SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક સંસ્મરણો [143 પાડે. અને જુદે જુદે ખાસ નિમિત્તે ગમે તેટલી વાર પ્રસાદ લેવા પ્રસંગ આવે તો તેનો ઈન્કાર ન કરે. હું ઘણીવાર પરિહાસમાં કહેતો કે, “મેહનભાઈ! તમે પાચનન્તરાય કર્મને પશમ ઉપાર્જિત કર્યો છે... ત્યારે તેઓ કહેતા કે, “તમારે એવો ક્ષયે પશમ નથી એ દુઃખની વાત છે.” છેલ્લે પ્રસંગ સન ૧૯૪૪ના જાન્યુઆરીમાં હું કાશીથી મુંબઈ આવ્યું ત્યાર બાદ એકવાર મોહનભાઈ મળવા આવ્યા. તેમણે વાતચીતમાં કહ્યું કે, “ન પૂર્નર વિઓ-ત્રીનો માન” તદ્દન તૈયાર છે. મારે એની અતિવિસ્તૃત પ્રસ્તાવના લખવી છે” ઇત્યાદિ. મેં કહ્યું, “તમારી રુચિ, શક્તિ, અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા પ્રિય કામ પાછી જ જીવન વ્યતીત કરવું ઘટે.” તેમણે જવાબમાં કહ્યું કે, “મારી ઇચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખરચાળપણું ઓછું થાય. કઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજલગી કર્યું છે તેમ કામ કર્યું અને છેલ્લા જીવનનો શાન્ત ઉપયોગ કરી લઉં.” આવી ભાવના સેવનાર એ કર્મચગીની સ્થિતિ જ્યારે સન 1944 ના પજુસણ પ્રસંગે અમે જોઈ ત્યારે અમને બધાને એમના જીવન વિષે ઊંડી ચિંતા વ્યાપી. ઉપસંહાર શ્રીયુત મેહનભાઈની પ્રવૃત્તિ વિવિધ હતી. છતાં જૈન છે. કેન્ફરન્સના અને મહાવીર જૈન વિદ્યાલયએ બે સંસ્થાઓ સાથે એમનું તાદાઓ સૌથી વધારે હતું. એના વિકાસમાં તે વધારે ને વધારે રસ લેતા. કોન્ફરન્સના સંચાલકોએ મોહનભાઈની સેવાનું ઘટતું સન્માન કરવા તેમની યાદગાર માટે એક ફંડ ઊભું કર્યું છે, જેમાં તત્કાલ જ કેટલીક રકમ એકઠી થઈ ગઈ છે. પણ એ સંચાલકેએ અને મોહનભાઈના બીજા મિત્રોએ તેમ જ પરિચિતોએ એ ફંડ વધારવા વિશેષ વ્યવસ્થિતપણે ત્વરિત પ્રયત્ન કરવો ઘટે છે, સારું સરખું ફંડ મેળવી મેહનભાઈના સ્મારક તરીકે કોન્ફરન્સ કાંઈ પણ એક આવશ્યક અને ઉપગી એવી સાહિત્ય પ્રકાશન–સંપાદનની પ્રવૃત્તિ શરૂ કરે તો તે બધી રીતે વ્યાજબી ગણાય. આપણે ઈચ્છીએ કે કૉન્ફરન્સના મંત્રીઓ અને બીજા સદ્ભાવશીલ ગૃહસ્થો આ વસ્તુ તરત ધ્યાનમાં લે. –પ્રબુદ્ધ જૈન 15, ફેબ્રુઆરી 1946. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249292
Book TitleKetlak Sansmarano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size168 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy