Book Title: Ketlak Sansmarano
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૩૬] દર્શન અને ચિંતન ઉત્તરોત્તર વધતી પણ ગઈ હતી. મોહનભાઈ હમેશાં કહેતા કે પ્રેમી જેટલા સરળ છે તેટલા જ અસાંપ્રદાયિક અતિહાસિક દષ્ટિવાળા પણ છે. પ્રેમની નિખાલસવૃત્તિ અને સાહિત્યિક તેમ જ આ તહાસિક ઉપાસનાએ જ મોહન ભાઈને આકર્ષેલા. મુનિશ્રી જિનવિજયજી પૂનામાં જ્યારે સાહિત્યનું અને અતિહાસિક સંશોધનનું કામ કરતા ને સાધુવેષમાં હતા ત્યારે મેહનભાઈ તેમના કામથી આઈ ત્યાં જતા અને તેમની પાસેથી ઘણું નવું જાણું પ્રેરણા મેળવતા. સ. ૧૯૨૦ માં મુનિશ્રીએ સાધુવેષનો પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રો મળ્યા અને કાંઈક ઉદાસીન જેવા પણ થઈ ગયા. છતાં મેહનભાઈને મુનિજી પ્રત્યેને સદ્ભાવ અને સ્નેહ ધટવાને બદલે ઉત્તરેત્તર વધતો જ છે. જેમ જેમ તેઓ મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે ને વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેમનું મુનિજી પ્રત્યેનું આકર્ષણ વધતું જ ગયું. તે એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તો મુનિજના જ અતિથિ બને, અને મુંબઈમાં મુનિજી આવી ચડે કે ગમે ત્યાંથી મેહનભાઈ તેમને મળવા પહોંચી જ જાય. મેહનભાઈએ અનેક વાર કહેલું કે “મુનિ ! તમે જ્યારે કયાંય પણ પ્રવાસ કરે ત્યારે મને જરૂર સૂચવશે. કોર્ટની રજા હશે તો હું તેનો ઉપયોગ તમારી સાથે દિવસે ગાળવામાં જ કરીશ. એથી મને મારાં પ્રિય કાર્યોમાં ઉપયોગી થાય એવી ધણી વસ્તુઓ જાણવા મળશે. અને હું એકલે તો પ્રવાસ કરી પણ ન શક.” એ જ વૃત્તિથી પ્રેરાઈ સને ૧૯૨૪માં બેલગામ કોંગ્રેસ વખતે મેહનભાઈ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાં જ્યાં ઐતિહાસિક સ્થળે જેવા ઊતરવાનું બનતું ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્વ મંદિરની સાહસિક પ્રવૃત્તિ, સિંધી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલે ઉલ્લાસ અનુભવતા અને કેટલે રસ લેતા તેને હું સાક્ષી છું. મોહનભાઈએ ઉલ્લાસ અને રસના પ્રતીકરૂપે ભારતી વિદ્યાભવન સિંધી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વને ગ્રંથ માનન્દ્રાઝિરિત સંપાદિત કરી આપે છે, અને તેની વિસ્તૃત માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના લખી તેમણે પિતાનું કાયમી સ્મરણ રાખ્યું છે. મેહનભાઈ સામાજિક લેકે સાથે રહી સમાજનાં કામ કરતા, કેટલીક સામાજિક રુઢિઓને અનુસરતા, પણ તેમને તેનું બંધન ન હતું. એમને બંધન હોય તો તે હતું એક માત્ર સગુણઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગંબર તરીકે લેખતા અને તેમનાં સત્ય-અહિંસામલક લખાણે વાંચ્યા વિના કદી જંપતા નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9