SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક સંસ્મરણ સિગત સાહિત્યોપાસક શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈ) પ્રબુધ જૈનને ૧૫-૧૨-૪પના અંકમાં શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈને દુઃખદ અવસાનની નેંધ લેતા અને હાર્દિક સામવેદના દર્શાવતે એક લેખ પ્રસિદ્ધ થયો છે. હું તે માત્ર મોહનભાઈ વિષેનાં મારાં કેટલાંક સ્મરણે જે તેમના સ્વભાવની વિવિધ બાજુઓનાં અને તેમની કર્મઠતાનાં નિર્દેશક છે તેને ગ્રથિત કરી તેમના પર કગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરું છું. પ્રથમ પરિચય સને ૧૯૧૭ના ચોમાસામાં મુંબઈના વાલકેશ્વરના ઉપાશ્રયમાં હું તેમને પહેલવહેલે મળે. મેહનભાઈ પિતાના શ્રધેય મિત્ર વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હું તેમના પ્રત્યે આકર્ષા અને એ આકર્ષણ ઉત્તરોત્તર વધારે પરિચયથી અને તેમના કાર્યનિરીક્ષણથી વધતું જ ગયું. વિધુત ગુણપક્ષપાત તેમનામાં સૌથી મટે ગુણ ગુણપક્ષપાતને હતા. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં ત્યાં આકર્ષાવું એ એમને સહજ સ્વભાવ હતા. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેક્યુક્ત રહે. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રમાં સમયાન્તરે અસાધારણ ત્રુટિઓ માલુમ પડે તે પણ તેની ભક્તિઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદી શક્ય નહોતું. તેમનામાં કઈ વિષે કદી આંધળી ભકિત નહોતી. દાખલા તરીકે: મેહનભાઈ સગત વા. મેં. શાહનાં આકર્ષક લખાણ અને ઉત્તેજક વિચારોથી, તેમની પોતાની ભાષા વાપરીને કહું તે શાહના અનન્ય ભક્ત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા. તેથી ઊલટું શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથેની તેમની મૈત્રી છેવટની ધડી લગી કાયમ રહી હતી, એટલું જ નહિ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249292
Book TitleKetlak Sansmarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size168 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy