથીએને સધી મેહનભાઈએ કહેલું કે હું તદન ગરીબાઈમાં મામાની મદદથી અભ્યાસ કરી આગળ વધ્યો છું. મને ગરીબાઈ તથા સાધારણ સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સતત કામ કરવાની વૃતિ પણ એ સ્થિતિને આભારી છે. એ સભામાં તેમના મેઢેથી ઉપરની મતલબના ઉદ્ગારે મેં સાંભળ્યા અને પરિચય દરમ્યાન જાણેલ તેમના સ્વભાવ અને કાર્યપ્રવીણતા સાથે તુલના કરી તો મને તે વખતે જ તેમનું કથન તદ્ન સાચું લાગેલું. મુંબઈ અમદાવાદ તેમ જ પ્રવાસ વખતે, બીજે ઘણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. તે વખતે મેં જોયું કે નાના-મોટાનું કશું જ અંતર રાખ્યા વિના પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણાય એવાં કામે પણ જાતે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા કે આધુનિક સભ્યતા આડે ન આવતી. સને ૧૯૨૭ માં અમે અંબાજી અને કુંભારિયાજી તરફ ગયેલા. કુંભારિયાજીના સુપ્રસિદ્ધ વિમલ મંત્રીના મંદિરની કારીગરી જોવાને અને ઐતિહાસિક માહિતી મેળવવાનો ઉદ્દેશ હતો. મુનિશ્રી જિનવિજયજી ત્યાંના અસ્ત-વ્યસ્ત તેમ જ ધૂળકીચડથી દબાયેલા અને ધવાયેલા શિલાલેખોની કાપી કરવા લાગ્યા કે તે જ વખતે મેહનભાઈએ શિલાલેખને સાફ કરવાનું કામ એક મજૂરની અદાથી હાથમાં લીધું ને હસતાં હસતાં અમને કહે કે “તમે બાકીનાઓ ખાવાનું તૈયાર રાખજે. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર બેસીશું.’ એમ કહી તેઓ દટાયેલા પથ્થરેને ખુલ્લા કરતા, ધૂળ-કચરો સાફ કરતા અને નવાં નવાં લખાણે શોધી કાઢી મુનિજીને કંપી કરવામાં જેમ સાથ આપતા તેમ તેમની પાસેથી એ લખાણે ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પણ લેતા. આ વખતે મેં જોયું કે મેં કલ્પેલું તે કરતાં પણ મેહનભાઈ વધારે મહેનતુ અને કમરસિક છે. ચાલવું હોય ત્યારે માઈલેના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માને. પ્રવાસમાં જાતે કરવાના કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસપૂર્વક કરે અને કેઈને એવું ભાન થવા ન દે કે તેમને સાથ બોજારૂપ છે. વિદ્યાવૃત્તિ મેહનભાઈને વકીલાતને રસ, માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતો હતો. તેમની મુખ્ય રસવૃત્તિ તો કાયદાના ક્ષેત્રની બહાર બીજા વિષયોમાં જ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] દર્શન અને ચિંતન રમમાણ રહેતી અને તૃપ્તિ અનુભવતી. સાહિત્ય, ઈતિહાસ, પુરાતત્વ આદિ અનેક વિષયમાં તેમને રસ હતો અને એ જ એમનું કાર્યક્ષેત્ર હતું. ન છૂટકે સ્વતંત્ર જીવનવ્યવહાર માટે કરવી પડતી વકીલાત કરતા, પણ તેમનો બાકીને બધો સમય અને બધી શક્તિ તે પિતાના પ્રિય વિષમાં જ તેઓ ખરચતા. મુંબઈ ઉપરાંત અમદાવાદ, પાટણ, ભાવનગર, પાલણપુર, બિકાનેર આદિ અનેક સ્થળેના ભંડારે તેમણે જાતે જોયેલા. અનેક ભંડારેનાં લિસ્ટે મંગાવે, અનેક સ્થળેથી-દૂર દૂરથી લિખિત પિથીઓ મંગાવે અને જે જે પિતાને ઉપયોગી દેખાય તેની અને પિતાને ઉપયોગી ન હોય છતાંય અપૂર્વ કેઈ વરતુ મળી આવે તે તેની પણ તેઓ જાતે નકલે કર્યા જ કરે. મિત્રો કે પરિસ્થિતિ આવે ત્યારે વચ્ચે વાત પણ કરે, ગપ્પાં પણ ભારે, છતાં તેમનું મુખ્ય લક્ષ્ય તે કંપી કરવામાં, કાંઈક લખવામાં કે પ્રફ જોવામાં જ હોય. દિવસે પ્રવૃત્તિને લીધે અગર બીજાઓની અવરજવરને લીધે જે વિક્ષેપ પડતો. તેની પૂરવણું તેઓ રાતે જાગીને જ કરતા અને “યા નિશT સર્વ ભૂતાનાં તસ્ય નાગર્તિ સંયમી !' એ ગીતા વાક્યને સાહિત્યસેવાની દૃષ્ટિએ સાચું સાબિત કરતા. એક વાર તેઓ અમદાવાદ આવ્યા અને શહેરમાં ભંડાર જોવા ગયા. ત્યાં જોતાં જોતાં તેમને એક અપૂર્વ વસ્તુ મળી. તેઓ એના. આનંદમાં અને ભંડારે જોવાની મળેલી તકનો ઉપગ કરવામાં એટલા બધા નિમગ્ન થયા કે સાંજે જમવા પાછા ન ફર્યો. મોડે સુધી રાતે ઉતારા કરી ઘેર પાછા આવ્યા ત્યારે અમે તો બધા રાહ જોઈ સૂઈ ગયેલા. તેમણે બારણું ખખડાવ્યું. “આટલું બધું મોડું કેમ થયું?' એમ જ્યારે અમારામાંના શ્રી મોતીબહેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે “હું જમીને જ આવ્યો છું, પણ કાંઈક એવી વસ્તુ લાવ્યો છું કે સુખલાલજી જાગે અને જાણે તે મને કદાચ ઇનામ આપે.” મને જગાડવામાં આવ્યો. મોહનભાઈ હસીને કહેથયું છે, પણ કાંઈક તમે શોધતા હતા એવી અલભ્ય વસ્તુ લઈ આવ્યો છું.” મેં કહ્યું કે “એવું તે શું લઈ આવ્યા છે?” “સાંભળે ત્યારે’ એમ કહીને તેમણે કહી સંભળાવી. “સુજલી” માં ઉપાધ્યાય યશવિજયજીનું જીવનવૃત્ત તેમના જ શિષ્ય આલેખેલું હોઈ તે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્વની વસ્તુ હતી. એને એક ખંડિત ભાગ કેટલાંક વર્ષો અગાઉ મુનિશ્રી. જિનવિજયજીને મળેલો. ત્યારથી બાકીના ભાગ માટે ભારે ઉત્કંઠા જાગી હતી. મેહનભાઈએ પૂર્ણ સુજસવેલી ” સંભળાવેલી અને અમે બધા કોઈ એક કીમતી રત્ન લાગ્યું હોય તેટલી ખુશીથી તેમને અભિનંદન આપવા લાગ્યા. અને છેવટે ઇનામમાં મેહનથાળ ખવડાવી મોહનભાઈને સત્કાય. મુંબઈમાં તેઓ Page #5 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સ સ્મરણે [ ૧૩૯ તવાવાળા મોલ્ડિંગમાં રહેતા. એકવાર તેમને ત્યાં જ સૂવાના પ્રસંગ આવતાં મેં તેમને કહ્યું- તમારે ત્યાં ક્યાં જગા છે વળી તમે તે મેડે સુધી જાગવાના, ધુમાડા કાઢવાના અને કાગળ કે ચેાપડીને ખખડાટ કરવાના, એટલે મારે પણ ઉજાગરા કરવા રહ્યો. ' તેમણે તરત જ નિખાલસ ભાવે કહ્યું- અલબત્ત, મારી સાંકડી રૂમને પણ ચાપડીઓએ વધારે સાંકડી કરી છે; છતાં સૂવા જેટલી જગા તેા કરીશ જ. મને મેડે સુધી જાગી કામ કર્યો. વિના ઊંધ આવવાની નથી અને ખીડીની ગરમી વિના મારુ એંજિન ચાલે પણ નહીં. છતાં તમને વિઘ્ન ન નડે એ રીતે હું રૂમ બહાર એસીને કામ કરીશ.” હું અમદાવાદ કે કાશીથી જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે તે મને મળે જ, અને સાહિત્ય, ઇતિહાસ, તેમ જ તત્ત્વજ્ઞાનના અનેક વિષયોની ચર્ચા કરે. એમની જિજ્ઞાસા અને ચર્ચાત્તિ એટલી પ્રબળ હતી કે તે મને કહેતા કે ‘તમે દાદર, ધાટકાપર, મુકુંદ કે શાંતાક્રુઝ જ્યાં ઊતરા ત્યાં તમને અડચણ ન હાય તે1 અમે રાજ આવવા તૈયાર છીએ. કાર્ટ હશે ત્યારે પણ હુ અને મારા મિત્રો સાંજે તે આવી જ શકીએ છીએ.' મેં જ્યારે જ્યારે હા પાડેલી ત્યારે કદી માહનભાઈ ગમે તેટલે દૂર અને સાંજે ગમે તેટલું માઠુ થાય છતાંય આવ્યા વિના ભાગ્યે જ રહે. કાટ ધ હોય તો ઘણી વાર બબ્બે ત્રણ ત્રણ દિવસ શેઠ હરગેાવિદદાસ રામજીને ત્યાં સાથે જ રહે. મોહનભાઈ પોતાનું કામ સાથે જ લઈને આવતા. એટલે જ્યારે એકલા પડે. ત્યારે પાતાનું કામ કર્યાં જ કરે. તેમને જે જે વસ્તુ નવી મળી હાય તેનું વર્ણન કરે, થયેલ અને થતા કામને ખ્યાલ આપે અને અમે કાંઈ ટીફા કરીએ તો મૃદુ જવાબ આપીને અગર ખડખડ હસીને તેની અસર ભૂંસી નાખે. .. એ પ્રકારની વિદ્યાર્થાત્ત અને સાહિત્યનિષ્ટાએ જ તેમની પાસે અનેક પ્રકારનું સાહિત્ય તેમ જ તિહાસને લગતું કાર્ય સાધ્યું. જૈન શ્વેતાંબર: કોન્ફરન્સના કાર્યને સ્થાયી કીર્તિ કળશ ચડાવનાર કાંઈ હોય તો તે માહનભાઈની અનેક કૃતિઓ જ છે. એમની બધી કૃતિઓ એવી છે કે ભાષા, છંદ, સાહિત્ય, ભડાર, રાજવંશ, જ્ઞાતિ, ગા અને પ્રાચીન નગર-નિગમે આદિ અનેક ઉપર ઇતિહાસ લખનાર તે કૃતિ જોયા વિના કદી પોતાનું કામ પૂરું કરી શકશે નહી. એ કૃતિઓમાં કૉન્ફરન્સના પાક્ષિક અને માસિકમાંના તેમના લેખા, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, જૈન ગૂર્જર કવિઓના ત્રણ ભાગાને સમાવેશ થાય છે, તે ઉપરાંત ખીજા ઘણા પ્રકાશક અને સપાદાને વિષયે Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦] દર્શન અને ચિંતન મેહનભાઈએ વિવિધ પ્રકારનું સાહિત્ય, પિતાનાં લખાણે, નેટ, ટિપ્પણીઓ આદિ પૂરાં પાડયાં છે. તેમની સંશોધન અને સંપાદનની ધગશ એટલી બધી ઉત્કટ હતી કે કોઈ એ વિષે તેમની પાસેથી મદદ માગે તો બીજે ગમે તેટલો જ હોવા છતાં આ વધારાનો બોજો લેવાનું તેઓ સ્વીકારે અને તેમને નિભાવે પણ. એ જ વૃત્તિને લીધે તેમણે આત્માનંદ જૈન શતાબ્દી સ્મારક ગ્રંથનું દળદાર પુસ્તક સંપાદિત કરી આપ્યું. મેહનભાઈ પાસેથી મદદ લેનારમાં એવા બહુ જ ઓછા છે કે જેમણે તેમની મદદની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હોય. તેથી ઊલટું મેહનભાઈને સ્વભાવ એવો હતો કે કોઈની પાસેથી તેમને કોઈ પણ મદદ મળી હોય તે તેને ઉલ્લેખ કર્યા વિના તેઓ ન રહે. કઈ વિદ્વાન કે સગુણ વ્યક્તિને મળવાની અને તેમની પાસેથી કાંઈ ને કઈ જાણવાની તક મળતી હોય તે મોહનભાઈ ધૂકે નહીં. એવી વ્યક્તિ પાસે જતાં તેમને ઉંમર, જતિ કે પંથનું અંતર નડતું નહિ. વિદ્વાનોને સત્કાર કરવામાં ગૌરવ લેતા મેં તેમને જોયા છે. એમને વિદ્યાગ અપક્ષી નહોતો. તેમણે પિતાની સાધારણ કમાણુને પણ ઠીક ઠીક ભાગ સાહિત્યકૃતિઓ સરજવામાં અને સાહિત્યવૃત્તિ સંતોષવામાં ખર્યો છે અને જ્યાં બદલે મળે તેમ હતું ત્યાં પણ તેમણે બદલે લીધા વિના કેવળ સાહિત્યસેવાની દષ્ટિએ જ કામ કર્યું છે. એટલું જ નહીં પણ હું એવા પ્રસંગે જાણું છું કે જેમાં તેમણે વિદ્યા અને સાહિત્યને ઉત્તેજન આપવા આર્થિક મદદ પણ કરેલી. એકવાર પરદેશ અભ્યાસ અર્થે જતા એક મિત્રને તેમણે સંગીન મદદ આપેલી. બીજો પ્રસંગ પં. દરબારીલાલ સત્યભક્ત છે. મેહનભાઈ દરબારીલાલનાં લખાણ અને વિચારે પ્રત્યે બહુ આદર ધરાવતા. એકવાર તેમને માલુમ પડ્યું કે દરબારીલાલને સાહિત્ય પ્રગટ કરવામાં આર્થિક મુશ્કેલી નડે છે ત્યારે તેમણે વગર ભાગ્યે જ મદદ મોકલાવી દીધી. અત્રે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મોહનભાઈને શ્રદ્ધાપાત્ર વિદ્વાને અને લેખકે તદ્દન સુધારક અને ક્રાંતિકારી વિચાર ધરાવનાર હતા, તેથી એ નિઃશંક છે કે મેહનભાઈને વિદ્યાગ સમજપૂર્વક અને નિષ્કામ હતું. સામાજિકતા અને રાષ્ટ્રીયતા મોહનભાઈ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના મુખપત્ર જૈન હેરલ્ડના લાંબા વખત લગી તંત્રી રહેલા. કોન્ફરન્સની એવી કઈ પ્રવૃત્તિ નથી કે જેમાં Page #7 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક સંસ્મરણે [૧૪૧ તેમણે છેવટ લગી સાથ આપે ને હેય. કોન્ફરન્સનું વાર્ષિક અધિવેશન જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં સર્વત્ર તેમની હાજરી હોય જ. આ ઉપરાંત શ્વેતાંબર સમાજને લગતી કે સમગ્ર જૈન સમાજને લગતી કોઈ પણ બાબત હોય તે તેમાં મેહનભાઈ ભાગ લીધા વિના ન રહે. દેખીતી રીતે તેઓ સામાજિક વ્યક્તિ દેખાય, છતાં તેમના મન ઉપર રાષ્ટ્રીયતાની ઊંડી છાપ હતી. મેં સને ૧૯૧૯ ની કડકડતી ટાઢમાં મારવાડના એક સ્ટેશનથી પંજાબ-અમૃતસર જતાં તેમને પૂછ્યું કે “કોંગ્રેસમાં તમને રસ પડે છે?” તેમણે કહ્યું અવશ્ય. જે કોગ્રેસના ધ્યેયમાં રસ ન હેત તે આટલી ટાઢમાં પંજાબ ન જાત.” તેમણે ઉમેર્યું કે, “જયારથી ગાંધીજીએ કોંગ્રેસનાં સૂત્ર હાથમાં લીધાં છે ત્યારથી તે કોગ્રેસ જ તીર્થધામ બની છે. સીધી રીતે કોંગ્રેસનું કામ કરવાની મારી પરિસ્થિતિ નથી તે શું થયું ? પણ એના અધિવેશનમાં જવાથી મને ઘણું બળ મળે છે!” સને ૧૯૩૧ની કરાંચી કોંગ્રેસ ઉપર જતી વખતે હું તેમની સાથે સ્ટીમરમાં હતા. તે વખતે જોઈ શકે કે મેહનભાઈને રાષ્ટ્રીયતાને કેટલે રંગ છે. સુધારક વૃત્તિ સમાજની ઘણું પ્રવૃત્તિઓમાં તેઓ રૂઢિચુસ્ત અને મધ્યમસરના વિચાર ધરાવનાર સાથે બેસતા અને કામ કરતાં. તેથી એ ભાસ થાય એ સ્વાભાવિક છે કે તેઓ રૂઢ પ્રથાના અનુગામી છે. પરંતુ જે તેમને નજીકથી જાણતા હશે તેઓ કહી શકશે કે સામાજિક પ્રવૃત્તિને આગળ ધપાવવા જો કે તેઓ રૂઢિગામી મિત્રો સાથે કામ કરતા, પણ તેમનામાં તેમના બીજા મિત્રો કરતાં સુધારક પણની વૃત્તિ પ્રબળ હતી. સને ૧૯૨૯ ના પજુસણમાં પજુસણું વ્યાખ્યાનમાળા પ્રસંગે અચાનક તેમનું આગમન અમદાવાદ થયેલું. એકાદ દિવસ એ વ્યાખ્યાનમાળામાં રજૂ કરવામાં આવતા વિચાર સાંભળવાની એમને તક મળી ત્યારે એમણે મને કહ્યું કે, “આવી વ્યાખ્યાનમાળા મુંબઈમાં પણ ચાલે એ જરૂરી છે.” તે ઉપરથી સને ૧૯૩૨માં મુંબઈમાં પણું વ્યાખ્યાનમાળા ચલાવવાનો વિચાર પિવાયો. અને ત્યારથી આજસુધી મુંબઈમાં વ્યાખ્યાનમાળા ચાલુ છે. સને ૧૯૪૪ ના પજુસણમાં જ્યારે મોહનભાઈ છેક નંખાઈ ગયેલા ત્યારે પણ તેઓ વ્યાખ્યાનમાળામાં આવેલા. મુંબઈની વ્યાખ્યાનમાળામાં દર વર્ષે તેમનું એકાદ પ્રવચન તે હેય જ, અને બધાં જ વ્યાખ્યામાં તેમની હાજરી પણ હોય. ઉત્કટ સુધારકની પેઠે તેઓ દરેક નિરર્થક રૂઢિને ખુલ્લંખુલ્લાં વિરોધ ન કરતા, પણ તેમનું વલણ સુધા Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] દર્શન અને ચિંતન રક વૃતિનું જ હતું. તેઓ ઘણીવાર કહેતા કે માત્ર વેશધારીને સાધુ માની પૂજવા અને નિભાવ્યે જવા એ વિચારનું અપમાન છે. ક્રાંતિકારી વિચારને કારણે પં. દરબારીલાલજીને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે મુક્ત કર્યો તે પણ મેહનભાઈ ઠેઠ સુધી દરબારીલાલજીને ખૂબ સત્કારતા અને તેમના કાર્યમાં યથાશક્તિ મદદ પણ આપતા. વિનેદપ્રિયતા અને મિલનસારપણું મેહનભાઈને જેમ મિત્રો અને પરિચિતને વિનદ કરે ગમત તેમ તેમને બીજે કઈ ગમે તે રીતે વિનેદ કરે તે પણ એમને ગમતું. વિનોદ કરવા કે સાંભળવામાં તેમની પ્રકૃતિનું મુખ્ય તત્વ ખડખડ હાસ્ય હતું. એમને સ્વર જેટલે ઊંચે તેટલું જ તેમનું હાસ્ય મુક્ત. વિનોદી અને આનંદી સ્વભાવને એક દાખલે અત્રે બસ થશે. બેલગામના પ્રવાસ વખતે મેહનભાઈએ એક સ્થળે પિતાના પ્રિય મિત્ર શેઠ હરગોવિંદદાસ સાથે દેડવાની શરત ભારી કે કેણ આગળ જાય છે. એ કાઠિયાવાડી ફેંટે, પ્રૌઢ ઉંમર અને સભળભભળ ધોતિયું છતાં હિંમતથી તેઓ દેવ્યા અને આગળ જવાના ઉત્સાહમાં ખ્યાલ ન રહેવાથી પડી પણ ગયા. કાંઈક વાગ્યું છતાં એટલી જ તાજગીથી પાછા પોતાના પક્ષને બચાવ કરવા લાગ્યા. એમના સ્વભાવને એક ખાસ ગુણ મિલનસારપણું હતો. ગમે તેની સાથે એકરસ થઈ જતાં તેમને વાર ન લાગે. વિચારે કે ચર્ચામાં ઘણે પ્રસંગે બીજાથી જુદા પડે ત્યારે ઊંચે અવાજે પિતાને વિરોધ પ્રગટ કરે. પણ પાછા વિરોધી સાથે મળી જવામાં તેમને કોઈ તત્વ રેકે નહિ. એટલી નિખાલસતા તેમનામાં જોવામાં આવતી. અમે ઘણીવાર કહીએ કે, “મોહનભાઈ ! તમે બહુ મોટા પથાં પ્રગટ કરે છે અને ખૂબ લાંબું લખે છે.” ત્યારે તદન નિખાલસ ભાવે પણ ખડખડાટ હસીને નિશાળના માસ્તરની પેઠે ચાવીને બોલતા હોય તેમ સામાને ‘ઉડાવતાં તેઓ કહે કે “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી” ઈત્યાદિ. - મોહનભાઈને જમવું-જમાડવું ખૂબ ગમતું. તેઓ કહે કે “હું મિત્રો જેટલો સફળ સમારંભ કરી શકતો નથી, પણ મને લોભ નથી,’ એ વાત સાચી હતી. તેમની પાચનક્રિયા એટલી બધી સારી હતી કે ગમે તેવું ગરિષ્ટ ભજન તેમને પચી જતું. જમ્યા પછી પણ કાંઈક સારું આવે તો ના ન Page #9 -------------------------------------------------------------------------- ________________ કેટલાક સંસ્મરણો [143 પાડે. અને જુદે જુદે ખાસ નિમિત્તે ગમે તેટલી વાર પ્રસાદ લેવા પ્રસંગ આવે તો તેનો ઈન્કાર ન કરે. હું ઘણીવાર પરિહાસમાં કહેતો કે, “મેહનભાઈ! તમે પાચનન્તરાય કર્મને પશમ ઉપાર્જિત કર્યો છે... ત્યારે તેઓ કહેતા કે, “તમારે એવો ક્ષયે પશમ નથી એ દુઃખની વાત છે.” છેલ્લે પ્રસંગ સન ૧૯૪૪ના જાન્યુઆરીમાં હું કાશીથી મુંબઈ આવ્યું ત્યાર બાદ એકવાર મોહનભાઈ મળવા આવ્યા. તેમણે વાતચીતમાં કહ્યું કે, “ન પૂર્નર વિઓ-ત્રીનો માન” તદ્દન તૈયાર છે. મારે એની અતિવિસ્તૃત પ્રસ્તાવના લખવી છે” ઇત્યાદિ. મેં કહ્યું, “તમારી રુચિ, શક્તિ, અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછી જ જીવન વ્યતીત કરવું ઘટે.” તેમણે જવાબમાં કહ્યું કે, “મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજલગી કર્યું છે તેમ કામ કર્યું અને છેલ્લા જીવનનો શાન્ત ઉપયોગ કરી લઉં.” આવી ભાવના સેવનાર એ કર્મચગીની સ્થિતિ જ્યારે સન 1944 ના પજુસણ પ્રસંગે અમે જોઈ ત્યારે અમને બધાને એમના જીવન વિષે ઊંડી ચિંતા વ્યાપી. ઉપસંહાર શ્રીયુત મેહનભાઈની પ્રવૃત્તિ વિવિધ હતી. છતાં જૈન છે. કેન્ફરન્સના અને મહાવીર જૈન વિદ્યાલયએ બે સંસ્થાઓ સાથે એમનું તાદાઓ સૌથી વધારે હતું. એના વિકાસમાં તે વધારે ને વધારે રસ લેતા. કોન્ફરન્સના સંચાલકોએ મોહનભાઈની સેવાનું ઘટતું સન્માન કરવા તેમની યાદગાર માટે એક ફંડ ઊભું કર્યું છે, જેમાં તત્કાલ જ કેટલીક રકમ એકઠી થઈ ગઈ છે. પણ એ સંચાલકેએ અને મોહનભાઈના બીજા મિત્રોએ તેમ જ પરિચિતોએ એ ફંડ વધારવા વિશેષ વ્યવસ્થિતપણે ત્વરિત પ્રયત્ન કરવો ઘટે છે, સારું સરખું ફંડ મેળવી મેહનભાઈના સ્મારક તરીકે કોન્ફરન્સ કાંઈ પણ એક આવશ્યક અને ઉપગી એવી સાહિત્ય પ્રકાશન–સંપાદનની પ્રવૃત્તિ શરૂ કરે તો તે બધી રીતે વ્યાજબી ગણાય. આપણે ઈચ્છીએ કે કૉન્ફરન્સના મંત્રીઓ અને બીજા સદ્ભાવશીલ ગૃહસ્થો આ વસ્તુ તરત ધ્યાનમાં લે. –પ્રબુદ્ધ જૈન 15, ફેબ્રુઆરી 1946.