SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક સ સ્મરણે [ ૧૩૯ તવાવાળા મોલ્ડિંગમાં રહેતા. એકવાર તેમને ત્યાં જ સૂવાના પ્રસંગ આવતાં મેં તેમને કહ્યું- તમારે ત્યાં ક્યાં જગા છે વળી તમે તે મેડે સુધી જાગવાના, ધુમાડા કાઢવાના અને કાગળ કે ચેાપડીને ખખડાટ કરવાના, એટલે મારે પણ ઉજાગરા કરવા રહ્યો. ' તેમણે તરત જ નિખાલસ ભાવે કહ્યું- અલબત્ત, મારી સાંકડી રૂમને પણ ચાપડીઓએ વધારે સાંકડી કરી છે; છતાં સૂવા જેટલી જગા તેા કરીશ જ. મને મેડે સુધી જાગી કામ કર્યો. વિના ઊંધ આવવાની નથી અને ખીડીની ગરમી વિના મારુ એંજિન ચાલે પણ નહીં. છતાં તમને વિઘ્ન ન નડે એ રીતે હું રૂમ બહાર એસીને કામ કરીશ.” હું અમદાવાદ કે કાશીથી જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે તે મને મળે જ, અને સાહિત્ય, ઇતિહાસ, તેમ જ તત્ત્વજ્ઞાનના અનેક વિષયોની ચર્ચા કરે. એમની જિજ્ઞાસા અને ચર્ચાત્તિ એટલી પ્રબળ હતી કે તે મને કહેતા કે ‘તમે દાદર, ધાટકાપર, મુકુંદ કે શાંતાક્રુઝ જ્યાં ઊતરા ત્યાં તમને અડચણ ન હાય તે1 અમે રાજ આવવા તૈયાર છીએ. કાર્ટ હશે ત્યારે પણ હુ અને મારા મિત્રો સાંજે તે આવી જ શકીએ છીએ.' મેં જ્યારે જ્યારે હા પાડેલી ત્યારે કદી માહનભાઈ ગમે તેટલે દૂર અને સાંજે ગમે તેટલું માઠુ થાય છતાંય આવ્યા વિના ભાગ્યે જ રહે. કાટ ધ હોય તો ઘણી વાર બબ્બે ત્રણ ત્રણ દિવસ શેઠ હરગેાવિદદાસ રામજીને ત્યાં સાથે જ રહે. મોહનભાઈ પોતાનું કામ સાથે જ લઈને આવતા. એટલે જ્યારે એકલા પડે. ત્યારે પાતાનું કામ કર્યાં જ કરે. તેમને જે જે વસ્તુ નવી મળી હાય તેનું વર્ણન કરે, થયેલ અને થતા કામને ખ્યાલ આપે અને અમે કાંઈ ટીફા કરીએ તો મૃદુ જવાબ આપીને અગર ખડખડ હસીને તેની અસર ભૂંસી નાખે. .. એ પ્રકારની વિદ્યાર્થાત્ત અને સાહિત્યનિષ્ટાએ જ તેમની પાસે અનેક પ્રકારનું સાહિત્ય તેમ જ તિહાસને લગતું કાર્ય સાધ્યું. જૈન શ્વેતાંબર: કોન્ફરન્સના કાર્યને સ્થાયી કીર્તિ કળશ ચડાવનાર કાંઈ હોય તો તે માહનભાઈની અનેક કૃતિઓ જ છે. એમની બધી કૃતિઓ એવી છે કે ભાષા, છંદ, સાહિત્ય, ભડાર, રાજવંશ, જ્ઞાતિ, ગા અને પ્રાચીન નગર-નિગમે આદિ અનેક ઉપર ઇતિહાસ લખનાર તે કૃતિ જોયા વિના કદી પોતાનું કામ પૂરું કરી શકશે નહી. એ કૃતિઓમાં કૉન્ફરન્સના પાક્ષિક અને માસિકમાંના તેમના લેખા, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, જૈન ગૂર્જર કવિઓના ત્રણ ભાગાને સમાવેશ થાય છે, તે ઉપરાંત ખીજા ઘણા પ્રકાશક અને સપાદાને વિષયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249292
Book TitleKetlak Sansmarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size168 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy