Book Title: Ketlak Sansmarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 3
________________ કેટલાક સંરણે [૧૩૭ વિનમ્ર કમઠતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતોત્સવ પ્રસંગે એક સભામાં વિદ્યાથીએને સધી મેહનભાઈએ કહેલું કે હું તદન ગરીબાઈમાં મામાની મદદથી અભ્યાસ કરી આગળ વધ્યો છું. મને ગરીબાઈ તથા સાધારણ સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સતત કામ કરવાની વૃતિ પણ એ સ્થિતિને આભારી છે. એ સભામાં તેમના મેઢેથી ઉપરની મતલબના ઉદ્ગારે મેં સાંભળ્યા અને પરિચય દરમ્યાન જાણેલ તેમના સ્વભાવ અને કાર્યપ્રવીણતા સાથે તુલના કરી તો મને તે વખતે જ તેમનું કથન તદ્ન સાચું લાગેલું. મુંબઈ અમદાવાદ તેમ જ પ્રવાસ વખતે, બીજે ઘણે સ્થળે અમે સાથે રહ્યા છીએ. તે વખતે મેં જોયું કે નાના-મોટાનું કશું જ અંતર રાખ્યા વિના પ્રસંગ આવતાં સાધારણમાં સાધારણ ગણાય એવાં કામે પણ જાતે કરવામાં તેમને વકીલની પ્રતિષ્ઠા કે આધુનિક સભ્યતા આડે ન આવતી. સને ૧૯૨૭ માં અમે અંબાજી અને કુંભારિયાજી તરફ ગયેલા. કુંભારિયાજીના સુપ્રસિદ્ધ વિમલ મંત્રીના મંદિરની કારીગરી જોવાને અને ઐતિહાસિક માહિતી મેળવવાનો ઉદ્દેશ હતો. મુનિશ્રી જિનવિજયજી ત્યાંના અસ્ત-વ્યસ્ત તેમ જ ધૂળકીચડથી દબાયેલા અને ધવાયેલા શિલાલેખોની કાપી કરવા લાગ્યા કે તે જ વખતે મેહનભાઈએ શિલાલેખને સાફ કરવાનું કામ એક મજૂરની અદાથી હાથમાં લીધું ને હસતાં હસતાં અમને કહે કે “તમે બાકીનાઓ ખાવાનું તૈયાર રાખજે. હું અને મુનિજી તૈયાર થાળી ઉપર બેસીશું.’ એમ કહી તેઓ દટાયેલા પથ્થરેને ખુલ્લા કરતા, ધૂળ-કચરો સાફ કરતા અને નવાં નવાં લખાણે શોધી કાઢી મુનિજીને કંપી કરવામાં જેમ સાથ આપતા તેમ તેમની પાસેથી એ લખાણે ત્વરિત વાંચી સમજી લેવાની તાલીમ પણ લેતા. આ વખતે મેં જોયું કે મેં કલ્પેલું તે કરતાં પણ મેહનભાઈ વધારે મહેનતુ અને કમરસિક છે. ચાલવું હોય ત્યારે માઈલેના માઈલ ચાલે અને સાથીઓથી પાછા ન રહેવામાં ગૌરવ માને. પ્રવાસમાં જાતે કરવાના કામ આવી પડે ત્યારે તે ઉલ્લાસપૂર્વક કરે અને કેઈને એવું ભાન થવા ન દે કે તેમને સાથ બોજારૂપ છે. વિદ્યાવૃત્તિ મેહનભાઈને વકીલાતને રસ, માત્ર સ્વાધીન નિર્વાહ પૂરતો હતો. તેમની મુખ્ય રસવૃત્તિ તો કાયદાના ક્ષેત્રની બહાર બીજા વિષયોમાં જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9